રાજકોટના દલિત યુવક ભાવેશ વાણવીની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો

Dalit News: રાજકોટમાં દલિત યુવક ભાવેશની હત્યા કરી નાસતા ફરતા મુખ્ય આરોપી હમીર જોગરાણાને ક્રાઈમ બ્રાંચે અંકલેશ્વરથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot Dalit youth Bhavesh Vanvi murder case

Dalit News: રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળ આવતા રૈયાધાર વિસ્તારમાં ગત 16 માર્ચ, 2026ના રોજ બનેલી ભાવેશ વણવીની હત્યાના કેસે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી હતી. આ ચકચારી હત્યા કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચને લાંબા સમય બાદ એક મોટી સફળતા હાથ લાગી છે. પોલીસને થાપ આપીને છેલ્લા કેટલાય સમયથી નાસતા ફરતા મુખ્ય આરોપી હમીર જોગરાણાને પોલીસે દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો છે.

પ્રેમ પ્રકરણ અને નાણાકીય વિવાદમાં હત્યા થઈ હતી

આ હત્યા પાછળનું મુખ્ય કારણ એક યુવતી સાથેના સંબંધો હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મૃતક ભાવેશ વણવી અને આરોપી હમીર જોગરાણા બંને એક જ યુવતીના પરિચયમાં હતા. આ પ્રણય ત્રિકોણ અથવા યુવતીના મામલે બંને વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું અને અવારનવાર ફોન પર કે રૂબરૂ બોલાચાલી પણ થતી હતી. આ મામલાને થાળે પાડવા માટે અથવા સમાધાનના નામે મૃતક ભાવેશ દ્વારા આરોપી હમીર પાસે ₹૫ લાખની મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. આ માંગણી અને યુવતીનો મામલો હમીર જોગરાણા માટે અસહ્ય બનતા તેણે ભાવેશને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હોવાનું મનાય છે.

આ પણ વાંચો: સફાઈકર્મી મહિલાએ 45 લાખનું સોનું તેના માલિકને પરત કર્યું

અપહરણ બાદ હત્યા કરાઈ હતી

16 માર્ચના દિવસે હમીર અને તેના સાથીદારોએ ભાવેશને સમાધાન કરવા માટે રૈયાધાર વિસ્તારમાં શાંતિનગર ગેઈટ પાસે બોલાવ્યો હતો. ભાવેશ જેવો ત્યાં પહોંચ્યો કે તરત જ આરોપીઓનું ટોળું તેના પર તૂટી પડ્યું હતું. આરોપીઓએ ભાવેશનું ત્યાંથી અપહરણ કર્યું અને તેને કોઈ અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં તેને લાકડીઓ અને અન્ય હથિયારો વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. ઈજાઓ એટલી ગંભીર હતી કે ભાવેશે દમ તોડી દીધો હતો. આ ઘટના બાદ તમામ આરોપીઓ રાજકોટ છોડીને નાસી છૂટ્યા હતા.

હમીર જોગરાણા સતત નાસતો ફરતો હતો

ઘટનાની ગંભીરતા જોતા રાજકોટ શહેર એસીપી ક્રાઇમ ભરત બસિયા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં પોલીસે ત્રણ આરોપીઓ – રવિ જોગરાણા, ગોપાલ જોગરાણા અને સાગર જોગરાણાની ધરપકડ કરી લીધી હતી. જોકે, મુખ્ય સૂત્રધાર હમીર જોગરાણા સતત પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આખરે 3 એપ્રિલના રોજ ચોક્કસ બાતમી મળી હતી કે હમીર અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં છુપાયેલો છે, જેના આધારે વોચ ગોઠવીને તેને દબોચી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કેરળમાં નોકરીના માત્ર 4 મહિનામાં દલિત પૂજારીએ રાજીનામું આપ્યું

બંને પક્ષોનો ગુનાહિત ભૂતકાળ

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતક અને આરોપી બંને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. આરોપી હમીર સામે અગાઉ આર્મ્સ એક્ટ અને અન્ય મારામારીના ગુનાઓ રાજકોટ અને ગીર સોમનાથમાં નોંધાયેલા છે. બીજી તરફ, મૃતક ભાવેશ વણવી વિરુદ્ધ પણ 7 જેટલા ગુના નોંધાયેલા હતા. તે તાજેતરમાં જ ‘પાસા’ (PASA) હેઠળની સજા કાપીને જેલમાંથી 15 દિવસ પહેલા જ મુક્ત થયો હતો. જેલમાંથી બહાર આવતાની સાથે જ ફરીથી જૂની અદાવત શરૂ થઈ અને અંતે તેની હત્યામાં પરિણમી હતી.

એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે

હાલમાં પોલીસે હમીર જોગરાણાની ધરપકડ કરી તેને રાજકોટ લાવવાની તજવીજ હાથ ધરી છે. આ કેસમાં દલિત યુવકની હત્યા થઈ હોવાથી અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયેલો હોવાથી, તપાસ હવે DySP SC-ST સેલને સોંપવામાં આવશે. હજુ પણ આ કેસમાં બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેમને ઝડપી પાડવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસની ટીમો કાર્યરત છે. પોલીસનું માનવું છે કે હમીરની પૂછપરછમાં અન્ય ફરાર આરોપીઓના રહેઠાણ અને હત્યામાં વપરાયેલા હથિયારો અંગે વધુ વિગતો ખુલશે.

આ પણ વાંચો: રાજકોટમાં દલિત પત્રકાર ભાવેશ વાણવીની હત્યામાં ત્રણ આરોપી પકડાયા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Durgeshkumar
Durgeshkumar
5 hours ago

Good 👍😊 Jay bhim

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x