મહિલા અત્યાચારો માટે કુખ્યાત રાજસ્થાન(Rajasthan) માં ફરી એક જઘન્ય ઘટના બની છે. અહીંના ટોંક (Tonk) માં એક દલિત સગીરા પર સામૂહિક બળાત્કાર (Dalit Minor gang raped) ગુજારવામાં આવ્યો છે. આરોપીએ સગીરાનો અશ્લીલ વીડિયો બનાવી મિત્રો સાથે શેર કરતા હોબાળો મચી ગયો છે. આરોપી પીડિતાને બ્લેકમેલ કરતો રહ્યો અને વારંવાર બળાત્કાર કરતો રહ્યો. ઘણી વખત બ્લેકમેલના નામે તેની પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા. આરોપી સગીરાને શહેરના અલગ અલગ સ્થળોએ લઈ ગયા અને તેના પર સામૂહિક બળાત્કાર કર્યો. જ્યારે તેનો વીડિયો તેના ભાઈ સુધી પહોંચ્યો ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો. એ પછી પીડિતાએ તેના પિતા સાથે મળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ચાર આરોપીઓની ધરપકડ
સગીરાના પિતાના રિપોર્ટના આધારે પોલીસે કેસ નોંધ્યો અને પીડિતાની મેડિકલ તપાસ કરાવી અને કેસમાં ચાર આરોપીઓની અટકાયત કરી છે. શહેરના એક કાફે સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાન કહે છે કે કેસ નોંધાતાની સાથે જ અમે કાર્યવાહી કરી અને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. ઉપરાંત FSL ટીમ દ્વારા ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. ડીએસપી ટોંક આ મામલાની તપાસ કરી રહ્યા છે.
ગેંગરેપનો વીડિયો બનાવી મિત્રોમાં શેર કર્યો
જૂની ટોંક પોલીસ સ્ટેશનના વડા નેમીચંદે જણાવ્યું હતું કે એક યુવકે પહેલા સોશિયલ મીડિયા પર સગીરા સાથે મિત્રતા કરી, એ પછી તેને ફોસલાવીને તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને તેના આધારે તેને બ્લેકમેલ કરીને પૈસા પડાવવા લાગ્યો. સગીરા પાસેથી પૈસા પડાવ્યા પછી તેણે વીડિયો અને આઈડી તેના મિત્રો સાથે શેર કર્યો. એ પછી, સગીરાને બ્લેકમેલ કરીને અનેક વખત ગેંગરેપ કરવામાં આવ્યો. પીડિતાના પિતાએ 15 ફેબ્રુઆરીના રોજ જૂની ટોંક પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે છોકરીની મેડિકલ તપાસ કરાવી અને કેસ નોંધ્યો. જેની તપાસ ટોંક સીઓ રાજેશ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ 4 પોલીસ સ્ટેશનની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો
भाजपा के शासन में असुरक्षा के कारण क्या बालिकाओं का घर से निकलना तक बन्द हो जाएगा?
मीडिया रिपोर्ट्स के अनुसार भाजपा के शासन में राजस्थान नाबालिगों के साथ बलात्कार के मामलों में देश में नंबर 1 हो गया है। टोंक में नाबालिग दलित बालिका के साथ ब्लैकमेल कर गैंगरेप एवं अजमेर में कई…
— Ashok Gehlot (@ashokgehlot51) February 18, 2025
પ્રાથમિક તપાસ શરૂ
તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે કિશોરે જે છોકરાઓ પર આરોપ લગાવ્યો છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી કેટલા સગીર છે તે અંગે હાલમાં કંઈ કહી શકાય નહીં. તપાસ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે. પીડિતાએ જણાવેલા સ્થળોની તપાસ કરવાની સાથે, FSL ટીમની મદદથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. એમાં પણ પોલીસે એક કાફે પર દરોડો પાડ્યો હતો અને પીડિતા સાથે ગુનાના સ્થળે જઈને FSL ટીમની મદદથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા.
સગીરના ભાઈ સુધી વીડિયો પહોંચ્યો અને કેસ દાખલ કરાયો
આ આખી ઘટનામાં સૌથી આઘાતજનક વાત એ છે કે, સગીરાના ભાઈ પાસે તેની સગી બહેન પર થતા ગેંગરેપનો આ વીડિયો પહોંચી ગયો હતો. સગીરા એ હદે ડરેલી હતી કે તેની સાથે આટલી હદે અત્યાચાર થઈ રહ્યો હોવા છતાં તે પરિવાર સામે એક શબ્દ બોલી શકી નહોતી. પરંતુ જ્યારે આખો વીડિયો તેના ભાઈ સુધી પહોંચ્યો ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો. એ પછી સગીરાએ આપવીતી પરિવારને જણાવી હતી. ત્યારબાદ પિતા સાથે મળીને જૂની ટોંક પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોંધાવ્યો હતો. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
પૂર્વ મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી
પૂર્વ સીએમ અશોક ગેહલોતે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વર્તમાન સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સગીરાઓ પર બળાત્કારના કેસોમાં રાજસ્થાન દેશમાં નંબર 1 બન્યું છે. જેના પર તેમણે સીએમ ભજનલાલ શર્માને મહિલા સુરક્ષા અંગેની પરિસ્થિતિની સમીક્ષા કરવા જણાવ્યું છે.
આ પણ વાંચોઃ દલિત વરરાજાને ઘોડી પરથી ઉતારી લુખ્ખા તત્વો ઘોડી સાથે લઈ ગયા