‘અનામત બંધારણીય અધિકાર છે, કોઈ તેને ખતમ નહીં કરી શકે’

અનામતની તરફેણમાં દલિત નેતાઓ ખૂલીને પોતાની વાત કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પીએમ મોદીની હાજરીમાં સ્પષ્ટ વાત કરી દીધી.
What did Chirag Paswan say on the reservation
What did Chirag Paswan say on the reservation

અનામત હટાવો નામનું મનુવાદીઓનું આંદોલન હવે ખુદ કેન્દ્રની મોદી સરકાર માટે ગળામાંનું હાડકું બની ગયું છે. અનામતની સમીક્ષા કરવા કે તેને રદ કરવાની ઉઠેલી મનુવાદી તત્વોની માંગ વચ્ચે કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને (Chirag Paswan) અનામતના સમર્થનમાં અત્યંત આક્રમક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. તેમણે મક્કમ અવાજે જાહેરાત કરી છે કે અનામત એ કોઈ પક્ષ કે સરકાર દ્વારા આપવામાં આવેલી દયા કે ભીખ નથી, પરંતુ ડો. ભીમરાવ આંબેડકર દ્વારા બંધારણમાં આપવામાં આવેલો એક અવિભાજ્ય અને મજબૂત અધિકાર છે. ચિરાગ પાસવાને સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી તેઓ અને તેમની પાર્ટી કેન્દ્ર સરકારનો હિસ્સો છે, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત અનામત વ્યવસ્થા સાથે છેડછાડ કરી શકશે નહીં.

કોઈના નિવેદન આપવાથી અનામત ખતમ નહીં થાય: ચિરાગ પાસવાન

ચિરાગ પાસવાને અનામત વિરોધી તત્વો પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષો અને લોકો દેશના દરેક ગંભીર મુદ્દાને માત્ર પોતાના સ્વાર્થ અને રાજકીય ચશ્માથી જોવાનો પ્રયાસ કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે અનામત એ કોઈ એવી હળવી વ્યવસ્થા નથી કે જેને કોઈના નિવેદન આપવાથી કે માંગણી કરવાથી નાબૂદ કરી શકાય. જે લોકો સમીક્ષા કે સુધારાના નામે અનામત નાબૂદ કરવાની વાતો કરી રહ્યા છે, તેમને દેશમાં સામાજિક ન્યાય અને અનામતની અનિવાર્યતા અંગેની પાયાની સમજ જ નથી.

સમાજમાં આજે પણ વિષમતા અને આભડછેટ મોજૂદ

સામાજિક વાસ્તવિકતાનો ચિતાર આપતાં ચિરાગ પાસવાને જણાવ્યું કે દેશમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના લોકો સદીઓથી આભડછેટ અને સામાજિક બહિષ્કારનો ભોગ બનતા આવ્યા છે. આજે પણ વિજ્ઞાન અને પ્રગતિના યુગમાં દેશના અનેક ભાગોમાં દલિત યુવકોને પોતાના લગ્નની સરઘસમાં ઘોડી પર બેસવા દેવામાં આવતા નથી અને વિરોધ થાય છે. એટલું જ નહીં, મોટા દલિત નેતા કે પ્રતિનિધિ મંદિરની મુલાકાત લે તે પછી મંદિર પરિસરને ગંગાજળથી ધોવામાં આવે છે.

આ પણ વાંચોઃ આર્થિક આધાર પર અનામતની માંગ તદ્દન ગેરબંધારણીયઃ માયાવતી

ચિરાગ પાસવાને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક વરિષ્ઠ નેતા મંચ પરથી ગયા બાદ તે જગ્યાને “શુદ્ધ” કરવાની ઘટનાઓ દર્શાવે છે કે માનસિકતામાં આજે પણ કેટલી ઊંડી ખામી છે. જ્યાં સુધી સામાજિક ભેદભાવ અને માનસિકતાનો આ મોટો પ્રશ્ન પૂરો ન થાય, ત્યાં સુધી અનામત અત્યંત અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ અનામત હટાવો આંદોલન મોદી સરકાર પ્રેરિત છેઃ ચંદ્રશેખર આઝાદ

ક્રીમી લેયર અને પેટા-વર્ગીકરણથી દલિત સમાજ નબળો પડશે

અનામત વ્યવસ્થામાં ‘ક્રીમી લેયર’ (Creamy Layer) ની નીતિ અને સબ-કેટેગરાઈઝેશન (પેટા-વર્ગીકરણ) લાગુ કરવાના પ્રસ્તાવો સામે પણ ચિરાગ પાસવાને આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે આવા પગલાંથી પીડિત અને પછાત સમાજની એકતા તૂટી જશે અને તેમની સામૂહિક શક્તિ ક્ષીણ થઈ જશે. અત્યારે SC અને ST સમાજ એકજૂથ થઈને પોતાના હક માટે મજબૂતીથી અવાજ ઉઠાવી રહ્યો છે, પરંતુ ક્રીમી લેયર જેવા નિર્ણયોથી આ શક્તિ નબળી પડશે અને અનામત ખતમ કરવા માંગતા તત્વોને બળ મળશે.
સરકારમાં રહીને અનામતના ઢાલ બનીને ઊભા રહીશું

પોતાના પિતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનના વારસાનો ઉલ્લેખ કરતાં ચિરાગ પાસવાને કહ્યું કે, વર્તમાન સરકારે SC, ST અને OBC ના અધિકારોનું રક્ષણ કર્યું છે, સાથોસાથ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગો માટે 10% EWS અનામત પણ સફળતાપૂર્વક લાગુ કર્યું છે. અનામત એ બાબા સાહેબની સોચથી તૈયાર થયેલી એક મજબૂત બંધારણીય ઢાલ છે. તેઓ જ્યાં સુધી સરકારનો ભાગ છે ત્યાં સુધી આ સુરક્ષા કવચને કોઈ પણ સંજોગોમાં નબળું પડવા દેશે નહીં.

આ પણ વાંચોઃ  અનામત નાબૂદીની વાત કરનાર તત્વો સામે રાજદ્રોહનો કેસ કરો!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x