ચીનના શાઓલીન મંદિરમાં સેંકડો રોબોટે બૌદ્ધ સાધુઓ સાથે કુંગ ફુ પ્રેક્ટિસ કરી

ચીનના શાઓલીન મંદિરમાં સેંકડો રોબોટ્સનો બૌદ્ધ સાધુઓ સાથે કુંગ ફુ તાલીમનો વીડિયો વાયરલ થયો. યૂઝર્સે કહ્યું, ‘આ તો બ્રૂસ લી છે’
Shaolin Temple Kung Fu Viral Video

ભારતમાં હાલ ગલગોલિટાઝ યુનિ.ના ચાઈનીઝ રોબોટને પોતાની શોધ ગણાવી ભારતની વૈશ્વિક ફજેતીનો વિવાદ ચર્ચામાં છે ત્યારે જ ચીનના શાઓલીન મંદિરમાં રોબોટ્સનો બૌદ્ધ સાધુઓ સાથે કુંગ ફુ તાલીમનો વીડિયો વાયરલ થયો છે, જેણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.
ચીનના હેનાન પ્રાંતમાં આવેલું વિશ્વવિખ્યાત શાઓલીન મંદિર સદીઓથી તેના કઠોર શિસ્તબદ્ધ જીવન, આધ્યાત્મિક સાધના અને અજોડ કુંગ ફુ માર્શલ આર્ટ્સ માટે જાણીતું છે.

પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ આ પ્રાચીન વારસાને એક આધુનિક વળાંક આપ્યો છે. આ વીડિયોમાં હ્યુમનોઇડ રોબોટ્સ બૌદ્ધ સાધુઓ સાથે અત્યંત જટિલ કુંગ ફુ મૂવ્સ કરતા જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને વિશ્વભરના નેટિઝન્સ આશ્ચર્યચકિત છે અને આ રોબોટ્સની કરામત જોઈને તેમને ‘આધુનિક યુગના બ્રુસ લી’ તરીકે ઓળખાવી રહ્યા છે.

શાઓલીન સાધુઓ અને રોબોટ્સનું સચોટ ટ્યુનિંગ

વાયરલ ક્લિપમાં જોવા મળે છે કે જે રીતે એક શિષ્ય તેના ગુરુની દરેક ગતિવિધિનું અત્યંત બારીકાઈથી નિરીક્ષણ કરીને તેને પોતાના શરીરમાં આત્મસાત કરે છે, તે જ રીતે આ હ્યુમનોઇડ રોબોટ્સ સાધુઓની દરેક હિલચાલની ચોકસાઈપૂર્વક નકલ કરી રહ્યા છે. શાઓલીન કુંગ ફુ તેની લવચીકતા, આંતરિક શક્તિ અને અદભૂત સંતુલન માટે જાણીતું છે. રોબોટ્સ દ્વારા માનવ જેવી જ સુગમતા સાથે પંચ મારવા, પોઝ બદલવા અને સેકન્ડોમાં બેલેન્સ જાળવવું એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સની પરાકાષ્ઠા દર્શાવે છે.

આ પણ વાંચો: શરમજનક! એક ડોલ પાણીમાં માત્ર બે પેકેટ દૂધ નાખી બાળકોને પીવડાવ્યું

મીડિયા રિપોર્ટ્ય મુજબ, આ કોઈ સામાન્ય કસરત કે સ્ટેજ શો નથી, પરંતુ આધુનિક ટેકનોલોજીને પ્રાચીન શિસ્ત સાથે જોડવાનો એક ગંભીર પ્રયોગ છે. આ મશીનોને એવી રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યા છે કે તેઓ સેન્સર અને હાઈ-ડેફિનેશન કેમેરાની મદદથી બૌદ્ધ સાધુઓના શરીરના વિવિધ એંગલ્સને રીઅલ-ટાઇમમાં ટ્રેક કરે છે. આ રોબોટ્સ માત્ર હલનચલન જ નથી કરતા, પરંતુ માર્શલ આર્ટ્સના મુશ્કેલ દાવપેચમાં શરીરનું વજન કેવી રીતે ટ્રાન્સફર કરવું તે પણ શીખી રહ્યા છે.

ભારતની AI ક્ષમતા અને ગલગોટિયા યુનિવર્સિટીનો વિવાદ

ચીનનો આ રોબોટિક કુંગ ફુ વીડિયો એવા સમયે વાયરલ થયો છે જ્યારે ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એક શરમજનક સ્થિતિ પેદા થઈ છે. હાલમાં જ દિલ્હીમાં યોજાયેલી ‘ઈન્ડિયા AI સમિટ’ દરમિયાન ગલગોટિયા યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવેલ ‘નકલી રોબોટ’ ભારે વિવાદમાં છે. આરોપ છે કે, ગલગોટિયાઝ યુનિ.એ ચાઈનાઝી ખરીદેલો રોબોટ પોતે બનાવ્યો હોવાનો દાવો કરીને એઆઈ સમિટમાં રજૂ કર્યો હતો. જેને લઈને રોબોટ મામલે ભારતની વૈશ્વિક ફજેતી થઈ હતી.

એક તરફ ચીન વાસ્તવિક હ્યુમનોઇડ રોબોટ્સને શાઓલીન સાધુઓ સાથે તાલીમ અપાવીને પોતાની વૈજ્ઞાનિક ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ ભારતમાં ગલગોટિયા જેવી યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવતા આવા પોકળ દેખાડાઓ ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ બંને ઘટનાઓની સરખામણી કરીને ભારતમાં સંશોધન અને વિકાસ (R&D) ના અભાવ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો: વડોદરામાં સચવાયેલા તથાગત બુદ્ધના અવશેષો શ્રીલંકા મોકલાશે

રોબોટ્સને કઈ રીતે ટ્રેઈન કરવામાં આવે છે?

બૌદ્ધ સાધુઓ સાથે આ રોબોટ્સને ટ્રેઈન કરવા પાછળ જટિલ ‘મશીન લર્નિંગ’ અલ્ગોરિધમ કામ કરી રહ્યા છે. એક છે મોશન કેપ્ચર, જેમાં સાધુઓની દરેક હિલચાલનો ડેટા એકત્રિત કરવા માટે વિશિષ્ટ સેન્સર્સનો ઉપયોગ થાય છે. ચોકસાઈ (Precision): માનવ સ્નાયુઓ થાકી શકે છે અથવા ભૂલ કરી શકે છે, પરંતુ આ રોબોટ્સ એક જ આદેશ પર લાખો વખત એક જ મૂવને સહેજ પણ વિચલિત થયા વગર દોહરાવી શકે છે. ગુરુત્વાકર્ષણનું સંતુલન: હ્યુમનોઇડ રોબોટ્સ માટે સૌથી મોટો પડકાર એક પગ પર ઉભા રહીને કુંગ ફુ પોઝ આપવો તે હતો, જે હવે ટેકનોલોજીની મદદથી શક્ય બન્યું છે.

સોશિયલ મીડિયામાં યૂઝર્સે શું પ્રતિક્રિયા આપી?

આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, “શાઓલીન કુંગ ફુના જટિલ સ્ટેપ્સ શીખવા માણસને આખું જીવન લાગે છે, જ્યારે આ મશીનો તે થોડી ક્ષણોમાં શીખી રહ્યા છે, જે અદ્ભુત અને જોખમી બંને છે.” અન્ય એક યુઝરે કહ્યું કે, આ ભવિષ્યની ઝલક છે જ્યાં ટેકનોલોજી અને માનવ કૌશલ્ય વચ્ચેની રેખા ભૂંસાઈ જશે.

ચીનનો આ પ્રયોગ સાબિત કરે છે કે રોબોટિક્સ હવે માત્ર ફેક્ટરીઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં પણ પગપેસારો કરી રહ્યું છે. જ્યારે ચીન આ રીતે આધુનિકતાના શિખરો સર કરી રહ્યું છે, ત્યારે ભારત માટે તે આત્મમંથનનો વિષય છે કે આપણે ટેકનોલોજીના નામે માત્ર દેખાડો કરી રહ્યા છીએ કે ખરેખર કોઈ નક્કર પ્રગતિ કરી રહ્યા છીએ?

આ પણ વાંચો: RSS-BJP સમર્થક Galgotias યુનિ.એ ભારતની વૈશ્વિક ફજેતી કરી!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x