એકબાજુ દેશભરમાં દલિત વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લાવવામાં આવેલા યુજીસી સમાનતા બિલનો સવર્ણો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ દેશમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ પણ સતત વધતી જઈ રહી છે. આવી જ વધુ એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે સામે આવી છે. જ્યાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ રસ્તા વચ્ચે આંતરીને ઢોર માર માર્યો હતો. દલિત યુવકને વાંક ફક્ત એટલો જ હતો કે, તેણે આરોપીઓને કંપનીની જમીન પર પશુઓ ચરાવતા રોક્યા હતા. જેનું મનદુઃખ રાખીને આરોપીએ તેને માર મારી જાતિસૂચક અપશબ્દો બોલીને હુમલો કર્યો હતો.
આ મામલે હવે યુવકે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા ચારેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જેસડા ગામમાં આવેલી સોલર પાવર કંપનીમાં હાર્દિક પરમાર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેઓ અવારનવાર ગામના પશુપાલકોને કંપની પરિસરમાં પશુ ચરાવવાની ના પાડતા હતા, જેને કારણે કેટલાક લોકો સાથે તેમને મનદુઃખ થયું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં બજરંગદળે બે મુસ્લિમ યુવકોને ઢોર માર માર્યો
એ પછી હાર્દિક તેમના મામાના દીકરા સાથે એક્ટિવા પર સોલર પ્લાન્ટ ખાતે ફરજ પર જઈ રહ્યો હતો. તે દરમિયાન ઉપેન્દ્ર બાંભા, સંજય બાંભા, આનંદ બાંભા અને મહેશ ગરીયા સહિતના શખ્સોએ તેને રોડ વચ્ચે આંતરી લીધા હતા અને હાર્દિક પર લાકડી વડે જીવલેણ હુમલો કરી માર માર્યો હતો.
હુમલાખોરોએ હાર્દિકને અપશબ્દો બોલીને અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત હાર્દિકભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરાયા હતા. સારવાર બાદ યુવાને ચારેય હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ઉધાર આપેલા રૂપિયા પરત માંગતા દલિત યુવકની હત્યા













*જાતિવાદી માનસિકતા ધરાવતાં દેશમાં મનુવાદીઓ થાકવાના નથી કે શરીરે માર ખાનારા દલિતો પીડિતો બહુજનો દબાયેલા-કચડાયેલા લોકો પણ થાકવાના નથી એટલે નિષ્ઠાપૂર્વક ભારત સરકારે સમાનતાના ધોરણે
કોઈ અદભુત કાયદો ઘડવો જોઈએ…!