Ahmedabad news: અમદાવાદમાં એક મહિલાની ડુંગળી-લસણ ન ખાવાની જીદને કારણે તેના છૂટાછેડા થયા છે. મહિલા સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી હોવાથી ડુંગળી અને લસણનું સેવન કરતી નહોતી. જેથી પતિ અને પરિવાર માટે અલગ ભોજન બનતું હતું. આખરે આ ખટરાગ મનદુઃખનું કારણ બનતા મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો.
પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારની ઘટના
મામલો પશ્ચિમ અમદાવાદના એક પોશ વિસ્તારનો છે. આ કેસની વિગત એવી છે કે મહિલા સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી હતી અને તેથી તે કડકપણે ડુંગળી અને લસણ ખાવાથી દૂર રહેતી હતી, પરંતુ પતિ અને સાસુ પર એવો કોઈ પ્રતિબંધ નહોતો. દંપતીનાં લગ્ન 2002માં થયાં હતાં, પરંતુ રસોઈની પસંદગી તેમના દાંપત્ય જીવન માટે આપત્તિરૂપ બની હતી. ધીમે-ધીમે ઘરેલુ ઝઘડાઓ વધતા ગયા અને સંબંધોમાં ખટાશ આવી ચૂકી હતી. પત્ની નિયમિત રીતે પ્રાર્થના અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતી અને સંપ્રદાયના નિયમોનું પાલન કરતી હતી.

આ પણ વાંચો: હું દલિત છું એટલે રામમંદિરના ધજારોહણમાં ન બોલાવ્યો’
પતિ અને સાસુ પોતાની આહારની પદ્ધતિ બદલવા ઇચ્છતા નહોતાં, પરિણામે, ઘરમાં અલગ-અલગ રસોઈ કરવાની વ્યવસ્થા થઈ. આ રીતે વિભાજિત રસોડું અંતે દાંપત્ય સંબંધનો અંત લાવનારું બની રહ્યું હતું. પત્ની બાળક સાથે પતિનું ઘર છોડીને જતી રહી હતી. 2013માં પતિએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. તેનો દાવો હતો કે પત્નીએ તેની સામે ક્રૂરતા આચરીને તેનો પરિત્યાગ કર્યો છે. 8 મે, 2024ના રોજ ફેમિલી કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા હતા અને પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ફેમિલી કોર્ટે પતિના દાવાને સ્વીકાર્યો
બાદમાં બન્ને પક્ષો હાઈકોર્ટ પહોંચ્યા હતા, જ્યાં પત્નીએ છૂટાછેડા સામે અપીલ કરી અને ભરણપોષણની રકમ અમલમાં લાવવાની માગ કરી હતી. જ્યારે પતિએ ભરણપોષણના આદેશને પડકાર્યો હતો. પત્નીના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે પતિએ ફેમિલી કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે પત્નીના ધાર્મિક વિશ્વાસને કારણે ડુંગળી અને લસણ ટાળવાની તેની આદત ઝઘડાનું કારણ બનતી હતી અને તે તેના વલણમાં અડગ રહી હતી. ફેમિલી કોર્ટે પતિના દાવાને સ્વીકાર્યો હતો.
આ પણ વાંચો: શું તમે પણ તમારા બાળકોને ક્રીમ બિસ્કિટ ખવડાવો છો? તો ચેતી જજો
પતિના વકીલે કોર્ટમાં શું દલીલ કરી?
પતિના વકીલે દલીલ કરી હતી કે તેના અસીલ અને તેની માતા, પત્ની માટે ડુંગળી-લસણ વિના ભોજન બનાવતા હતા. ડુંગળી અને લસણનું સેવન બંને વચ્ચેના મતભેદનું મુખ્ય કારણ હતું. પતિએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેને મહિલા પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવી પડી હતી. હાઈકોર્ટમાં એક સમયે પત્નીએ જણાવ્યું કે હવે તેને છૂટાછેડા સામે કોઈ વાંધો નથી. પતિએ હાઈકોર્ટમાં જવાબ આપ્યો હતો કે બાકી ભરણપોષણની રકમ તે કોર્ટની રજિસ્ટ્રીમાં હપતાઓમાં જમા કરાવી દેશે, જે રકમ તેની પત્નીને આપવામાં આવશે.
આ પણ વાંચો: ચિકન કે મટન: હેલ્થ માટે વધુ સારું શું, શેમાં વધુ પ્રોટીન હોય છે?











