Dhruv Rathee સહિત સીજેપીના 600 સમર્થકોની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. આ વિસ્તારોમાંથી વિરોધીઓને દૂર કરવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઝપાઝપી થઈ. આને રોકવા માટે રસ્તાઓ પર ખીલા લગાવવામાં આવ્યા છે. આ દરમિયાન, દીપક મુંબઈથી દિલ્હી જવા રવાના થઈ ગયો છે. તેમણે કહ્યું, “આ તાકાતની નહીં, પણ ભયની નિશાની છે.”
આ વિસ્તારોમાં BSF જવાનો સહિત 38,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર આવતી 250 મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો આજે રદ કરવામાં આવશે.

45 મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યા છે, અને 10 ડિટેન્શન સેન્ટરો સ્થાપિત કરવામાં આવ્યા છે. દરમિયાન, શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી આજે રાત્રે 10 વાગ્યા સુધી ઇન્ડિયા ગેટની આસપાસ 4 કિમીના ત્રિજ્યામાં ઇન્ટરનેટ બંધ રહેશે.
દિલ્હીમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે આજે 10 October ના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં દેશભરનું રાજકીય અને સામાજિક વાતાવરણ અત્યંત ગરમાયું છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) અને વિવિધ ડાબેરી સંગઠનો દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી દિલ્હી તરફ આવી રહેલા સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને નાગરિકોને રસ્તામાં જ અટકાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
CJP ના સહ-સંયોજક આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પર સનસનાટીભર્યો દાવો કર્યો છે કે દિલ્હીમાં યોજાનાર આંદોલનને નિષ્ફળ બનાવવા માટે દેશભરમાંથી ઓછામાં ઓછા 10,000 લોકોની અટકાયત કરવામાં આવી છે. જોકે, આ વિશાળ આંકડાની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી, તેમ છતાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દ્રશ્યોએ સરકાર સામે અનેક સવાલો ખડા કરી દીધા છે.
ટ્રેનોમાંથી યુવાનોને બળજબરીથી ઉતારવામાં આવ્યા
મધ્ય પ્રદેશના ઈટારસી રેલવે સ્ટેશન પર તાજેતરમાં બનેલી એક ઘટનાએ દેશભરનું ધ્યાન ખેંચ્યું છે. ગોવા એક્સપ્રેસ ટ્રેન દ્વારા દિલ્હી પ્રદર્શનમાં સામેલ થવા જઈ રહેલા આશરે 15 જેટલા વિદ્યાર્થીઓ અને યુવા પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા ટ્રેનમાંથી બળજબરીપૂર્વક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરી અને રોષ જોવા મળ્યો હતો.

यूट्यूबर ध्रुव राठी को पुलिस ने हिरासत में लिया!
नई दिल्ली: मशहूर YouTuber ध्रुव राठी को 10 अक्टूबर की सुबह हिरासत में लिए जाने की ख़बर सामने आई है। यह कार्रवाई दिल्ली के जंतर-मंतर पर प्रस्तावित CJP प्रदर्शन से पहले हुई। प्रदर्शन में मुख्य चुनाव आयुक्त ज्ञानेश कुमार के इस्तीफे की मांग की जानी थी।
#DhruvRathee #Delhi #BreakingNews #CJP
— The Pillar India (@ThePillarIndia) October 10, 2026
ઈટારસી GRP ના નિરીક્ષક સંજય ચોકસેએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની માત્ર પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને મુક્ત કરી દેવાયા હતા. પોલીસે યુવાનોને કસ્ટડીમાં લેવાના દાવાને ફગાવતા દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ પોતાની મરજીથી એક હોટેલમાં રોકાયા હતા. આ ઉપરાંત, ભોપાલ અને તેલંગાણાથી દિલ્હી આવી રહેલા CJP ના અન્ય સ્વયંસેવકોને પણ રસ્તામાં રોકીને કસ્ટડીમાં લેવાયા હોવાના અહેવાલો છે.
આજે સવારે 10:00 વાગ્યા સુધીની સ્થિતિ
દિલ્હીના જંતર-મંતર અને નવી દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં આજે સવારે 10:00 વાગ્યા સુધીમાં સુરક્ષાની આકરી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે જંતર-મંતર પર આ પ્રદર્શન યોજવાની મંજૂરી આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે. પોલીસ તંત્રનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સુરક્ષાના જોખમો અને ભારે ટ્રાફિક જામની શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે. દિલ્હીની તમામ મુખ્ય સરહદો (જેવી કે સિંઘુ, ટીકરી અને ગાઝીપુર બોર્ડર) પર ભારે પોલીસ ફોર્સ અને પેરામિલિટ્રી જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બહારથી આવતા વાહનોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. પ્રદર્શન સ્થળ તરફ જતા તમામ રસ્તાઓ પર લોખંડના મજબૂત બેરિકેડ્સ લગાવી દેવાયા છે જેથી કોઈપણ અનધિકૃત સમૂહ અંદર પ્રવેશ ન કરી શકે.
अपडेट –
दिल्ली पुलिस ने CJP की लीगल हेड रत्ना सिंह को डिटेन किया !! https://t.co/A99NPG7J4z— Sachin Gupta (@Sachingupta) October 10, 2026
SIR અને ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો
આ સમગ્ર વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ મતદાતા સૂચિનું (SIR) અને ચૂંટણી આયોગની પારદર્શિતા સામે ઊભી થયેલી શંકાઓ છે. વિરોધ પક્ષો અને CJP નો આક્ષેપ છે કે ચૂંટણી પંચ શાસક પક્ષના ઈશારે કામ કરી રહ્યું છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત એક મહત્વપૂર્ણ અહેવાલમાં ખુલાસો થયો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ચૂંટણી આયોગના કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો અને આદેશો પર કમ સે કમ 14 વખત પોતાની સખત આપત્તિ અથવા અસંમતિ દર્શાવી હતી. આ આપત્તિઓમાં નવા મતદારોની નોંધણી માટેના ફોર્મ 6 માં કરાયેલા ફેરફારો અને મતદાતા યાદીના ડેટાબેઝને કેન્દ્રીયકૃત કરવાના નિર્ણયો સામેલ હતા. જોકે, ચૂંટણી આયોગ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે SIR સાથે જોડાયેલા તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા. છતાં, જનમાનસમાં ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો યથાવત છે.
लोकतंत्र की चेन पुलिंग: पुणे से दिल्ली CJP के प्रदर्शन में हिस्सा लेने आ रहे प्रदर्शनकारियों को मध्यप्रदेश के इटारसी स्टेशन पर ट्रेन से उतार लिया गया, उन्हें जबरन एक होटल में बंद कर दिया गया.
क्या यही है लोकतंत्रा?
ध्यान रहे, इटारसी से कोई 400 किलोमीटर दूर झांसी में 169 साल पहले अंग्रेज़ों ने विद्रोह पर उतारू रानी लक्ष्मी बाई को शत्रु घोषित कर दिया था.
वैसे खबर है क़ि तमाम सुरक्षा कड़ाई के बावजूद. दिल्ली पहुँचने लगे हैं युवा.Chain-Pulling on Democracy
Protesters travelling from Pune to Delhi to participate in a CJP demonstration were forced off their train at Itarsi and confined against their will in a hotel.
Is this what democracy looks like?
Remember, 169 years ago, in Jhansi, barely 400 kilometres from Itarsi, the British branded Rani Lakshmibai an enemy as she rose in revolt against colonial rule.
Itarsi has long held a significant place in India’s history of resistance, from the freedom struggle against British rule to the socio-political movements that have shaped the country since independence.
A troubling question remains: if dissent was suppressed under colonial rule, what does it say about our democracy when protesters are prevented from peacefully exercising their right to protest today?— Dibang (@dibang) October 9, 2026
જ્ઞાનેશ કુમારના બચાવ સામે ઉગ્ર આક્રોશ
આજે જ્યારે દેશના યુવાનો અને નાગરિકો લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરીને શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવા દિલ્હી પહોંચવા માગે છે, ત્યારે મોદી સરકાર દ્વારા તેમના અવાજને ડામી દેવા માટે જે પ્રકારે દમનકારી નીતિઓ અપનાવવામાં આવી રહી છે, તે અત્યંત શરમજનક અને નિંદનીય છે. રાજકીય વિશ્લેષકો અને વિરોધ પક્ષો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે વર્તમાન સરકારે સત્તા ટકાવી રાખવા માટે ચૂંટણી પ્રક્રિયા સાથે ચેડાં કર્યા છે અને વોટ ચોરી કરીને સત્તા હસ્તગત કરી છે.
સૌથી ખરાબ બાબત એ છે કે વોટ ચોરી અને ચૂંટણી વ્યવસ્થાને કલંકિત કરનાર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કાયદાકીય કે નૈતિક પગલાં લેવાને બદલે મોદી સરકાર ખુલ્લેઆમ તેમને બચાવી રહી છે. ચૂંટણી પંચની સ્વાયત્તતાના ધજાગરા ઉડી ગયા છે અને દેશની જનતા આ પક્ષપાતી વલણને માફ કરવાના મૂડમાં નથી.
આ પરિસ્થિતિમાં, કોકરોચ જનતા પાર્ટી (CJP) ના યુવાનો અને સામાજિક કાર્યકરો દ્વારા જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કરવામાં આવી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં દેશભરમાંથી યુવાનો ઉમટી રહ્યાં છે. દેશના બંધારણ અને લોકશાહીને બચાવવા માટે રસ્તા પર ઉતરીને અવાજ બુલંદ કરતા આ યુવાનોનો સંઘર્ષ ચરમસીમાએ છે.
આ પણ વાંચોઃ ચેતી જજો, ચૂંટણી પંચ લોકશાહીને ખતમ કરી રહ્યું છે!











