ઓડિશામાં બોક્સાઈટ પ્રોજેક્ટના વિરોધમાં હિંસા, 40 પોલીસકર્મી સહિત 60 ઘાયલ

ઓડિશાના રાયગડામાં બોક્સાઈટ માઈનિંગ માટે રોડ બનાવવાનો વિરોધ કરી રહેલા આદિવાસીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ, જેમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Odisha Bauxite Mining Project

ઓડિશાના રાયગડા જિલ્લામાં મંગળવારે પોલીસ અને આદિવાસી ગ્રામીણો વચ્ચે સિજીમાલી બોક્સાઈટ રિઝર્વ સુધી રસ્તો બનાવવાના મુદ્દે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં 60 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં લગભગ 40 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આદિવાસીઓ છેલ્લા કેટલાક વર્ષોથી આ બોક્સાઈટ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. તેઓ સાગાબારી ગામમાં ત્રણ કિલોમીટર લાંબો રસ્તો બનાવવાના વિરોધમાં ધરણા કરી રહ્યા હતા. તેમનું માનવું છે કે આ રસ્તો બોક્સાઈટની ખાણ સુધી જવાનો માર્ગ મોકળો કરશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે જ્યારે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ રસ્તો બનાવવાનું કામ શરૂ કરવા માટે વિરોધ કરી રહેલા ગ્રામીણોને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આ અથડામણ શરૂ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, ગ્રામીણોએ કથિત રીતે પોલીસકર્મીઓ પર પથ્થર, તલવાર, કુહાડી અને અન્ય ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા છ વરિષ્ઠ અધિકારીઓ ઘાયલ થયા હતા. એક પ્રદર્શનકારીએ જણાવ્યું હતું કે, “અમે બોક્સાઈટ ખનન માટે અમારી જમીનનું બલિદાન આપી શકીએ નહીં.”

આ પણ વાંચો: Panna ખાણમાંથી આદિવાસી મજૂરને રૂ. 40 લાખનો નાગમણિ હીરો મળ્યો

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા રાયગડાના પોલીસ અધિક્ષક (SP) સ્વાતિ એસ. કુમારે જણાવ્યું કે પોલીસે સંપૂર્ણ સંયમ જાળવ્યો હતો, પરંતુ ગ્રામીણો સતત પોલીસકર્મીઓ પર હુમલો કરતા રહ્યા. અંતે, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.

ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર માટે રાયગડા જિલ્લા મુખ્ય મથકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક પોલીસકર્મીઓને વિશાખાપટ્ટનમ મોકલવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા વધુ વિરોધ પ્રદર્શન રોકવા માટે વિસ્તારમાં પહેલેથી જ પ્રતિબંધિત આદેશો (કલમ 144) લાગુ કરી દેવામાં આવ્યા છે.

સોમવારે રાયગડાના જિલ્લા કલેક્ટર આશુતોષ કુલકર્ણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ વિરોધ સ્થળની મુલાકાત લીધી હતી અને આદિવાસી ગ્રામીણોને તે જગ્યા ખાલી કરવા અપીલ કરી હતી. અત્યારે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસની ઓછામાં ઓછી છ પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Save Aravali: વિકાસના નામે અરવલ્લીની પર્વતમાળાને કોનાથી ખતરો?

ફેબ્રુઆરી 2023 માં, કાશીપુર વિસ્તારમાં આવેલી સિજીમાલી બોક્સાઈટ ખાણો માટે વેદાંતા લિમિટેડને ‘પ્રિફર્ડ બિડર’ જાહેર કરવામાં આવી હતી. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સંજય કુમારે જણાવ્યું હતું કે, “લોકો માઈનિંગ સાઈટ સુધી રસ્તો બનાવવાના કામનો વિરોધ કરી રહ્યા હતા. પોલીસ તેમને સમજાવવા ગઈ હતી, પરંતુ અચાનક પથ્થરમારો શરૂ થયો. 40 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે.” તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે કોઈ લાઠીચાર્જ કે હવાઈ ફાયરિંગ કરવામાં આવ્યું નથી અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

આ પણ વાંચો: ભાજપના ધારાસભ્યે આદિવાસીઓના નામે અબજોની જમીન ખરીદી!

પર્યાવરણવાદી પ્રફુલ્લ સામંતરાએ આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, શું મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કંપનીના ઈશારે આ હુમલાનો આદેશ આપ્યો હતો? નેશનલ એલાયન્સ ઓફ પીપલ્સ મુવમેન્ટ્સના નરેન્દ્ર મોહંતીએ માઈનિંગનું કામ તાત્કાલિક રોકવા અને જેલમાં રહેલા કાર્યકર્તાઓને મુક્ત કરવાની માંગ કરી છે.

પર્યાવરણ મંત્રાલયે 2023 માં આ બ્લોક માટે જન સુનાવણી કરી હતી. સિજીમાલી બ્લોકમાં અંદાજે 311 મિલિયન ટન બોક્સાઈટનો ભંડાર છે, જેની લીઝ વેદાંતા લિમિટેડને આપવામાં આવી છે. જોકે, સ્થાનિકો અને ડાબેરી પક્ષો આ ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે. સીપીઆઈ(એમ) સહિતના પક્ષોએ પોલીસ કાર્યવાહીની નિંદા કરી તેને આદિવાસીઓના બંધારણીય અધિકારો પર હુમલો ગણાવ્યો છે અને ગ્રામસભાની સંમતિ વિના પ્રોજેક્ટ ન ચલાવવાની માંગ કરી છે.

આ પણ વાંચો: કેરળ કેવી રીતે ગરીબી મુક્ત રાજ્ય બન્યું, રહસ્ય શું છે?

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x