જિગ્નેશ મેવાણીએ ‘ધડક 2’ ને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી

જિગ્નેશ મેવાણીએ અમદાવાદમાં ધડક 2નું ખાસ સ્ક્રિનીંગ યોજ્યું. મિત્રો-કાર્યકરો સાથે ફિલ્મ નિહાળ્યા બાદ તેને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી છે.
Dhadak 2 movie

તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની નવી ફિલ્મ ધડક 2 થિયેટરોમાં ચાલી રહી છે. જેને ખાસ કરીને બહુજન સમાજના દર્શકોનો ભારે પ્રેમ મળી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ X પર પોસ્ટ મૂકીને ધડક 2ને ટેક્સ ફ્રી જાહેર કરવા માટે ગુજરાત અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે. ધડક 2 સાઉથના દિગ્ગજ ડિરેક્ટર પા. રંજિથે પ્રોડ્યુસ કરેલી અને મારી સેલ્વરાજે ડિરેક્ટરે તમિલ ફિલ્મ ‘પેરિયેરમ પેરુમલ’ની રિમેક છે. ધડક 2 ધીમી પણ મક્કમ ગતિએ થિયેટરોમાં દર્શકો મેળવી રહી છે. ગુજરાતમાં પણ બહુજન સમાજ થિયેટરોમાં તેને જોવા માટે ઉમટી રહ્યો છે. અમદાવાદના અનેક થિયેટરોમાં ધડક 2 સારી ચારી રહી છે.

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ધડક 2 ના શોનું અમદાવાદમાં આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો ફિલ્મ જોવા માટે જિગ્નેશ મેવાણી સાથે જોડાયા હતા. આ ફિલ્મ જોયા બાદ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મેવાણીએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે ધડક 2ને ટેક્સ ફ્રી કરવા માટે ગુજરાત અને કેન્દ્ર સરકારને અપીલ કરી હતી.

આ પણ વાંચો: ‘Dhadak 2’ માંથી CBFC એ જાતિવાદ દર્શાવતા 16 દ્રશ્યો હટાવ્યા

સાથે જ જિગ્નેશ મેવાણીએ બહુજન સમાજના લોકોને અપીલ કરી હતી કે તેઓ પરિવાર સાથે ધડક 2 ફિલ્મ જોવા જાય અને મિત્રો, પરિવારજનો તથા સગાસંબંધીઓને પણ તે જોવા જવા માટે અપીલ કરે. તેમણે ફિલ્મ જોયા પછી તેનો સોશિયલ મીડિયામાં રિવ્યૂ લખવાની પણ અપીલ કરી હતી. મેવાણીએ ફિલ્મના નિર્માતાઓને આ પ્રકારની વધુ ફિલ્મો બનાવવા માટે અપીલ કરવાની સાથે તેમના પ્રયત્નને બિરદાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ધડક 2 ને રિલીઝ થયા પછી દર્શકો અને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ શાઝિયા ઇકબાલની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ છે. તેમણે ફિલ્મની વાર્તા પણ લખી છે. ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સ, ઝી સ્ટુડિયો અને ક્લાઉડ 9 પિક્ચર્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. તે 2018 ની ફિલ્મ ‘ધડક’ની સિક્વલ છે અને તમિલ ફિલ્મ ‘પેરિયેરમ પેરુમલ’ (2018) ની રિમેક છે. મેવાણીએ અમદાવાદમાં ધડક 2ના ગ્રુપ શો યોજીને કાર્યકરો, મિત્રો સાથે આ ફિલ્મ જોઈ હતી અને ત્યારબાદ ગુજરાત અને કેન્દ્ર સરકારને તેને ટેક્સ ફ્રી કરવા માટે વિનંતી કરી છે.

આ પણ વાંચો: ‘ભગવાન નિષ્પક્ષ છે, જાતિ..’, કહી હાઈકોર્ટે દલિતોની તરફેણમાં ચૂકાદો આપ્યો

5 5 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
6 months ago

*💯% સાચી વાત છે, બહુજન સમાજનાં લોકોએ ઉમળકાભેર ધડક 2 ફિલ્મ જોવી જોઈએ એ જ પ્રાર્થના સહ…! આયુ.જીગ્નેશ મેવાળી જી ને હાર્દિક અભિનંદન સાથે ખુબ ખુબ મંગલકામનાઓ પાઠવું છું.
જય સંવિધાન જય ભારત જય વિજ્ઞાન!

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x