કાકોરીમાં દલિત પરિવારને પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવા પ્રયાસ

કાકોરીમાં દલિત પરિવાર પર બે ડઝન લોકોએ હુમલો કરી પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરતા ચકચાર મચી.
dalit news

જાતિવાદ, લુખ્ખા તત્વોની દાદાગીરી અને ગુનાખોરી માટે કુખ્યાત યુપીમાંથી વધુ એક દલિત અત્યાચારની ઘટના સામે આવી છે. અહીંના કાકોરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગ્વાલપુર ગામમાં ગટરના પાણીના નિકાલ અંગેનો વિવાદ હિંસક બન્યો. આરોપ છે કે બુધવારે ગુંડાઓએ એક દલિત પરિવાર પર તેમના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો અને એક યુવાનને પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો.

પોલીસે ફરિયાદ કરવામાં ઢીલ દાખવતા ફરીથી હુમલો

પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે ગટરના પાણી અંગે વિવાદ શરૂ થયો હતો. તે જ દિવસે શ્યામુ યાદવ, દીપાંશુ યાદવ અને બૌવા યાદવે ચંચલ રાવત પર હુમલો કર્યો. પીડિતોએ કાકોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ અધિકારીની કથિત બેદરકારીને કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આનો લાભ લઈને, ગુંડાઓએ બુધવારે ફરીથી હુમલો કર્યો હતો.

dalit news

આ પણ વાંચો: ભિલોડામાં આદિવાસી વિદ્યાર્થીને માર મારનાર ભાજપ નેતાની ધરપકડ

દલિત પરિવારના બાળકો, વૃદ્ધો મહિલાઓ સહિત અનેક ઘાયલ

બુધવારે ફરીથી થયેલા હુમલામાં, દીપાંશુ યાદવ, હિમાંશુ યાદવ, શ્યામલાલ, ભોલા, બૌવા, અમરનાથ અને ગોપાલ સહિત આશરે બે ડઝન લોકો લાકડીઓ અને લોખંડના સળિયાથી સજ્જ દલિત પરિવારના ઘરમાં ઘૂસી ગયા હતા. તેમણે ઘરમાં તોડફોડ કરી અને પરિવારના સભ્યો પર હુમલો કર્યો. આ હુમલામાં શ્રીપાલ (80), શિવ દેવી (75), આરાધ્યા (18), અમન રાવત (20), કાર્તિક (24), અરુણ (18), ચંદન (16) અને પ્રેમ (12) સહિત ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી કેટલાકના હાથ ભાંગી ગયા હતા, જ્યારે અન્ય લોકોના માથા, નાક અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી.

આ પણ વાંચો: થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?

4 સામે નામજોગ અને બે ડઝન અજાણ્યા તત્વો સામે ફરિયાદ

કાકોરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સતીશ ચંદ્ર રાઠોડે જણાવ્યું હતું કે પીડિતાની પુત્રવધૂ રાધા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે, ચાર આરોપીઓ સામે નામજોગ અને બે ડઝન અજાણ્યા વ્યક્તિઓ સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કરિયાણાની દુકાનમાં આગ લગાવવાના પ્રયાસના સંદર્ભમાં આગ લગાડવાનો એક અલગ કેસ પણ નોંધવામાં આવ્યો છે. રાઠોડે જણાવ્યું હતું કે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, અને અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ ટીમ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: દલિત યુવકની તેની પત્ની-પુત્રી સામે કુહાડીના ઘા મારી હત્યા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Narsinhbhai
Narsinhbhai
4 months ago

*જો ભારતમાંથી જાતિવાદ અને મનુવાદી માનસિકતા ખતમ કરવી હશે તો સમગ્ર ભારતનાં બહુજનો, દલિતો પીડિતો એસસી એસટી ઓબીસી અને અલ્પસંખ્યકોએ ફક્ત એક જ કામ કરવાનું છે કે RSS અને બીજેપી ભાજપા સાથે જોડાયેલા હોય તેવાં સૌ કોઈએ એક ઝાટકે બહાર નીકળી જવું જોઈએ પછી જુઓ જાતિવાદી માનસિકતાનું શું થાય છે!

1
0
Would love your thoughts, please comment.x
()
x