કેન્દ્ર સરકારમાં કામ કરતા 66% સફાઈકર્મીઓ SC-ST-OBC વર્ગના

કેન્દ્ર સરકારની 60 ટકા જેટલી ગ્રુપ A નોકરીઓ પર સવર્ણનો કબ્જો. દલિત, આદિવાસી, ઓબીસી હજુ પણ ગ્રુપ C માં વધુ.
66 persent sanitation workers sc st obc

દેશમાં સવર્ણ હિંદુઓ દ્વારા સતત અનામતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. RSSના ઈશારે ભાજપ સરકાર સતત એસસી, એસટી, ઓબીસી વર્ગની અનામતના હકો પર તરાપ મારી રહી છે. જાતિ જ જાણે દેશની મુખ્ય ઓળખ હોય તેમ સતત જાતિ આધારિત આંદોલનો થતા રહે છે. હાલ યુજીસીના સમાનતા બિલનો પણ સવર્ણોએ આ જ રીતે વિરોધ કર્યો હતો અને ન્યાયતંત્રે તેને હાલ પુરતું સ્થગિત પણ કરી દીધું. આ બધાં ઘટનાક્રમ વચ્ચે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં સફાઈકર્મીઓ તરીકે કઈ જાતિના લોકો કાર્યરત છે તેનો એક રિપોર્ટ આવ્યો છે, જેણે ફરી એકવાર જાતિવાદની પોલ ખોલી નાખી છે.

કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) ના 2024-25 માટેના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારમાં કાર્યરત ગ્રુપ C સફાઈ કામદારોમાંથી 66 ટકાથી વધુ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અથવા અન્ય પછાત વર્ગ (OBC) પૃષ્ઠભૂમિમાંથી આવે છે. ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં પ્રથમ કક્ષાના એટલે કે તમામ ગ્રુપ A હોદ્દાઓમાંથી માત્ર 14.20 ટકા પદો પર SC, 6.54 ટકા પર ST અને 19.14 ટકા પદો OBC પાસે છે.
DoPT ના નિયમો અનુસાર, કેન્દ્ર સરકારમાં તમામ શ્રેણીઓની પોસ્ટ્સ પર સીધી ભરતી દરમિયાન, 15 ટકા બેઠકો SC માટે, 7.5 ટકા ST માટે, 27 ટકા OBC માટે અને 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અનામત રાખવાની હોય છે.

આ પણ વાંચો: મેરિટમાં આગળ હોય તો જનરલની નોકરીમાં પણ SC-ST-OBCનો હક

DoPT ના 2024-25 ના વાર્ષિક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારમાં SC, ST અને OBC કર્મચારીઓના પ્રતિનિધિત્વના ડેટા અનુસાર, ગ્રુપ C (સફાઈ કર્મચારીઓને બાદ કરતાં) પોસ્ટ પર 16.75 ટકા SC, 8.94 ટકા ST અને 27.29 ટકા પોસ્ટ પર OBC છે.

ગ્રુપ B પોસ્ટ્સમાં, SC નો હિસ્સો 16.20 ટકા, ST નો 7.63 ટકા અને OBC નો 21.95 ટકા છે.

રિપોર્ટમાં સામેલ 80 મંત્રાલયો અને વિભાગોના કુલ 32.52 લાખ કેન્દ્રીય કર્મચારીઓમાંથી 16.84 ટકા SC, 8.70 ટકા ST અને 26.32 ટકા OBC છે. જોકે, રિપોર્ટમાં કેન્દ્ર સરકારમાં કામ કરતા EWS કર્મચારીઓના પ્રતિનિધિત્વ અંગે કોઈ ડેટા આપવામાં આવ્યો નથી. DoPT અનુસાર, આ આંકડા 1 જાન્યુઆરી, 2024 સુધીની પરિસ્થિતિ દર્શાવે છે.

આ પણ વાંચો: પૂજારીનો મંદિરની જમીન અને મિલકત પર કોઈ અધિકાર નહીઃ હાઈકોર્ટ

વર્ષ 2018-19ના વાર્ષિક અહેવાલ પછી આ પહેલી વાર છે જ્યારે DoPT એ તેના મોટાભાગના મંત્રાલયો અને વિભાગોમાં SC, ST અને OBC કર્મચારીઓના પ્રતિનિધિત્વ અંગે વિગતવાર ડેટા જાહેર કર્યો છે. 2019 થી પ્રકાશિત વાર્ષિક અહેવાલોમાં, DoPT ફક્ત આંશિક ડેટા પ્રદાન કરી રહ્યું હતું, જેમાં આશરે 19-20 લાખ કેન્દ્રીય કર્મચારીઓની માહિતી સામેલ હતી.

સંસદીય સમિતિઓને આપવામાં આવેલા નિવેદનોમાં, DoPT એ જણાવ્યું હતું કે આ ખામી તમામ મંત્રાલયો અને વિભાગો તરફથી સમયસર ડેટા ન મળવાને કારણે છે.

2018-19ના 78 મંત્રાલયો અને વિભાગોના 32 લાખ કર્મચારીઓના સમાવેશના આંકડાઓ સાથે તુલના કરીએ તો ખ્યાલ આવે છે કે, SC કર્મચારીઓનું એકંદર પ્રતિનિધિત્વ 17.49 ટકાથી ઘટીને 16.84 ટકા થયું છે. ST કર્મચારીઓનું પ્રતિનિધિત્વ 8.47 ટકાથી વધીને 8.49 ટકા થયું છે, અને OBC કર્મચારીઓનું પ્રતિનિધિત્વ 21.57 ટકાથી વધીને 26.32 ટકા થયું છે.

OBC પ્રતિનિધિત્વમાં 2018-19 ની તુલનામાં ત્રણેય શ્રેણીઓ – ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ C – માં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે, જ્યારે SC અને ST કેટેગરીનું પ્રતિનિધિત્વ લગભગ સ્થિર છે.

આ પણ વાંચો: નકલી દલિત – નકલી આદિવાસી બની SC-ST ની નોકરીઓ કોણ ખાય છે?

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x