Dalit News: ભાજપની જે પણ રાજ્યોમાં સરકારો છે, ત્યાં દલિત-બહુજન સમાજના લોકોની સુરક્ષા ખરેખર ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ છે. યુપીમાં યોગી આદિત્યનાથની સરકારમાં દલિતો પર વારંવાર હુમલા થાય છે, હત્યા થઈ જાય છે અને છતાં આરોપીઓને કાયદો વ્યવસ્થાનો ડર નથી. આવી જ એક ચોંકાવનારી ઘટનામાં પંચશીલ ધ્વજના અપમાન સામે અવાજ ઉઠાવનાર એક દલિત વિદ્યાર્થીની ગુંડાઓએ જાહેરમાં ગોળી મારી હત્યા કરી નાખી છે.
કાસગંજ જિલ્લાના બાબુપુર ખુશકુરી સ્થિત સાર્વજનિક ઇન્ટર કોલેજમાં અભ્યાસ કરતા અને ધોરણ 10ની પરીક્ષા આપી રહેલા 15 વર્ષીય અતુલ શાક્યની નિર્મમ હત્યાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

મામલો શું હતો
આ લોહિયાળ ખેલની પાછળનું કારણ અત્યંત ચોંકાવનારું છે. મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલા વિસ્તારમાં પંચશીલ ધ્વજ (જે બૌદ્ધ ધર્મ અને દલિત અસ્મિતાનું પવિત્ર પ્રતીક માનવામાં આવે છે) નું કેટલાક અસામાજિક તત્વો દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું. કિશોર અવસ્થામાં હોવા છતાં અતુલ શાક્યમાં પોતાના હક અને આસ્થા પ્રત્યે જાગૃતિ હતી. તેણે આ અપમાન સામે અવાજ ઉઠાવ્યો હતો અને ગુંડાઓની સામે પડ્યો હતો. એક દલિત છોકરો ઉચ્ચ જાતિના ગણાતા લોકોની સામે બોલે તે બાબત સ્થાનિક સવર્ણોથી સહન થઈ નહોતી.
આ પણ વાંચો: જાતિવાદી તત્વો ડૉ.આંબેડકરની પ્રતિમા ચોરીને લઈ ગયા!

ધોળા દિવસે લોહીની હોળી ખેલાઈ
ઘટનાના દિવસે અતુલ પોતાની બોર્ડની પરીક્ષા આપવા માટે સ્કૂલે ગયો હતો. પરીક્ષા પતી ગયા બાદ જ્યારે તે સેન્ટરની બહાર નીકળ્યો, ત્યારે બહાર અગાઉથી જ હથિયારો સાથે તૈયાર બેઠેલા હુમલાખોરોએ તેના પર ત્રાટક્યા હતા. લોકોની ભીડ અને પોલીસની હાજરી હોવા છતાં, હુમલાખોરોએ અતુલ પર એક પછી એક 5 ગોળીઓ મારી દીધી હતી. અતુલ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, પરંતુ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો.
પોલીસ તંત્ર પર ઉઠતા ગંભીર સવાલો
સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યાં પરીક્ષા ચાલી રહી હોય ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય છે. છતાં પણ ગુનેગારો હથિયારો સાથે ત્યાં પહોંચ્યા કેવી રીતે? ગોળીબાર કર્યા પછી તેઓ આસાનીથી ફરાર કેવી રીતે થઈ ગયા? ઘટનાને અનેક દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ માત્ર તપાસના બહાના હેઠળ સમય પસાર કરી રહી હોય તેવું જણાય છે. આ ઘટના સાબિત કરે છે કે ઉત્તર પ્રદેશમાં પોલીસની નાક નીચે જ દલિતોનો શિકાર થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરે ‘મનુસ્મૃતિ’ને મહિલાઓ માટે ક્રૂર ગ્રંથ કેમ કહ્યો હતો?
એટ્રોસિટી એક્ટની હાજરી છતાં સવર્ણ ગુંડાઓ બેફામ
ભારતમાં જ્યારે પણ દલિતો પર અત્યાચાર થાય છે, ત્યારે એક ખાસ વર્ગ દ્વારા એવો પ્રચાર કરવામાં આવે છે કે ‘એટ્રોસિટી એક્ટ’ (SC/ST Act) નો દુરુપયોગ થઈ રહ્યો છે. પરંતુ કાસગંજ જેવી ઘટનાઓ આ દાવાઓને પોકળ સાબિત કરે છે. વાસ્તવમાં, સવર્ણ ગુંડાઓને એટ્રોસિટી એક્ટના કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી. તેઓ જાણે છે કે રાજકીય વગ અને સામાજિક દબદબાને કારણે તેઓ બચી જશે. દલિતો આજે પણ એટલા અસુરક્ષિત છે કે તેમના બાળકોને શાળાએ મોકલતા પણ ડર લાગે છે. જો બંધારણીય અધિકારો અને વિશેષ કાયદાઓ હોવા છતાં ધોળા દિવસે હત્યાઓ થતી હોય, તો એ કહેવામાં અતિશયોક્તિ નથી કે દલિતોની સુરક્ષા આજે પણ ‘ભગવાન ભરોસે’ જ છે.
દલિત સમાજમાં ભારે આક્રોશ
આ હત્યાકાંડ બાદ દલિત સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે શું આઝાદ ભારતમાં દલિતોને પોતાના ધર્મ કે પ્રતીકોના સન્માન માટે અવાજ ઉઠાવવાનો પણ અધિકાર નથી? જો શિક્ષણ લેવા જતા વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી, તો ‘બેટી બચાવો, બેટી પઢાવો’ કે ‘સબકા સાથ, સબકા વિકાસ’ જેવા નારાઓનો શું અર્થ? પીડિત પરિવાર અત્યારે ન્યાયની આશામાં છે, પરંતુ જે રીતે પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે તે જોતા ન્યાય મળવો મુશ્કેલ જણાય છે.
આ પણ વાંચો: રવિદાસ જયંતિની ઉજવણી લોહીયાળ બની, ગોળીબારમાં 2 ના મોત











Aa loko Hindu jatankvadi or aatankvadi ki paidash hai,,, unko goli ka javab goli se dena hoga,,,,