ગુજરાતમાં G-20 અને વાઈબ્રન્ટ ગુજરાત પાછળ 1.62 અબજનો ખર્ચ થયો

આ આંકડો ખુદ રાજ્ય સરકારે આપ્યો છે અને તે માત્ર છેલ્લાં બે વર્ષનો છે. તો વિચારો અત્યાર સુધીમાં થયેલી કુલ વાયબ્રન્ટ સમિટમાં કેટલો ખર્ચ થયો હશે.
g-20 and vibrant gujarat

ગુજરાત સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન જી-20 સમિટ અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પાછળ કુલ મળીને રૂ. 162,75,23,769/ની રકમનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભામાં એકરાર કરાયો છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસની બેઠકમાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત હરદાસભાઈ ખવાએ સવાલ ઉઠાવ્યો હતો. જેમાં તેમણે તા. 31-01-2025ની સ્થિતિએ રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ઉદ્યોગ પ્રભાગ તાબા હેઠળ ઇન્ડેક્સ-બી દ્વારા કેટલા મહોત્સવો, સમિટ અને શો યોજવામાં આવ્યા હતા? ઉક્ત મહોત્સવ, સમિટ અને શો વાર ક્યાં હેતુ માટે કેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો? તેની માહિતી માંગી હતી.

આ પણ વાંચો:  કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા

ધારાસભ્ય હેમંત ખવાના સવાલના પ્રત્યુત્તરમાં રાજ્યના ઉદ્યોગ મંત્રીએ લેખિતમાં માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ઉક્ત સ્થિતિ છેલ્લા બે વર્ષમાં જી-20 દેશોની ભારતની અધ્યક્ષતા દરમિયાન ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ બેઠકો/મિટિંગો યોજાઇ હતી. તેમજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું આયોજન કરાયું હતું.

આ આયોજન અંતર્ગત જી-20 દેશોની ભારતની અધ્યક્ષતા દરમિયાન ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ બેઠકો અને મિટિંગોનું આયોજન કરાયું હતું. જે અંગે રૂ. 48,21,93,893/ની રકમનો ખર્ચ થયો હતો.

જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના આયોજન પાછળ કુલ મળીને રૂ. 114,53,29,876/ની રકમનો ખર્ચ થયો હતો. આમ છેલ્લા બે વર્ષમાં ગુજરાત સરકારના ઉદ્યોગ પ્રભાગના તાબા હેઠળના ઇન્ડેક્સ-બી દ્વારા કુલ મળીને રૂ. 162,75,23,769/ની રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: ધારાસભ્યોની ગ્રાન્ટ 1.5 કરોડથી વધારીને 3 કરોડ કરાશે?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટમાં દાનમાં થયેલી કરોડોની ગેરરીતિ મુદ્દે તમે શું માનો છો?
  • Add your answer
0
Would love your thoughts, please comment.x
()
x