દલિત RTI કાર્યકરની ગોળી મારી હત્યા, લાશ પુલ નીચે ફેંકી દીધી

ખાનગી ન્યૂઝ ચેનલ સાથે કામ કરતા દલિત પત્રકારની ગુંડાઓએ ધોળે દિવસે ગોળી મારી હત્યા કરી નાખી અને લાશ પૂલ નીચે ફેંકીને ભાગી ગયા.
dalit shot dead

બિહારના ઔરંગાબાદ (Aurangabad) જિલ્લામાં એક દલિત આરટીઆઈ એક્ટિવિસ્ટ (Dalit RTI activist) અને ખાનગી ચેનલના પત્રકાર (News channel reporter) ની ગોળી મારીને હત્યા કરી (Shot dead) દેવામાં આવી છે. આ ઘટના કુટુમ્બા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કંઠી બિગહા ગામ પાસે બની હતી. મૃતકની ઓળખ 38 વર્ષીય રણજીત પાસવાન (Ranjeet Paswan) તરીકે થઈ હતી, જે જામુઆ ગામના રહેવાસી હતા અને એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે પણ સંકળાયેલા હતા.

ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કરી દીધો અને હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. હત્યાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોકોને શાંત પાડ્યા હતા અને ટ્રાફિક જામ હળવો કર્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

છાતીમાં ગોળી મારી અને શરીર પુલ નીચે ફેંકી દીધું

પ્રાપ્ત માહિતી અનુસાર, રણજીત પાસવાન પોતાના ઘરેથી ઔરંગાબાદ જવા નીકળ્યા હતા, ત્યારે ગુનેગારોએ તેમને કંઠી બિગહા ગામ નજીક એક નાળા પાસે તેમને રોક્યા હતા. અહીં નાળા પર બેસતી વખતે હત્યારાઓ તેમને છાતીમાં ગોળી મારી દીધી અને લાશને પુલ નીચે ફેંકી દઈને ભાગી ગયા.

ગોળીનો અવાજ સાંભળીને લોકો એકઠાં થઈ ગયા

મળતી માહિતી એવી છે કે, રણજીત પાસવાન હત્યારાઓને ઓળખતા હતા. એટલે જ તેઓ ફોન આવતાની સાથે જ નાળા પર તેમને મળવા માટે પહોંચી ગયા હતા અને તેમની સાથે વાત કરવા લાગ્યા હતા.

shot dead

એ દરમિયાન ગોળીબારનો અવાજ સાંભળીને નજીકના ખેતરોમાં કામ કરતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં હત્યારાઓ બાઇક પર ભાગી ગયા હતા.

પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી

ઘટનાની માહિતી મળતાં જ કુટુમ્બા પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ્ને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ઔરંગાબાદ સદર હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. કુટુમ્બા પોલીસ સ્ટેશનના એસએચઓ અક્ષયવર સિંહે જણાવ્યું હતું કે હત્યારાઓ વિશે પુરાવા એકઠા કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. અમે કેસની દરેક એંગલથી તપાસ કરી રહ્યાં છીએ અને હત્યારાઓ ઝડપથી જેલમાં હશે.

આ પણ વાંચો: દલિત યુવક સાથે લગ્ન કરનાર મુસ્લિમ યુવતીને પરિવારે ફટકારી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
11 months ago

Bhai ye to yogi ka Raj hai

Raghav Chadha on recharge scam

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x