લગ્નોમાં વાસણ ધોતા છોકરાએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે

કાચાં ઝૂંપડામાં જેનું બાળપણ વીત્યું, 2022 સુધી જેના ઘરમાં વીજળી નહોતી, માતા સાથે લગ્નોમાં એઠાં વાસણ સાફ કરતો, તે છોકરો હવે ડોક્ટર બનશે.
shravan kumar neet

“કૌન કહેતા હૈ આસમાં મેં સુરાખ નહીં હો સકતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો” – વિખ્યાત શાયર દુષ્યંત કુમારનો આ શેર જાતમહેનત જિંદાબાદમાં માનતા દલિત બહુજન સમાજે ગાંઠે બાંધી લેવા જેવો છે. દરેક મોરચે સંઘર્ષ કરતા આ સમાજે સામાજિક, આર્થિક અને રાજકીય અસમાનતા વચ્ચે પોતાની પ્રગતિની કેડી કંડારવાની છે. જેને જીવનમાં કશુંક મેળવવું છે, તો તે કદી પરિસ્થિતિના બહાના નથી કાઢતો. તે બસ પોતાની ધૂનમાં લક્ષ્ય તરફ આગળ વધવા મહેનત કરતો જાય છે અને છેલ્લે સફળતા મેળવે છે.

રાજસ્થાનના બાલોતરાના શ્રવણ કુમારની કહાની

રાજસ્થાનના ખટ્ટુ ગામના 19 વર્ષના શ્રવણકુમારની કહાની પણ કંઈક આવી જ છે. વીજળી વિનાના કાચા ઝૂંપડામાં તેનો જન્મ થયો, બાળપણ ત્યાં જ વિત્યું, પિતા મજૂરી કરે અને માતા સાથે તે લગ્નોમાં એઠાં વાસણ સાફ કરવા માટે જતો. લોકો પણ તેને વાસણ સાફ કરવાવાળો કહીને ચીડવતા. હવે એજ ‘વાસણ સાફ કરવાવાળાનો છોકરો’ NEET-UG પાસ કરીને ડોક્ટર બનવા જઈ રહ્યો છે. શ્રવણ કુમારની આ સફળતાએ સાબિત કરી દીધું છે કે, જો ઈદારો મજબૂત હોય તો પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તો પણ તે તમને સફળ થતા રોકી શકતી નથી. આર્થિક તંગી, મર્યાદિત સંસાધનો અને વિપરીત પરિસ્થિતિ છતાં શ્રવણે ડોક્ટર બનવાનું સપનું સાકાર કરવાની દિશામાં ડગલાં માંડી દીધાં છે.

shravan kumar neet

વર્ષ 2022 સુધી શ્રવણના ઘરમાં વીજળી નહોતી

રાજસ્થાનના થાર રણના તપતા ટેકરાઓ વચ્ચે બે કાચી ઝૂંપડીઓમાં ઉછરેલા શ્રવણ કુમાર રેખારામ સિયાગે NEET-2025 ની પરીક્ષામાં 556 ગુણ મેળવીને AIR 9754મો ક્રમ મેળવ્યો છે. આ શાનદાર સિદ્ધિ સાથે તેણે માત્ર તેના માતાપિતાનું સ્વપ્ન જ પૂર્ણ કર્યું નથી, પરંતુ સમગ્ર બાલોત્રા જિલ્લા અને સમાજને પણ ગૌરવ અપાવ્યું છે.

આ પણ વાંચો: 30 લાખ આપો અને NEET માં 650 પ્લસ માર્ક્સ મેળવો

શ્રવણ કુમારનો પરિવાર બાલોત્રા જિલ્લાના ગામ નરેવા (ખટ્ટુ)નો રહેવાસી છે. તેનું બાળપણ બે કાચી ઝૂંપડીઓમાં વિત્યું, જ્યાં 2022 ના અંત સુધી વીજળી પણ નહોતી. તેના પિતા એક ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરે છે અને માતા લગ્નોમાં વાસણ ધોવાનું કામ કરે છે. અનેકવાર શ્રવણ પણ માતા સાથે વાસણ ધોવા માટે જતો હતો.

શ્રવણે 10માં ધોરણમાં 97% અને 12મા ધોરણમાં 88% મેળવ્યા હતા. તેણે NEET 2025 માં 556 ગુણ અને OBC કેટેગરીમાં AIR 4071 (જનરલમાં 9754મો ક્રમ) મેળવ્યો. પોતાની મહેનત અને સરકારી યોજનાઓની મદદથી શ્રવણે કોઈપણ ખર્ચાળ કોચિંગ વિના આ સ્થાન સિદ્ધિ મેળવી છે.

શ્રવણ કુમાર ડોક્ટર બની ગામડાના લોકોની સેવા કરવા માંગે છે

રાજ્ય સરકારની સ્માર્ટફોન યોજના હેઠળ મળેલા મોબાઇલ ફોનથી તેણે ઓનલાઈન ફ્રી કોચિંગ મેળવ્યું. મફત મેડિકલ કોચિંગ પ્રોગ્રામથી તેને માર્ગદર્શન અને પ્રેરણા બંને મળ્યા. ઘરમાં વીજળી આવ્યા બાદ ઓનલાઈન અભ્યાસ શક્ય બન્યો અને તેણે દિવસ-રાત સખત મહેનત કરી.

shravan kumar neet

શ્રવણ કહે છે કે તે ડૉક્ટર બનીને ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય લોકોને તેમની ભાષામાં સમજ પડે તે રીતે સારવાર કરવા માંગે છે. તેનું પહેલું સ્વપ્ન તેના પિતાને મજૂરીમાંથી અને માતાને વાસણ ધોવામાંથી મુક્ત કરીને પાકું ઘર બનાવવાનું છે.

શ્રવણ કહે છે, “મારી પાસે ધોરણ 10 પછી અભ્યાસ ચાલુ રાખવા માટે પૈસા નહોતા, પરંતુ હું રોકાવા માંગતો ન હતો. એટલે દિવસે ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતો અને રાત્રે ક્યારેક મોબાઈલના ઝાંખા પ્રકાશમાં, તો ક્યારેક વીજળી વગર ભણતો હતો. ક્યારેક ઘર ચલાવવા માટે માતાપિતા સાથે લગ્નોમાં વાસણ ધોવાનું કામ કરતો. પરિસ્થિતિ ગમે તેટલી કપરી બની, પણ મેં મારું ભણવાનું લક્ષ્ય છોડ્યું નહોતું. આજે મેં NEET-UG 2025 માં, 556 ગુણ મેળવ્યા અને ઓલ ઈન્ડિયામાં 9754 મો રેન્ક મેળવ્યો છે.”

ત્રણ વાર નિષ્ફળતા મળી પણ હિંમત ન હાર્યો

શ્રવણનો આ ત્રીજો પ્રયાસ હતો – પરંતુ તે ક્યારેય અટક્યો નહોતો. ધોરણ ૧૦ માં ૯૭% અને ધોરણ ૧૨ માં ૮૭.૮% ગુણ મેળવ્યા હોવા છતાં, આર્થિક મુશ્કેલીઓએ તેને મજૂર તરીકે કામ કરવાની ફરજ પાડી. પણ શ્રવણનું જીવન ત્યારે બદલાઈ ગયું જ્યારે તેના શિક્ષકોએ તેને એક NGO ‘ફિફ્ટી વિલેજર્સ’ માં દાખલ કરાવ્યો, જેણે તેને ભણવામાં સહકાર આપ્યો. ઉપરાંત, બાડમેરના સરકારી ડોક્ટરોના એક જૂથે તેને NEET માટે મફત કોચિંગ આપ્યું. બે વાર નિષ્ફળ જવા છતાં શ્રવણે હાર ન માની. તેના શિક્ષકો અને શુભેચ્છકોએ તેને ફરીથી પ્રયાસ કરવા અને હાર ન માનવા માટે પ્રેરણા આપી.

આ પણ વાંચો: દલિત રીક્ષાચાલકની પુત્રી પહેલીવાર ફ્લાઈટમાં બેઠી અને મોત મળ્યું

શ્રવણના પિતા એક ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરે છે અને માતા ગામમાં લગ્ન અને કાર્યક્રમોમાં વાસણ ધોવે છે. તેનો પરિવાર એક માટીના ઘરમાં રહે છે જ્યાં ૨૦૨૨ ના અંત સુધી વીજળી નહોતી. અભ્યાસ માટે કોઈ કોચિંગ નહોતું, પરંતુ સરકારી યોજનાઓ હેઠળ મફત ઓનલાઈન કોચિંગ અને સ્માર્ટફોન યોજનાએ તેને મદદ કરી.

shravan kumar neet

સરકારી યોજનાને કારણે સ્માર્ટફોન મળ્યો તેનાથી ભણ્યો

શ્રવણને 10મા ધોરણમાં 97% અને 12મા ધોરણમાં 88% ગુણ મળ્યા. NEET 2025 માં OBC શ્રેણીમાં 4071 ક્રમ મેળવીને તેણે સરકારી મેડિકલ કોલેજમાં MBBS સીટ માટે ક્વોલિફાય કર્યું. તેને પરિણામના સમાચાર ફેક્ટરીમાં કામ કરતી વખતે મળ્યા – આ ક્ષણ તેના માટે લાગણીઓથી ભરેલી અને ઐતિહાસિક હતી. રાજસ્થાન સરકારની સ્માર્ટફોન યોજના હેઠળ તેની માતાને આપવામાં આવેલા ફોનથી તેણે ઓનલાઈન અભ્યાસ શરૂ કર્યો. તેને મફત ઓનલાઈન મેડિકલ કોચિંગનું માર્ગદર્શન મળ્યું અને સતત અભ્યાસ ચાલુ રાખ્યો. શ્રવણનું સ્વપ્ન ડૉક્ટર બનવાનું છે અને તેના જેવા ગ્રામજનોની સેવા કરવાનું છે, જેઓ તેમની પોતાની ભાષામાં સારવાર મેળવવાથી વંચિત છે.

બાલોતરાનો શ્રવણ લાખો યુવાનોનો પ્રેરણાસ્ત્રોત બન્યો

શ્રવણનું સ્વપ્ન ફક્ત ડૉક્ટર બનવાનું નથી – તેનું અસલી સ્વપ્ન તેના માતાપિતાને તે માન-સન્માન અપાવવાનું છે, જેના માટે તેઓ લાયક છે. શ્રવણ ઇચ્છે છે કે હવે તેના માતાપિતાને ક્યારેય કોઈના વાસણ ધોવા ન પડે અને તેઓ પણ સન્માનજનક જીવન જીવે.

શ્રવણ કુમારની આ કહાની માત્ર NEET પાસ કરવાની નથી, પરંતુ હાર પર વિજય મેળવવાની કહાની છે. આ કહાની આપણને સમજાવે છે કે, સંઘર્ષોમાં જન્મેલા સપનાની ઉડાનને કોઈ રોકી શકતું નથી, જો આત્મવિશ્વાસ ઊંચો હોય. બાલોત્રાનો શ્રવણ કુમાર હવે ફક્ત એક વિદ્યાર્થી નથી, પરંતુ લાખો યુવાનોનો પ્રેરણાસ્ત્રોત છે.

આ પણ વાંચો: ઉઘાડા પગે સ્કૂલે જતો દલિત બાળક ગામનો પહેલો 10મું પાસ વિદ્યાર્થી બન્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x