ભારતમાં છેલ્લાં કેટલાક વર્ષોથી પોલીસમાં આરોપીઓનું સરઘસ કાઢી લોકોમાં સિંઘમ બનીને ફેમસ થઈ જવાનું ચલણ વધ્યું છે. જેના કારણે કાયદો વ્યવસ્થા જાળવવાની જેમની જવાબદારી છે તે પોલીસ ખુદ રક્ષક મટી ભક્ષક બની છે. આવું જ કંઈક જમ્મુ કશ્મીર પોલીસે એક ચોર સાથે કર્યું હતું. પોલીસે ચોરીના આરોપીને એવી સજા આપી છે કે લોકો પોલીસની ટીકા કરી રહ્યાં છે.
જમ્મુ પોલીસે ચોરીના આરોપમાં એક વ્યક્તિને જીપના બોનેટ પર બેસાડીને પરેડ કરાવી હતી. તેને અર્ધનગ્ન કરી, ગળામાં જૂતાનો હાર પણ પહેરાવી હાથ પાછળથી બાંધી દેવામાં આવ્યા હતા. પરેડ દરમિયાન, પોલીસ આરોપીને ચહેરો વારંવાર ઉપર તરફ કરાવતી રહી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસના આ પ્રકારના વર્તનથી કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે.
આ પણ વાંચો: 14મી એપ્રિલે દલિત વરરાજા જાન લઈને મંદિરે ગયા, પછી શું થયું
મીડિયા રિપોર્ટ મુજબ જમ્મુ પોલીસે આ વ્યક્તિની ચોરીના આરોપસર ધરપકડ કરી હતી. પરંતુ તેને સીધો પોલીસ સ્ટેશન કે કોર્ટમાં લઈ જવામાં આવ્યો ન હતો. તેના બદલે, તેને પોલીસ વાહનના બોનેટ પર બેસાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને અર્ધનગ્ન કરી, જૂતાનો હાર પહેરાવી બક્ષી નગર વિસ્તારમાં પરેડ કરાવવામાં આવી હતી. ઘટનાના વીડિયોમાં, પીડિત વાહનના બોનેટ પર માથું વાળીને બેઠેલો જોવા મળે છે.
એ દરમિયાન, પોલીસ પહેલા લાકડીથી તેનું માથું ઉંચુ કરે છે અને પોલીસ વાહનોની સાયરન વગાડતી વખતે તેને પરેડ કરાવે છે. પોલીસ લાઉડસ્પીકર પર જાહેરાત કરે છે, “સામાન્ય જનતાને જાણ કરવામાં આવે છે કે આગળ (પોલીસની કારના બોનેટ પર બેઠેલી) બેઠેલો શખ્સ કુખ્યાત ચોર છે. તેને સારી રીતે ઓળખી લો.”
ઘટના સ્થળે લોકોના મોટાં ટોળાં જોવા મળે છે અને તેઓ તેને ચોર કહીને તેનો વીડિયો બનાવી રહ્યા છે. પોલીસના આ વર્તનથી કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઉભા થયા છે. લોકો માને છે કે આવી કાર્યવાહી સંપૂર્ણપણે ખોટી અને ગેરબંધારણીય છે. જો કે, આ ઘટના પર જમ્મુ પોલીસ તરફથી કોઈ હજુ પ્રતિક્રિયા આવી નથી.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં દેવીપૂજક કિશોર મૃત્યુ પામ્યો છતાં વળતર ન મળ્યું











Users Today : 1657