મહેસાણામાં મંદિર બહાર ફોટા પાડતી દલિત મહિલાને શખ્સે લાફા માર્યા

મહેસાણામાં મંદિર પાસે ફોટા પાડતી દલિત મહિલાને શખ્સે જાતિસૂચક અપશબ્દો કહી લાફા માર્યા. તેના પતિને પણ ગડદાંપાટુંનો માર માર્યો.
dalit news

મહેસાણા જિલ્લો છેલ્લાં કેટલાક દિવસથી જાતિવાદની ઘટનાઓ માટે કુખ્યાત બન્યો હોય તેવી સ્થિતિ છે. બે દિવસ પહેલા એક દલિત ડોક્ટર યુવક સાથે પોતાની મરજીથી પ્રેમલગ્ન કરનાર એક પટેલ ડોક્ટર યુવતીને તેના પરિવારજનો ઘરેથી ચોટલો પકડીને ખેંચીને અપહરણ કરી લઈ ગયા હતા. તેની શ્યાહી હજુ સુકાઈ નથી.

ત્યાં હવે અહીંના સતલાસણામાં એક દલિત મહિલાને એક શખ્સે મંદિર બહાર ઉભા કરીને ફોટા પાડવા બાબતે એક શખ્સે લાફા મારી દીધા હતા. જાતિવાદી આ શખ્સે મહિલાના પતિ સાથે પણ મારામારી કરી હતી. હવે તેની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

મંદિર બહાર ફોટો પાડતી વખતે લાફા માર્યા

મળતી માહિતી મુજબ, મહેસાણા ખાતે રહેતા 35 વર્ષીય કોકિલાબેન સોલંકી પોતાના પરિવાર સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ તેઓ મંદિરના પરિસર બહાર ઊભા રહીને પોતાના ફોટા પાડી રહ્યા હતા. એ દરમિયાન ત્યાં સતલાસણાના ભાટવાસનો પ્રદીપ બારોટ નામનો શખ્સ આવ્યો હતો. તેણે કોકિલાબેનને “તું અગાઉ લીધેલાં રૂપિયા કેમ પાછા આપતી નથી?” તેમ કહીને ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો: ઉત્તરાખંડના દલિત યુવકે દેશની પહેલી ‘ઉડતી કાર’ બનાવી!

જેથી કોકિલાબેને “મેં બધાં રૂપિયા પરત કરી દીધાં છે હવે શું કામ આપું?” તેમ કહેતા પ્રદીપ બારોટ ઉશ્કેરાઈ ગયો હતો અને “તારે પૈસા તો આપવા જ પડશે” તેમ કહીને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. એ પછી તેણે કોકિલાબેનને પકડીને ગાલ પર બે ત્રણ લાફા ઝીંકી દીધાં હતા. એટલું જ નહીં, તેમના નાક પર પણ મુક્કા માર્યા હતા. એ દરમિયાન કોકિલાબેનના પતિ વચ્ચે પડતા પ્રદીપ બારોટે તેમને પણ જાતિસૂચક અપશબ્દો કહીને ગડદાંપાટુંનો માર માર્યો હતો. હોબાળો થતા લોકો ભેગા થઈ જતા પ્રદીપ બારોટ ત્યાંથી ભાગી ગયો હતો.

આ ઘટનામાં કોકિલાબેનને ગાલ અને નાકના ભાગે ઈજા પહોંચી હતી. તેમના પતિને પણ મૂંઢ માર વાગ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ કોકિલાબેન અને તેમના પતિએ હિંમત દાખવીને મહેસાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેમની ફરિયાદના આધારે આરોપી પ્રદીપ બારોટ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ એસસી-એસટી એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: યુપીમાં 6 બૌદ્ધ સ્થળોને જોડીને વૈશ્વિક બુદ્ધિસ્ટ સર્કિટ બનશે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • Add your answer
0
Would love your thoughts, please comment.x
()
x