મોહમ્મદ શમીની બેન-બનેવી MNREGAમાં મજૂર, માંડ રૂ. 237 કમાય છે

ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન-બનેવીના નામ MNREGAના મજૂરોની યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યા છે અને તેમને કાયદેસર દરરોજની મજૂરી ચૂકવવામાં આવે છે.
mohammed shami

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં મનરેગા યોજનામાં એક મોટી છેતરપિંડી પ્રકાશમાં આવી છે, જ્યાં ગામના સરપંચે પોતાના પરિવારના બધા સભ્યો અને ઓળખીતાને મનરેગા યોજનાના મજૂર બનાવી દીધા હતા. એટલું જ નહીં, આ બધા લોકોના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા અને ઉપાડી પણ લીધાં. આશ્ચર્યજનક વાત એ છે કે સરપંચે પરિવારના સભ્યોની સાથે ક્રિકેટર મોહમ્મદ શમી(Mohammed Shami)ની બહેન શબીના અને બનેવીને પણ મનરેગાના મજૂર બનાવી દીધાં અને તેમના ખાતામાં પણ બાકાયદા મનરેગાની મજૂરીના પૈસા જમા કરાવ્યા. સરપંચે જે લોકોના મનરેગા કાર્ડ બનાવ્યા છે, તેમાં એક વકીલ, એક MBBS નો વિદ્યાર્થી અને એક પણ એન્જિનિયર છે અને તે બધાને પણ મનરેગાની મજૂરી ચૂકવવામાં આવી રહી છે.

શમીની બહેનના ખાતામાં 70 હજાર જમા થયા

અમરોહાના જે ગામમાં મનરેગા વેતન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે તે જોયા બ્લોકનું પલોલા ગામ છે. અહીં મનરેગા યોજના હેઠળ 657 જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આમાંથી લગભગ 150 સક્રિય કાર્ડ છે. ગઝનવીની પત્ની શબીનાનું નામ પણ આ યાદીમાં 473મા ક્રમે છે. રેકોર્ડ મુજબ, શબીનાનું નામ મનરેગા યોજના હેઠળ 4 જાન્યુઆરી, 2021 ના ​​રોજ નોંધાયું હતું. 21 માર્ચ 2022 થી 23 જુલાઈ 2024 સુધી, શબીનાએ મનરેગામાં 374 દિવસ કામ કર્યું છે. બદલામાં, શબીનાને તેના ખાતામાં લગભગ 70 હજાર રૂપિયા મળ્યા છે.

શમીના બનેવીના ખાતામાં 66,000 આવ્યા

સમગ્ર મામલાની માહિતી એકઠી કર્યા પછી જાણવા મળ્યું કે શબીના અને ગઝનવી જોયા શહેરમાં રહે છે. રેકોર્ડ મુજબ, શબીનાના પતિ ગઝનવી પણ મનરેગા કામદાર છે.

આ પણ વાંચો: બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?

રેકોર્ડમાં લખેલું છે કે ગઝનવીએ વર્ષ 2021 થી 2024 સુધી લગભગ 300 દિવસ મજૂર તરીકે કામ કર્યું હતું. આ કામના બદલામાં તેમના ખાતામાં લગભગ 66 હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

દીકરીના નામે પણ મનરેગા કાર્ડ બનાવ્યું હતું

જોબ કાર્ડ યાદીમાં નેહાનું નામ ૫૭૬મા ક્રમે છે. તે ગામના સરપંચની પુત્રી છે. વર્ષ 2019 માં લગ્ન કર્યા પછી તે તેના પતિ સાથે ગામથી લગભગ સાત કિલોમીટર દૂર જોયા શહેરમાં રહે છે. તેની પાસે પણ મનરેગા જોબ કાર્ડ છે. વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન તેમના ખાતામાં પણ ઘણા પૈસા જમા કરવામાં આવ્યા છે.

ગામલોકોએ કહ્યું- સરપંચે આખા પરિવાર માટે મનરેગા કાર્ડ બનાવડાવ્યા

જ્યારે આ સમગ્ર મામલે ગામલોકોથી વાત કરવામાં આવી ત્યારે ગામલોકોએ એમ પણ જણાવ્યું કે ગામના વડાએ તેમની પુત્રવધૂ, પુત્ર અને સંબંધીઓ સહિત ઘણા લોકો માટે મનરેગા કાર્ડ બનાવડાવ્યા છે. એક દીકરો MBBSનો અભ્યાસ કરી રહ્યો છે. તેના ખાતામાં પૈસા આવી રહ્યા છે. સેંકડો ખાતાઓમાં છેતરપિંડીથી પૈસા મોકલીને સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે. દરમિયાન, મનરેગા વેતનમાં છેતરપિંડી પ્રકાશમાં આવ્યા બાદ, જિલ્લા મેજિસ્ટ્રેટ નિધિ ગુપ્તા વત્સે તપાસનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે જો આરોપો સાચા સાબિત થશે, તો બધા પૈસા વસૂલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શબીના ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન અને વર્તમાન સરપંચ ગુલે આઈશાની પુત્રવધૂ છે.

આ પણ વાંચો: ‘બુલડોઝરથી કોઈનું ઘર તોડી પાડવું એ બંધારણ તોડી પાડવા સમાન’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x