12 વર્ષના પુત્રની નજર સામે આદિવાસી મહિલા પર ગેંગરેપ

ચોરી કરવા આવેલા શખ્સોએ હથિયારના જોરે પતિ સાથે મારામારી કરી માસૂમ પુત્રની નજર સામે જ આદિવાસી મહિલા પર ગેંગરેપ ગુજાર્યો.
Tribal woman graped

ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈન(Ujjain) જિલ્લાના બડનગર તાલુકામાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. અહીં ખેતરમાં ચોકીદારી કરતા એક શ્રમિક આદિવાસી પરિવારના ઘરમાં ચોરીના ઈરાદે ઘૂસેલા હથિયારધારી બદમાશોએ 12 વર્ષના માસૂમ પુત્રની નજર સામે જ મહિલા પર ગેંગરેપ(Tribal woman gang-raped) કર્યો હતો. પીડિતાના જણાવ્યા અનુસાર આ કૃત્યમાં બે થી ત્રણ શખ્સો સામેલ હતા, જ્યારે સ્થાનિક પોલીસે હાલમાં માત્ર એક અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ચોરીના ઈરાદે આવેલા શખ્સોનું કૃત્ય

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના ઉજ્જૈન શહેરથી આશરે 65 કિલોમીટર દૂર આવેલા બડનગર તાલુકાના એક ગામની છે. અહીં એક ગરીબ આદિવાસી પરિવાર ખેતરમાં રહીને ચોકીદારીનું કામ કરે છે અને ત્યાં જ બનાવેલી નાની તાપરી (ઝૂંપડી) માં રહીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગત 18 જૂનની રાત્રે આશરે 12 વાગ્યાના સુમારે પાંચ સશસ્ત્ર બદમાશો ખેતરમાં લાગેલી પવનચક્કીના કિંમતી વાયરની ચોરી કરવાના ઈરાદે ત્યાં ઘૂસ્યા હતા. તે સમયે આદિવાસી દંપતી અને તેમનો 12 વર્ષનો પુત્ર ઝૂંપડીમાં સૂતા હતા.

આ પણ વાંચો: આદિવાસી સિક્યોરિટી ગાર્ડનો પુત્ર ઈશાન કિશન કરતા ઉંચી કિંમતે ખરીદાયો

બદમાશોએ સૌપ્રથમ ઝૂંપડીમાં ઘૂસીને પરિવારને જગાડ્યો હતો અને મહિલાના પતિને બળપૂર્વક ખેતરની બહાર લઈ ગયા હતા. ત્યાં હુમલાખોરોએ બંદૂકની અણીએ પતિ સાથે ક્રૂરતાપૂર્વક મારપીટ કરી હતી અને તે દરમિયાન પવનચક્કીના વાયરની ચોરી કરી લીધી હતી. આ હિંસા સમયે મહિલા અને તેનો પુત્ર ઝૂંપડીની અંદર જ બંધ હતા.

માસૂમ પુત્રની નજર સામે જ સામૂહિક દુષ્કર્મ

પતિને બંધક બનાવ્યા બાદ, કેટલાક હથિયારધારી બદમાશો ઝૂંપડીમાં ઘૂસી ગયા હતા. તેઓએ આદિવાસી મહિલા અને તેના 12 વર્ષના પુત્રને ડરાવી-ધમકાવીને નજીકની અવાવરું ઝાડીઓમાં લઈ ગયા હતા. ત્યાં બદમાશોએ હથિયાર બતાવીને માસૂમ પુત્રની નજર સામે જ તેની માતા પર વારાફરતી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર ઘટના દરમિયાન આરોપીઓએ હથિયારોના જોરે માસૂમ બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપીને શાંત રાખ્યો હતો. પોતાની નજર સામે જ માતા સાથે બનેલી આ ભયાનક ઘટનાને કારણે 12 વર્ષનો બાળક હાલ ભારે માનસિક આઘાતમાં સરી પડ્યો છે.

આ પણ વાંચો: આદિવાસીઓની જમીન પર કૉંગ્રેસ નેતાએ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવી

પીડિત પરિવારના આક્ષેપો અને પોલીસની કાર્યવાહી

ઘટના બાદ પીડિત પરિવારે હિંમત ભેગી કરીને સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પીડિતા અને તેના પુત્રએ પોલીસ સમક્ષ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે આ ગુનામાં બે થી ત્રણ બદમાશોએ વારાફરતી મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, બડનગર પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા અનુસાર, પોલીસે હાલમાં આ મામલે એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે. પીડિત પરિવારના સામૂહિક દુષ્કર્મના આક્ષેપો વચ્ચે પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ફરાર આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

પણ વાંચો: અમદાવાદમાં દરબાર શખ્સે આદિવાસી પોલીસકર્મી પર જીવલેણ હુમલો કર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x