વી.એસ. હોસ્પિટલમાં MBBS ભણતી આદિવાસી દીકરીએ ગળેફાંસો ખાધો

અરવલ્લીના બાયડની વતની સુશીલા વસાવાને એમબીબીએસમાં વી.એસ. હોસ્પિટલમાં એડમિશન મળ્યું હતું. પણ ડોક્ટર બનતા પહેલા તેણે આત્મહત્યા કરી લીધી.
Dalit girl commits suicide

અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં આદિવાસી સમાજની એક હોનહાર દીકરીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ અરવલ્લી જિલ્લાના બાયડ વતની સુશીલા વસાવા ત્યાંની એન.એચ. શાહ હાઇસ્કૂલમાં ભણી ધો-12માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં એમબીબીએસમાં એડમિશન મેળવી અભ્યાસ કરતી હતી. શુક્રવાર રાત્રે તેણે નિયમિત રીતે માતા-પિતા સાથે ફોન પર વાત કર્યા બાદ પંખા સાથે લટકી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. સુશીલાના મોતને લઈ બાયડમાં ગમગીની છવાઈ ગઈ છે. બાયડની એન.એચ. શાહ હાઇસ્કૂલમાં ભણતી સુશીલા રમેશભાઈ વસાવાએ ધો-12 સાયન્સમાં 93.82 ટકા પર્સન્ટાઈલ રેન્ક તથા નીટમા 311 માર્ક મેળવ્યા હતા.

તેના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેને એમબીબીએસમાં અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં એડમિશન મળી ગયું હતું. પરંતુ અભ્યાસના એક વર્ષ બાદ અચાનક જ તેના મોતના સમાચાર આવતાં સમગ્ર બાયડમાં ગમગીની છવાઈ છે. શુક્રવાર રાત્રિના આઠ વાગ્યે સુશીલાએ તેના પિતાને અંતિમ વાત કરી મોડી રાત્રે વી.એસ. હોસ્પિટલ કમ્પાઉન્ડના પંખા સાથે લટકી ઓચિંતી આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો: પોલીસ, અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવ્યો

આ મામલે પોલીસે પરિવારને જાણ કરતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. જોકે કયા સંજોગોમાં આત્મહત્યા સુશીલાએ કરી તે એક પ્રશ્ન પેચીદો બની ગયો છે.

ભણવામાં હોંશિયાર સુશીલાને બાયડની હાઇસ્કૂલ તરફથી શિક્ષકોએ લેપટોપ ભેટમાં આપ્યું હતું. સુશીલાએ કાયમની જેમ રાત્રે 8 વાગ્યાની આસપાસ તેના પિતા રમેશભાઈ તથા માતાને ફોન કર્યો હતો. ફોન ઉપર તેણે કશા પણ ભાર વિના માતાપિતા સાથે વાત કરી હતી અને જમી લીધું કે નહીં તેમ સામાન્ય સવાલો કર્યા બાદ ફોન મૂક્યો હતો. છેલ્લે તેણે માતાપિતાને ‘મારી ચિંતા ના કરતાં’ તેમ આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ બીજા દિવસે વહેલી સવારે અમદાવાદ પોલીસે સુશીલાએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર આપતા વસાવા માતાપિતા પર આભ તૂટી પડ્યું હતું. પોલીસ હવે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ઠાકુર મહિલા નકલી SC સર્ટિફિકેટ પર ચૂંટણી જીતી મંત્રી બની ગઈ?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Narsinhbhai
Narsinhbhai
1 year ago

*ગુજરાતની હોસ્પિટલોમાં શું ચાલી રહ્યું છે, તેની ચકાસણી કરવા માટે સુપ્રિટેન્ડેન્ટ ઓફ હોસ્પિટલની નિમણૂક થતી હોય છે, છતાં વિદ્યાર્થીઓને ક્યા ક્યા
સંજોગોમાં આત્મહત્યા તરફ દોરી જવા માટે કયા કયા કારણો જવાબદાર હોય શકે? શર્મનાક બાબતો છે!

1
0
Would love your thoughts, please comment.x
()
x