ન્યૂ યોર્ક સિટીના પ્રથમ ભારતીય-અમેરિકન મેયર ઝોહરાન મમદાનીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યોજાનારા કાર્યક્રમ સામે આકરા પ્રહારો કર્યા છે. 29 ઓગસ્ટના રોજ યોજાનારા સંઘના આ શતાબ્દી વર્ષના ગ્લોબલ આઉટરીચ કાર્યક્રમ સામે મમદાનીએ સ્પષ્ટ શબ્દોમાં અસંમતિ દર્શાવી છે. એક પત્રકાર પરિષદમાં બોલતા મમદાનીએ જણાવ્યું હતું કે, તેઓ આ રેલીનું સહેજ પણ સમર્થન કરતા નથી.
જોકે ખાનગી કાર્યક્રમ હોવાથી શહેર તંત્ર પાસે તેને રદ કરવાની કાનૂની મર્યાદાઓ હોઈ શકે છે, પરંતુ એક ભારતીય-અમેરિકન અને મેયર તરીકે તેઓ આવી વિભાજનકારી વિચારધારાનો આકરો વિરોધ કરે છે. મમદાનીએ ભારતના બહુલતાવાદી અને બિનસાંપ્રદાયિક ઢાંચાને યાદ કરીને સંઘની બહિષ્કારવાદી રાજનીતિ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

RSS ની કટ્ટર અને મનુવાદી વિચારધારા
ઝોહરાન મમદાનીનો આ વિરોધ માત્ર એક રાજકીય નિવેદન નથી, પરંતુ RSS ની મૂળભૂત વિચારધારા પર મોટો પ્રહાર છે. સંઘની સ્થાપના 1925 થી જ ભારતને એકચક્રીય હિંદુ રાષ્ટ્ર બનાવવાના એજન્ડા પર થયેલી છે. સંઘની વિચારધારા મૂળભૂત રીતે કટ્ટર જાતિવાદી, મનુવાદી અને બ્રાહ્મણવાદી ઢાંચા પર આધારિત રહી છે, જ્યાં સમાનતા અને સામાજિક ન્યાયને કોઈ સ્થાન નથી. સંઘે હંમેશા મનુસ્મૃતિના વિભાજનકારી સિદ્ધાંતોને પરોક્ષ રીતે પ્રોત્સાહન આપીને સમાજમાં વર્ણવ્યવસ્થા અને ઉચ્ચ-નીચના ભેદભાવને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો: 13 વર્ષની દલિત સગીરા પર 5 કિશોરોએ ગેંગરેપ ગુજાર્યો
બહુવિધ સંસ્કૃતિ ધરાવતા ભારતીય સમાજમાં એકસમાન સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ઠોકી બેસાડવાની સંઘની નીતિ બંધારણના આત્મા સમાન બિનસાંપ્રદાયિકતા અને લોકશાહીના મૂલ્યો પર સીધો હુમલો છે.
છેલ્લા 14 વર્ષનું શાસન અને દેશનું વિભાજન
ભારતમાં છેલ્લા 14 વર્ષના નરેન્દ્ર મોદીના સાશન દરમિયાન સંઘના આ વંશીય અને કોમી એજન્ડાને ખુલ્લું સમર્થન મળ્યું છે. આ 14 વર્ષોમાં દેશમાં સામાજિક તાણાવાણાને છિન્નભિન્ન કરી દેવામાં આવ્યા છે. નફરતભર્યા ભાષણો, કોમી ધ્રુવીકરણ અને બહુમતીવાદી રાજનીતિના જોરે સમગ્ર દેશને વિભાજિત કરી દેવામાં આવ્યો છે. જે દેશ વૈવિધ્યમાં એકતા માટે ઓળખાતો હતો, ત્યાં આજે ધર્મના નામે નાગરિકો વચ્ચે દીવાલો ચણી દેવામાં આવી છે. આર્થિક મોરચે પણ મોદી સરકાર અને RSS ની નીતિઓએ દેશને ઘોર નિષ્ફળતા તરફ ધકેલ્યો છે. મૂડીવાદી મિત્રોને ફાયદો પહોંચાડવાની નીતિઓને કારણે દેશમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ ઐતિહાસિક સ્તરે વધી ગઈ છે, જેના પરિણામે કરોડો લોકો ગરીબીની ઊંડી ખાઈમાં ધકેલાઈ ગયા છે અને મોંઘવારી તેમજ બેરોજગારીએ સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.

આ પણ વાંચો: યુપીમાં 6 બૌદ્ધ સ્થળોને જોડીને વૈશ્વિક બુદ્ધિસ્ટ સર્કિટ બનશે
શોષિતો અને લઘુમતીઓના હકો પર તરાપ
સંઘ અને ભાજપના શાસનકાળ દરમિયાન સૌથી મોટો ફટકો દેશના મુસ્લિમો, દલિતો, આદિવાસીઓ અને OBC સમાજને પડ્યો છે. લઘુમતી મુસ્લિમોને ટાર્ગેટ કરીને તેમના નાગરિકતાના હકો, ખાવા-પીવાની આઝાદી અને વેપાર-રોજગાર પર સતત પ્રહારો કરવામાં આવ્યા છે. મનુવાદી વિચારધારાના પ્રભાવ હેઠળ દલિતો અને આદિવાસીઓ પરના અત્યાચારોમાં ચિંતાજનક વધારો થયો છે. બંધારણ દ્વારા મળેલા અનામત અને જળ-જંગલ-જમીનના હકોને આડકતરી રીતે છીનવી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. સામાજિક ન્યાય અને વસ્તીના પ્રમાણમાં હિસ્સેદારીની માંગણી કરતા OBC વર્ગને પણ માત્ર મતબેંક તરીકે વાપરીને તેમના વાસ્તવિક અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરાવ અને USCIRF ની માંગ
મોહન ભાગવતની આ અમેરિકા યાત્રા માત્ર ન્યૂ યોર્કના મેયરના વિરોધ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ વૈશ્વિક સ્તરે પણ તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ધાર્મિક આઝાદી પર નજર રાખતી અમેરિકી સંસ્થા USCIRF (US Commission on International Religious Freedom) એ પણ ભારત અને વિદેશમાં RSS ની વિભાજનકારી પ્રવૃત્તિઓ ધ્યાને લઈ તેના પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. મોહન ભાગવતના અમેરિકા, કેનેડા અને યુકેના પ્રવાસ વચ્ચે જ ન્યૂ યોર્કમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનોએ સાબિત કર્યું છે કે સંઘની વિભાજનકારી રાજનીતિ હવે માત્ર ભારત પૂરતી સીમિત નથી રહી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માનવધિકાર અને લોકશાહી પ્રેમીઓ તેનો આકરો પ્રતિકાર કરી રહ્યા છે.
આ પણ વાંચો: RSS સંગઠન નથી તો શું છે, તે રજિસ્ટ્રેશનથી કેમ ડરે છે?











