બ્રાહ્મણ પરિવારે ગાય કાપી ગૌમાંસ વેચ્યું! 2 મહિલાની ધરપકડ

બ્રાહ્મણ પરિવારે સાથે મળી પડોશીની ગાય ચોરી તેને કાપી નાખી તેનું માંસ વેચ્યું. શુક્લા પરિવારની બે મહિલા સહિત ત્રણની ધરપકડ.
prayagraj-cow-slaughter-brahmin-family-arrested-up

દેશભરમાં ગૌરક્ષા અને ગૌમાંસના નામે ચોક્કસ સમાજને નિશાન બનાવવાની ઘટનાઓ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે ગૌહત્યા કે ગૌમાંસના શંકાસ્પદ કેસોમાં દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતી સમાજના લોકોને શંકાની નજરે જોવામાં આવે છે અથવા કથિત ગૌરક્ષકો દ્વારા તેમના પર હુમલા કરવામાં આવે છે. પરંતુ પ્રયાગરાજના હંડિયા થાણા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ગુનો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈ જાતિ કે ધર્મ જોઈને થતી નથી, પરંતુ કાયદાનો ડર ન રાખનાર કોઈપણ વ્યક્તિ આવી પ્રવૃત્તિમાં સામેલ હોઈ શકે છે.

મામલો શું હતો?

પ્રયાગરાજ કમિશ્નરેટના હંડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરા બડૈરા ગામના નિવાસી નાગેશ કુમાર ત્રિપાઠીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની ગાય 3 સપ્ટેમ્બર 2026ના રોજ પોતાના ખૂંટેથી ગાયબ થઈ ગઈ હતી. ભારે શોધખોળ બાદ 6 સપ્ટેમ્બર 2026ના રોજ બજહા મિશ્રાન ગામની ઝાડીઓ પાસે આવેલા એક જૂના કૂવામાંથી ગાયના અવશેષો મળી આવ્યા હતા.

આ ઘટના સામે આવ્યા બાદ પીડિતની ફરિયાદના આધારે હંડિયા પોલીસ સ્ટેશનમાં FIR નંબર 471/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની ધારા 303(2) અને ગૌવધ નિવારણ કાયદાની ધારા 3/5/8 હેઠળ 5 નામજોગ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ‘મોદી સરકારમાં સૌથી વધુ ગૌમાંસ એક્સપોર્ટ થાય છે’ – ઇન્દ્રનીલ રાજ્યગુરુ

બ્રાહ્મણ પરિવારના 3 સભ્યોની ધરપકડ, 2 ફરાર

ગંગાનગર ઝોનના ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ અને ACP હંડિયાના નેતૃત્વમાં રચાયેલી સ્પેશિયલ પોલીસ ટીમે 7 સપ્ટેમ્બર 2026ના રોજ દરોડો પાડીને બજહા મિશ્રાન પાસે થી 3 આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં સાગર શુક્લા ઉર્ફે છોટુ (22 વર્ષ), રચના શુક્લા ઉર્ફે રંજના (52 વર્ષ) અને અનીતા શુક્લા (20 વર્ષ)નો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓએ બતાવેલી જગ્યા પરથી ગાયનું ચામડું, માંસ વેચીને મેળવેલા 880 રૂપિયા રોકડા, 3 ધારદાર અસ્ત્રા અને 2 લાકડાના ઠિહા જપ્ત કર્યા છે. શસ્ત્રો મળી આવવાના કારણે કેસમાં આર્મ્સ એક્ટની ધારા 4/25 પણ ઉમેરવામાં આવી છે. આ કેસમાં નામજદ અન્ય 2 આરોપીઓ—રજ્જન શુક્લા અને અંકિત શુક્લા હજુ ફરાર છે, જેમને પકડવા પોલીસે ટીમો બનાવી છે.

આ પણ વાંચોઃ ‘અહીં ગાયો કાપો છો?’ કહી દલિતો પર હિંદુ સંગઠનોનો હુમલો

બજરંગ દળ અને વિહિપના કાર્યકરો શું કરશે?

આ ઘટના એટલા માટે ચર્ચામાં આવી છે કેમ કે, દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી RSS, બજરંગ દળ અને વિહિપ જેવા સંગઠનો સાથે જોડાયેલા કથિત ગૌરક્ષકો દ્વારા ગૌમાંસ કે ગૌહત્યાની આશંકા માત્રથી દલિતો અને લઘુમતીઓ પર હુમલા કરવાની અનેક ઘટનાઓ સામે આવી છે. અનેક કિસ્સાઓમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે આ વાસ્તવિકતા પાછળ પૂર્વગ્રહયુક્ત માનસિકતા કામ કરતી હોય છે. શું હવે બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો આ બ્રાહ્મણ પરિવારના ઘરે જઈને તોફાન મચાવશે ખરાં?

પ્રયાગરાજની આ ઘટના એવા તત્વો સામે અરીસો ધરે છે જેઓ કોઈ ચોક્કસ સમાજ કે જાતિ પર કાયમી ધોરણે આક્ષેપો મૂકે છે. જ્યારે કાયદો બધા માટે સમાન છે, ત્યારે આ કિસ્સાએ સાબિત કર્યું છે કે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર આરોપી કોઈ પણ જ્ઞાતિનો હોઈ શકે છે. હાલમાં સિનિયર સબ-ઇન્સ્પેક્ટર મનોજ કુમાર સિંહ અને તેમની ટીમ દ્વારા આરોપીઓ સામે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ઉના કાંડમાં 10 વર્ષે ચુકાદોઃ 5 ગૌરક્ષકો દોષિત, 38 નિર્દોષ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x