નાથુરામ અને ગોપાલ ગોડસે RSSના સભ્ય હતાઃ સાત્યકી સાવરકર

નાથુરામ અને ગોપાલ ગોડસે RSSના સભ્ય હતા તેવી કબૂલાત ખુદ સાવરકરના પ્રપૌત્રે કરીને RSSના દાયકાઓ જૂના જૂઠ્ઠાણાનો પર્દાફાશ કરી દીધો.
Nathuram Gopal Godse were RSS members Satyaki Savarkar
Nathuram Gopal Godse were RSS members Satyaki Savarkar

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામેના બદનક્ષીના કેસમાં પુણેની વિશેષ MP-MLA કોર્ટમાં સાક્ષી આપતી વખતે વિનાયક દામોદર સાવરકરના પિતરાઈ પ્રપૌત્ર સાત્યકી સાવરકરે અદાલત સમક્ષ એક એવો સ્વીકાર કર્યો છે, જેણે દેશના સામાજિક-રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જ્યો છે.

અદાલતમાં જિરાહ દરમિયાન સાત્યકીએ સ્પષ્ટ શબ્દોમાં માન્યું કે મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસે અને તેમના ભાઈ ગોપાલ ગોડસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સક્રિય સભ્યો હતા. સાત્યકીના આ સ્વીકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દાયકાઓથી ચલાવવામાં આવતા એ દાવાની હવા કાઢી નાખી છે કે ગોડસે બંધુઓનો સંઘ સાથે કોઈ સંબંધ નહોતો.

RSS ના જૂના જુઠ્ઠાણા અને કોમવાદી એજન્ડાનો પર્દાફાશ

30 જાન્યુઆરી 1948ના રોજ જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી, ત્યારથી જ RSS અને તેની વિચારધારા સાથે જોડાયેલા સંગઠનો સતત દાવો કરતા આવ્યા છે કે નાથૂરામ ગોડસે સંઘ છોડી ચૂક્યા હતા અને ગાંધીજીની હત્યામાં સંઘની કોઈ ભૂમિકા નહોતી. પરંતુ વિનાયક દામોદર સાવરકરના પિતરાઈ પ્રપૌત્ર સાત્યકી સાવરકરે કોર્ટના સોગંદનામા સમક્ષ આપેલી જુબાનીએ સંઘના આ કોમવાદી અને છળકપટથી ભરેલા એજન્ડાની હવા કાઢી નાખી છે.

અદાલતમાં જ્યારે એડવોકેટ મિલિંદ પવારે પ્રશ્નો પૂછ્યા ત્યારે સાત્યકી સાવરકરે કબૂલ્યું કે તેમના નાના ગોપાલ ગોડસે અને ગોપાલ ગોડસેના ભાઈ નાથૂરામ ગોડસે RSSના સક્રિય કાર્યકર્તા હતા. આ સાથે જ સાવરકર અને ગોડસે પરિવાર વચ્ચેના કૌટુંબિક સંબંધો અને તેમની સંયુક્ત વિચારધારા પણ ખુલ્લી પડી ગઈ છે. 8 દેશદ્રોહી આરોપીઓ પર ચાલેલા મહાત્મા ગાંધીની હત્યાના કેસમાં નાથૂરામ ગોડસે, ગોપાલ ગોડસે અને વિનાયક દામોદર સાવરકર ત્રણેય આરોપી હતા. નાથૂરામ ગોડસે અને નારાયણ આપટેને ફાંસી આપવામાં આવી હતી, જ્યારે ગોપાલ ગોડસેને 14 વર્ષથી વધુની આજીવન કેદની સજા થઈ હતી.

આ પણ વાંચોઃ ગોડસેના વખાણ કરનાર પ્રોફેસરને પ્રમોશન આપી સીધા ડીન બનાવાયા

દ્વેષપૂર્ણ રાજકારણ અને છદ્મ રાષ્ટ્રવાદ

ગાંધીજી જેવા અહિંસાના પક્ષધર અને દેશને એકતાના તાંતણે બાંધનાર નેતાની હત્યા માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નહોતો, પરંતુ ભારતના બહુલતાવાદી અને બિનસાંપ્રદાયિક આત્મા પરનો પ્રહાર હતો. RSS હંમેશા પોતાના ઝેરીલા અને કોમવાદી એજન્ડા દ્વારા દેશની એકતાને તોડવાનો પ્રયાસ કરતું આવ્યું છે. ગોડસે બંધુઓને પોતાના સક્રિય સભ્યો તરીકે સ્વીકારવાને બદલે સંઘે હંમેશા સત્ય છુપાવ્યું છે. પરંતુ અદાલતની કાર્યવાહીમાં થયેલા આ ખુલાસાએ સાબિત કરી દીધું છે કે દેશમાં હિંસા અને વિભાજનકારી વિચારોનું બીજ રોપનાર મૂળ ક્યાં જોડાયેલા છે.

સાત્યકી સાવરકરે કોર્ટમાં એ પણ સ્વીકાર્યું કે નાથૂરામ ગોડસે હિન્દુ મહાસભાના સક્રિય નેતા હતા. ગોપાલ ગોડસે પોતાની કેદની સજા પૂરી કર્યા પછી આશરે 35 વર્ષ સુધી પુણેમાં રહ્યા અને અનેક પુસ્તકો પણ લખ્યા. ગોપાલ ગોડસેએ 28 જાન્યુઆરી 1994ના રોજ એક મુલાકાતમાં પોતે અને નાથૂરામ સંઘમાંથી ક્યારેય બહાર નહોતા નીકળ્યા તેવો ખુલાસો કર્યો હતો, જેના પર સાત્યકીએ અજ્ઞાનતા દર્શાવી હતી. પરંતુ આજે જ્યારે સાવરકરના પરિવારે જ અદાલતમાં ગોડસે બંધુઓની સંઘીય પૃષ્ઠભૂમિનો સ્વીકાર કરી લીધો છે, ત્યારે RSS માટે આ સત્યમાંથી ભાગવું શક્ય નથી.

આ પણ વાંચોઃ ડૉ.આંબેડકર અને સાવરકર વચ્ચે કેવો સંબંધ હતો?

ઇતિહાસની સત્યતા અને ન્યાયની માંગ

રાહુલ ગાંધીએ 2023માં લંડનમાં આપેલા ભાષણ સંદર્ભે સાત્યકી સાવરકરે રૂ. 500 કરોડથી વધુની બદનક્ષીની અરજી કરીને કાનૂની દાવપેચ ખેલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જિરાહ દરમિયાન ખુદ તેમના જ નિવેદનોએ ઇતિહાસના કાળા પ્રકરણો પરથી પડદો હટાવી દીધો છે. આરોપી પક્ષે રાહુલ ગાંધીની વોઇસ સેમ્પલ લેવાની પણ માંગ કરી છે, જેના પર કોર્ટે 1 સપ્ટેમ્બરના રોજ સુનાવણી નક્કી કરી છે.
કોમવાદી એજન્ડા ચલાવતા સંગઠનો ઇતિહાસને ગમે તેટલો ટ્વિસ્ટ કરવાનો પ્રયાસ કરે, પરંતુ કોર્ટના રેકોર્ડ અને સત્યને ક્યારેય ભૂંસી શકાતું નથી. સાત્યકી સાવરકરના આ સ્વીકારે રાષ્ટ્રપિતાના હત્યારાઓ અને તેમના સમર્થકોનો વાસ્તવિક ચહેરો દેશ સમક્ષ ખુલ્લો મૂકી દીધો છે. આ સાથે જ છદ્મ રાષ્ટ્રવાદના ઓઠાં હેઠળ દેશને ગુમરાહ કરનાર RSS અને તેના કોમવાદી સંગઠનોનું મહોરું પણ ઉતરી ગયું છે.

આ પણ વાંચોઃ સાવરકરે અંગ્રેજો પાસે 10 વાર માફી માંગી હતી, પૌત્રે ભરી કોર્ટમાં સ્વીકાર્યું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • Add your answer
0
Would love your thoughts, please comment.x
()
x