રાજધાની નવી દિલ્હીમાં 20 જુલાઈના રોજ આયોજિત સંસદ માર્ચ દરમિયાન હજારો યુવાનો દેશની શિક્ષણ વ્યવસ્થા અને નીટ (NEET) પરીક્ષાના પેપર લીકના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતા. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના આહ્વાન પર જંતર-મંતર ખાતે ભેગા થયેલા પ્રદર્શનકારીઓએ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડાતાં અનેક પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરંતુ આ કાર્યવાહી વચ્ચે સાદા કપડામાં સજ્જ કેટલાક શંકાસ્પદ લોકોના વિડીયો વાયરલ થતાં સમગ્ર ઘટનાક્રમે નવો રાજકીય અને પ્રશાસનિક વળાંક લીધો છે.

સાદા કપડામાં લાઠીધારી શંકાસ્પદો પર સવાલો
સંસદ માર્ચ દરમિયાન સામે આવેલા વિડીયોમાં કેટલાક લોકો સીવિલ ડ્રેસમાં પોલીસની ઓફિશિયલ સ્ટાન્ડર્ડ લાઠીઓ લઈને ઊભેલા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર સ્વતંત્ર પત્રકારો, યુટ્યુબર્સ અને વિપક્ષી નેતાઓ દ્વારા તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પેપર લીકઃ વંચિત વર્ગના વિદ્યાર્થીઓની તકો છીનવવાનું ષડયંત્ર
CJP એ 21 જુલાઈના રોજ સોશિયલ મીડિયા મંચ ‘X’ પર વિડીયો ટેગ કરીને દિલ્હી પોલીસને સીધો પ્રશ્ન પૂછ્યો હતો કે, સાદા કપડામાં લાકડીઓ લઈને ઊભેલા આ ગુંડાઓ કોણ છે? તેમજ યુવાનોને પીટવા માટે પોલીસ દળમાં કોની ભરતી કરવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી.
Who are these lathi-armed goons in plainclothes @DelhiPolice? Who have you hired on your force to beat us up? Why are such monsters called police in India? pic.twitter.com/h3pXcz3RKQ
— Cockroach is Back (@Cockroachisback) July 20, 2026
સવાલ પૂછનારા પ્રદર્શનકારીઓ પર હુમલો
CJP દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં બે વ્યક્તિઓ સાદા કપડામાં હાથમાં લાઠીઓ સાથે ઉભેલા જોવા મળે છે. જ્યારે વિરોધ કરી રહેલા યુવાનોએ તેમની ઓળખ અંગે સવાલો પૂછવાનું શરૂ કર્યું, ત્યારે ત્યાં તૈનાત ગણવેશધારી પોલીસકર્મીઓ આવી પહોંચ્યા હતા અને પ્રદર્શનકારીઓને ધમકાવવા લાગ્યા હતા. ત્યારબાદ ગણવેશધારીઓ અને સાદા કપડાંમાં હાજર લાઠીધારીઓએ સવાલ પૂછનારા વિદ્યાર્થીઓ પર જ આડેધડ લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. આ દ્રશ્યો સામે આવ્યા બાદ તંત્રની કામગીરી સામે ગંભીર શંકાઓ ઊભી થઈ છે.

આ પણ વાંચો: તીજન બાઈ: આદિવાસી સમાજની દીકરી, જેની કળાને દુનિયાએ સલામ કરી
ये लोग कौन हैं जो लाठी लेकर आए थे? एक समय था जब क्राइम रिपोर्टर पुलिस से पहले बता देते थे। लगता है अब वे भी व्हाट्स ग्रुप के खटाल में बाँध दिए गए हैं। JNU के साबरमती हॉस्टल में अचानक गुंडे घुस आए। उस केस का क्या हुआ? किसी को सज़ा हुई? pic.twitter.com/CphpQhzAxd
— ravish kumar (@ravish_journo) July 21, 2026
પત્રકારો અને ડિજિટલ ક્રિએટર્સનો આક્રોશ
આ સમગ્ર મામલે વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારે ‘X’ પર પોસ્ટ કરીને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે કે આખરે આ લોકો કોણ હતા જે હાથમાં સરકારી લાઠીઓ લઈને ફરતા હતા.
YouTuber Samdish Bhatia was also present at the CJP protest and the Sansad march today.
He was standing among the protesters when the police moved in, and he appeared to be hit with a couple of lathi blows on his backside.
He’s usually seen laughing and joking, but after those… pic.twitter.com/cG5Fre61Wh
— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) July 20, 2026
રવીશ કુમાર ઉપરાંત અન્ય પત્રકારો અને જાણીતા યુટ્યુબર સમદીશ ભાટિયા જેવા લોકોએ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ લોકોએ કાયદાકીય ધોરણોથી વિપરીત આવા કપડાં કેમ પહેર્યા હતા. CJP દ્વારા પોસ્ટ કરવામાં આવેલા અન્ય એક વિડીયોમાં પ્રદર્શનકારીઓએ એવો પણ દાવો કર્યો છે કે ખુદ પોલીસકર્મીઓ જ બસ અને કારના કાચ તોડી રહ્યા હતા. આ મામલે તપાસની માંગણી તેજ બની છે.
આ પણ વાંચો: ‘ન્યાય આપો અથવા મારી નાખો’, સૂળી પર લટકી આદિવાસીઓનું આંદોલન










