૧૦ વર્ષની લાંબી લડાઈ બાદ દલિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ બનશે

દલિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ ૨૦૧૫માં "બિન-સ્થાનિક" હોવાના આધારે અરજી રદ કરવામાં આવી હતી, તેલંગાણા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સરકારની અપીલ ફગાવી દઈ નિમણૂકનો માર્ગ મોકળો કર્યો છે.
dalit news

તેલંગાણા હાઈકોર્ટે એક દલિત મહિલાના અધિકારોને માન્ય રાખી રાજ્ય સરકારને પોલીસ કોન્સ્ટેબલના પદ પર નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દલિત મહિલાને અનુસૂચિત જાતિ (SC) અનામત અને સ્થાનિક ક્વોટા હેઠળ નિમણૂક આપવી જોઈએ

શું છે આખો મામલો?

વાત છે હૈદરાબાદના ગોલીગુડાના રહેવાસી કે. સંગીતાની, જેમણે વર્ષ 2015 માં સ્ટાઇપેન્ડરી કેડેટ ટ્રેઇની સિવિલ પોલીસ કોન્સ્ટેબલ અને આર્મ્ડ રિઝર્વ કોન્સ્ટેબલની જગ્યા માટે અરજી કરી હતી. બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા છતાં, તેમને ‘બિન-સ્થાનિક ઉમેદવાર’ કહીને નિમણૂક આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી તેમના સપના ચકનાચૂર થઈ ગયા

કોર્ટમાં ન્યાય માટે અરજી

હૈદરાબાદના ગોલીગુડાના રહેવાસી કે. સંગીતા હાર માને એમ નહોતા.તેમણે કાયદાનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું. વર્ષ 2017 માં તેલંગાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને આ નિર્ણયને પડકાર્યો હતો.

આ પણ વાંચો: એક સમોસા માટે હોટલ માલિકે દલિત યુવકની સળિયો મારી હત્યા કરી!

લાંબી સુનાવણી પછી, હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે માર્ચ 2025 માં સંગીતાના પક્ષમાં ચુકાદો આપ્યો. કોર્ટે ઠરાવ્યું કે તેણી અનુસૂચિત જાતિ અનામત શ્રેણી અને સ્થાનિક ક્વોટા હેઠળ નિમણૂક મેળવવા માટે હકદાર છે. પરંતુ આ લડાઈ અહીં સમાપ્ત થઈ ન હતી. રાજ્ય સરકાર અને પોલીસ ભરતી બોર્ડે આ નિર્ણય સામે ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરી હતી.

આખરે જીત થઈ

તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અપરેશ કુમાર સિંહ અને જસ્ટિસ જીએમ મોહિઉદ્દીનની ડિવિઝન બેન્ચે આ મામલે અંતિમ સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે રાજ્ય સરકાર અને ભરતી બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ અપીલોને ફગાવી દીધી હતી. ડિવિઝન બેન્ચે સિંગલ જજ બેન્ચના જૂના નિર્ણયને યથાવત રાખીને સંગીતાની નિમણૂકનો માર્ગ સંપૂર્ણપણે સાફ કરી દીધો છે. આખરે દલિત મહિલાની જીત થઈ.આ નિર્ણય પછી, સંગીતાનું પોલીસ કોન્સ્ટેબલ બનવાનું સ્વપ્ન હવે વાસ્તવિકતામાં ફેરવાશે.

આ પણ વાંચો: દલિત યુવકને બ્રાહ્મણોએ ગામ વચ્ચે ઉભો રાખી ઢોર માર માર્યો

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x