દુશ્મનાવટમાં સવર્ણ શખ્સે દલિત બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું

‘આજે તમને કોઈને છોડવા નથી’ કહીને જાતિવાદી શખ્સે દલિત પરિવારના સાત વર્ષના નિર્દોષ બાળક પર પૂરપાટ ઝડપે ટ્રેક્ટર ચઢાવી દેતા કમકમાટીભર્યું મોત નીપજ્યું.
dalitchild

Kasganj News: જાતિવાદી તત્વો જ્યારે દલિતો સાથે કોઈ બાબતે વાંકુ પડે ત્યારે તેનો બદલો લેવા માટે નિર્દોષ બાળકોનો પણ વિચાર કરતા નથી. એવી અનેક ઘટનાઓ બને છે જેમાં દલિતો સાથે જૂની અદાવતમાં તેમના બાળકોનો ભોગ લેવાયો હોય. આવી જ એક ઘટના જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) ના કાસગંજ (Kasganj) માં બની છે. અહીં જૂની દુશ્મનાવટને કારણે, એક જાતિવાદી શખ્સે સાત વર્ષના દલિત બાળક (Dalit child) પર ટ્રેક્ટર ચઢાવી તેને કચડી નાખ્યું (runs over with tractor-trolley) હતું.

ઘટના બાદ આરોપી ડ્રાઈવર ટ્રેક્ટર-ટ્રોલી છોડીને ભાગી ગયો હતો. પરિવારના સભ્યોની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આરોપીની શોધ શરૂ કરી દેવામાં આવી છે.
દલિત પરિવાર સાથે ગાળાગાળી કરી ટ્રેક્ટર ચઢાવી દીધું.

 

લક્ષ્મી નગર (Laxminagar village) ગામના રહેવાસી દલિત સમાજમાંથી આવતા હરિશ્ચંદ્રએ અમનપુર પોલીસ સ્ટેશન (Amanpur police station) માં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો તે જ ગામના કથિત સવર્ણ જાતિના હેમચંદ્ર સિંહના પુત્ર ધર્મેન્દ્ર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. રવિવારે બપોરે 1 વાગ્યે ધર્મેન્દ્રએ ગાળાગાળી કરી અને જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરીને હરિશ્ચંદ્રને ધમકી આપી કે તે આજે તમને એકેયને છોડવાના નથી. એ પછી, તે સીધો પોતાના ટ્રેક્ટર પર બેસી ગયો હતો અને ટ્રેક્ટર-ટ્રોલી માસૂમ અર્પિત પર ચડાવી દીધી હતી. જેના કારણે બાળક ગંભીર રીતે ઘાયલ થયો.

હોસ્પિટલમાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું

પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર માટે અમનપુર સીએચસી લઈ ગયા, પરંતુ ત્યાં તપાસ કર્યા બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યું હતું. અકસ્માત બાદ આરોપી હેમચંદ્ર સિંહ ટ્રેક્ટર-ટ્રોલીને ઘટનાસ્થળે છોડીને ભાગી ગયો હતો. પોલીસે ટ્રેક્ટર-ટ્રોલી કબજે કરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ દલિત પરિવાર પોતાના નિર્દોષ બાળકના મૃતદેહ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. ઘટના બાદ મૃતકના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

 

સમગ્ર મામલે એસએચઓ ચંચલ સિરોહીએ જણાવ્યું હતું કે, બાળકના પરિવારના સભ્યોની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે ટ્રેક્ટર-ટ્રોલી કબજે કરી લીધી છે અને ફરાર આરોપી હેમચંદ્ર સિંહની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો: ‘તું દલિત થઈને મોંઘી બાઈક ચલાવે છે?’ કહી દલિત યુવકના હાથ ભાંગી નાખ્યા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • આરોપો પાયાવિહોણા છે. GPSC ની કામગીરી પારદર્શક અને નિયમાનુસાર થઈ રહી છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • ગંભીરતાથી તપાસ થવી જોઈએ. વિદ્યાર્થીઓ કે વિવિધ વર્ગો દ્વારા ઊભા કરાયેલા પ્રશ્નોની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • સુધારાની જરૂર છે. ભરતી પ્રક્રિયામાં વધુ સમાનતા અને પારદર્શિતા લાવવાની જરૂર છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • કંઈ કહી શકાય નહીં 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
Total Votes: 0
August 10, 2026 - August 10, 2026
Voting is closed
0
Would love your thoughts, please comment.x
()
x