ગોધરામાં કિન્નરોએ સ્મશાન માટે જમીન માંગી, કાઠિયાવાડનો ધક્કો થાય છે

ગોધરામાં કિન્નર સામાજે પોતાના માટે અલગ સ્મશાનની માંગ કરી છે. હાલ જો કોઈ કિન્નરનું અવસાન થાય તો કાઠિયાવાડ સુધીનો ધક્કો થાય છે.
Godhra news

ગોધરામાં કિન્નરોએ તેમના માટે અલગ સ્મશાન ફાળવવા માટે માંગ કરી છે. ગોધરા શહેરમાં કિન્નર સમાજ માટે સમાધિ માટે જમીન ફાળવવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગોધરાના ડોડપા ફળિયામાં રહેતા અને કિન્નર સમાજના ગાદીપતિ નાયક સંગીતાદે હીરાદેએ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી કે ગોધરા શહેરની હદમાં કિન્નર સમાજ માટે અંતિમ સંસ્કાર માટે યોગ્ય જગ્યા ઉપલબ્ધ નથી. જેના કારણે જ્યારે કોઈ કિન્ન્રર સભ્યનું અવસાન થાય ત્યારે સમાજને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

નાયક સંગીતાદે જણાવ્યું હતું કે કિન્નર સમાજને પણ અન્ય સમાજની જેમ સન્માનપૂર્વક અંતિમ વિધિ કરવાની સુવિધા મળવી જોઈએ. તેમણે તંત્રને નમ્ર અપીલ કરી છે કે ગોધરા શહેરની સીમામાં યોગ્ય જગ્યા ફાળવી કિન્નર સમાજને આ હિતલક્ષી સુવિધા આપવામાં આવે.

આ પણ વાંચો: કોંગ્રેસના મહામંત્રીએ ‘નકલી પુત્ર’ ઉભો કરી આદિવાસીની જમીન હડપી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગોધરા કિન્નર અખાડામાંથી અમારા ઘરમાં 40 થી 50 લોકો છે. જેમાં કોઇપણ માસીબાનું અવસાન થઇ જાય તો તેનામાટે અમારે કાઠિયાવાડ સુધી જવું પડે છે. સમાધિ માટે અમારી પાસે કોઈ જ જગ્યા નથી.

સરકારને અમારી વિનંતી છે કે અમારું જે આવેદનપત્ર છે એ ધ્યાનમાં લે અને કાર્યવાહી કરે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તંત્ર તેમની આ માનવીય માંગને સમજશે અને તાત્કાલિક કાર્યવાહી કરશે, જેથી કિન્નર સમાજના સભ્યોને ગૌરવપૂર્વક અંતિમ સંસ્કાર કરવાની સુવિધા મળી રહે.

આ પણ વાંચો: Kamala Harris એ રાજનીતિ કેમ છોડીઃ મજબૂરી કે રણનીતિ?

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
જીવન મયાત્રા
જીવન મયાત્રા
1 year ago

કિન્નર સમાજના ની સમસ્યા ને ઉજાગર કરવા બદલ ધન્યવાદ.

GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x