દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત, CCTV વાયરલ!

દલિત યુવકના કસ્ટોડિયલ ડેથ અને વાયરલ વીડિયોએ પોલીસની ક્રૂરતા અને બેદરકારીની પોલ ખોલી નાખી છે.
Badaun Dalit youth Rajesh Koli custodial death case

ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કરતી ખાખી વર્ધી ફરી એકવાર કલંકિત થઈ છે. દિલધડક અને શરમજનક ઘટનામાં દલિત યુવક રાજેશ કોરી (કોલી) નું પોલીસ કસ્ટડીમાં સંશયાસ્પદ સંજોગોમાં મોત નિપજતાં ભારે ચકચાર મચી ગઈ છે. યુપીમાં યોગી આદિત્યનાથ સરકારના શાસનમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારો અને કસ્ટોડિયલ હિંસાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોવાના આરોપો વચ્ચે આ ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ઘટના બાદ પોલીસની શંકાસ્પદ અને બેજવાબદાર ભૂમિકાને લઈને ખાખી તંત્રની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી રહી છે.

ધાર્મિક પ્રસંગના વિવાદથી મામલો શરૂ થયો

બદાયૂંના દાતાગંજ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા અટસેના ગામમાં 28 ઓગસ્ટના રોજ એક ધાર્મિક કાર્યક્રમ (ભંડારા) દરમ્યાન સામાન્ય બાબતે વિવાદ અને મારામારી થઈ હતી. આ મામલે કાર્યવાહી કરવાના નામે દાતાગંજ પોલીસ દલિત યુવક રાજેશને અટકાયતમાં લઈને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.

રાજેશના પરિજનોનો ગંભીર આરોપ છે કે થાણાની અંદર પોલીસકર્મીઓએ રાતભર તેને ઢોર માર માર્યો હતો અને માનસિક તથા શારીરિક યાતનાઓ આપી હતી. પોલીસની થર્ડ ડિગ્રી ટોર્ચરના કારણે જ રાજેશની હાલત કથળી હતી અને આખરે તેનું મોત નિપજ્યું હતું.

4 મિનિટ 17 સેકન્ડના વાયરલ CCTV એ પોલીસની પોલ ખોલી

પોલીસ કસ્ટડીમાં બનેલી આ ઘટનામાં ત્યારે નવો મોટો વળાંક આવ્યો જ્યારે સોશિયલ મીડિયા પર 4 મિનિટ 17 સેકન્ડનો એક સીસીટીવી (CCTV) ફૂટેજ વાયરલ થયો. આ વીડિયો સામે આવતા જ પોલીસ તંત્રની કામગીરી અને માનવતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
વાયરલ ફૂટેજમાં રાજેશ કોરી હવાલાતના ગેટ પાસે બેભાન હાલતમાં જમીન પર પડેલો દેખાય છે. વીડિયોમાં એક સિપાહી તેને ઢંઢોળે છે અને પાણી પીવડાવવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે, પરંતુ રાજેશ પાણી ગળી શકવાની સ્થિતિમાં પણ નહોતો. પાસે એક હોમગાર્ડ પણ ઉભેલો નજરે પડે છે. ગંભીર બાબત એ છે કે યુવકની સ્થિતિ અત્યંત નાજુક હોવા છતાં પોલીસકર્મીઓ તેને સારવાર આપવાને બદલે ત્યાંથી ચાલ્યા જાય છે અને રાજેશ લાંબા સમય સુધી જમીન પર તડપતો રહે છે. આ ફૂટેજે સ્પષ્ટ કરી દીધું છે કે કસ્ટડીમાં કાયદાનું રક્ષણ કરવાના બદલે ધાક ધમકી અને બેદરકારી દાખવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ત્રણ દલિત યુવકોને પોલીસે કસ્ટડીમાં ઢોર માર માર્યો, નખ ખેંચી કાઢ્યા?

પ્રાઈવેટ ફૂટેજ લીક થતાં પોલીસ તંત્રમાં દોડધામ

પોલીસ સ્ટેશનની અંદરનું સીસીટીવી રેકોર્ડિંગ એ અત્યંત સિક્રેટ નિરીક્ષણ પદ્ધતિનો ભાગ હોય છે. આ વાયરલ ફૂટેજ સામે આવ્યા બાદ બદાયૂં પોલીસ માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે. હવે પોલીસ યુવકના મોતની તપાસ કરવાની સાથે સાથે એ શોધવામાં વ્યસ્ત થઈ છે કે 4.17 મિનિટનો આ વીડિયો પોલીસ સ્ટેશનમાંથી બહાર કેવી રીતે આવ્યો.

તપાસમાં થાણાના કમ્પ્યુટર ઓપરેટર તેમજ ઈન્ચાર્જ વેદપાલ સિંહની ભૂમિકા શંકાના ઘેરામાં આવી ગઈ છે. ચર્ચા છે કે ફૂટેજ પહેલા પોલીસના કોઈ પરિચિત સુધી પહોંચાડાયો હતો અને ત્યાંથી લીક થયો હતો. જોકે, પોતાનો બચાવ કરતા પોલીસે એવો દાવો કર્યો છે કે વાયરલ વીડિયોને એડિટ કરીને રજૂ કરાયો છે અને પોલીસ મૂળ રેકોર્ડિંગની તપાસ કરી રહી છે.

યોગી રાજમાં દલિતો પર વધી રહેલા અત્યાચાર સામે આક્રોશ

યોગી સરકારના રાજમાં દલિતો પર અત્યાચાર અને પોલીસ કસ્ટડીમાં થતા મોતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, જેને લઈને વિપક્ષે સરકાર સામે મોરચો મંડ્યો છે. રાજેશ કોરીના મોત બાદ વિસ્તારમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.

રાજેશની અંતિમયાત્રામાં સામેલ થવા જઈ રહેલા કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો અને નેતાઓને પોલીસે રસ્તામાં રોકી દેતા મામલો વધુ ગરમાયો છે. કોંગ્રેસે આ ઘટનાને સામાજિક અન્યાય અને પોલીસી બર્બરતા ગણાવીને યુપીના કાયદા-વ્યવસ્થાના મોડેલ સામે સવાલો ઉઠાવ્યા છે તેમજ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે વ્યાપક વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે પણ આ મામલો ઉઠાવ્યો છે અને ન્યાયની માંગણી કરી છે.

આ પણ વાંચોઃ સુરત પોલીસે ત્રણ દિવસ કસ્ટડીમાં રાખ્યો તે યુવકનું કોર્ટમાં મોત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x