આગામી 9 વર્ષમાં સરકાર 94,353 શિક્ષકોની ભરતી કરશે

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી 9 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરાયું. મોટાભાગની જગ્યાઓ પ્રાથમિક શિક્ષકો માટેની રહેશે.
teachers

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આગામી વર્ષ 2033 સુધીનું નવ વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. આ નવ વર્ષ દરમિયાન ક્રમશ: અંદાજિત 94353 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સૌથી વધુ જગ્યાઓ પ્રાથમિક શિક્ષકોની જગ્યા ભરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતી અંગેનું આગામી 9 વર્ષ સુધીનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. અંદાજે 94 હજારથી વધુ જગ્યાઓ પર ક્રમશઃ ભરતી કરવામાં આવશે.

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા અત્યારથી વર્ષ 2033 સુધીનું એટલે કે, આગામી 9 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ નવ વર્ષ દરમિયાન દર વર્ષે નિયત કરાયેલી જગ્યાઓ પર તબક્કાવાર કુલ મળીને 94 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે.

શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે તબક્કા વાર નિયત કરેલી જગ્યાઓ મળીને વર્ષ 2033 સુધીમાં કુલ 94353 જગ્યાઓ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મહત્વની બાબત એ છે કે, આ 94 હજારથી વધુ જગ્યાઓમાં પ્રાથમિક શિક્ષકોની સૌથી વધુ જગ્યાઓ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 9 વર્ષમા શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

ક્યાં વર્ષ દરમિયાન કેટલી જગ્યાઓ માટે ભરતી થશે?

વર્ષ    જગ્યાની સંખ્યા
2025-11300
2026-6503
2027- 5698
2028-5427
2029- 430
2030- 8283
2031 -8396
2032- 18496
2033- 13143

આ પણ વાંચો: પટેલ સીએમે પટેલોના કેસો પાછા ખેંચ્યા, દલિતો-ઠાકોરોના ક્યારે?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x