શીવ મંદિરમાં રક્ષાબંધનના દિવસે આગ લાગ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાશીના આત્મવિશ્વેશ્વર મંદિરમાં સંધ્યા આરતી દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા 9 ભક્તો ગંભીર રીતે દાઝી ગયા હતા. મંદિરમાં સંધ્યા આરતી ચાલી રહી એ દરમિયાન જ આગ લાગતા ભક્તોમાં ભાગાભાગી મચી ગઈ હતી. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં 9 શીવભક્તો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
આરતી વખતે જ આગ લાગતા ભાગાભાગી મચી ગઈ
ઘટના ઉત્તર પ્રદેશના વારાણસીની છે. રક્ષાબંધનના દિવસે અહીં એક મોટી દુર્ઘટના બની. ચોક વિસ્તારમાં આવેલા આત્મવિશ્વેશ્વર મંદિરમાં અચાનક આગ લાગી હતી, જેમાં ઘણા લોકો ફસાઈ ગયા. મળતી માહિતી મુજબ, આગમાં 9 ભક્તો દાઝી ગયા હતા. તેમને મહમૂરગંજની જીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ રક્ષાબંધન હોવાથી મંદિરને પ્રાચીન ધર્મસ્થળની જેમ શણગારવામાં આવ્યું હતું. એ દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા અનેક લોકો અને ઘણી મહત્વની ચીજવસ્તુઓ આગની ઝપટમાં આવી ગયા હતા. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ મહાદેવ મંદિરમાં વાંદરા કૂદતા ભક્તોમાં ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ
આ પણ વાંચો: કડીના બુડાસણમાં 21 વર્ષના દલિત MBA યુવક પર 5 રબારીઓનો હુમલો

દાઝી ગયેલા સાત ભક્તોને હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં દાઝી ગયેલા લગભગ 9 લોકો મહમૂરગંજની જીએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાના સમાચાર મળતા જ સ્થાનિક નેતાઓ, ધારાસભ્યો, વિપક્ષી પક્ષના નેતાઓ અને પોલીસ વહીવટીતંત્ર રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. રાહતની વાત છે કે તમામ ઘાયલોની હાલત હવે ખતરાથી બહાર છે.
કોંગ્રેસ નેતાએ ચિંતા વ્યક્ત કરી
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય રાયે આત્મવિશ્વેશ્વર મંદિરમાં લાગેલી આગની ઘટના પર ચિંતા વ્યક્ત કરી. ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરતા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “વારાણસીમાં માં સંકઠાજી મંદિર પાસે સ્થિત શ્રી આત્મવિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં આગ લાગવાના અને ઘણા ભક્તોના દાઝી જવાના સમાચાર દુઃખદ છે. બાબા શ્રી કાશી વિશ્વનાથને પ્રાર્થના કે બધા ઘાયલ ભક્તો જલ્દી સ્વસ્થ થાય.”
#वाराणसी:रूई से सजाया गया था मंदिर,आरती के दौरान लगी आग,वाराणसी के विशेश्वर महादेव में झुलसे लोग,सभी सुरक्षित
चौक थाना अन्तर्गत संकठा माता मंदिर के पास स्थित आत्मा विश्वेश्वर महादेव मंदिर में शनिवार की रात आठ बजे श्रृंगार पूजन के दौरान मंदिर परिसर में आग लग गई,आग से 9 लोग गंभीर… pic.twitter.com/qCvHUEf1kM
— NEWSNOWLIVE (@newsnowlivee) August 10, 2025
આરતી દરમિયાન આગ લાગી
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આત્મવિશ્વેશ્વર મંદિરને અમરનાથની જેમ શણગારવામાં આવ્યું હતું. રૂને બરફ જેવો આકાર આપીને વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યું હતું. આરતી શરૂ થતાં જ રૂને અડી ગઈ હતી અને આગ ફાટી નીકળી હતી. જેના કારણે ભક્તોમાં ભાગાભાગી મચી ગઈ હતી. જેમાં 9 ભક્તો દાઝી ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં એક મહિનાથી ગુમ દલિત યુવકની લાશ મળી, હત્યા કે મોત?











