પાટણમાં GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવા આંદોલન શરૂ!

GPSC ના ચેરમેન હસમુખ પટેલે EWSના નામે બહુજન ઉમેદવારોનો હક છીનવી GPSCને 'ગુજરાત પટેલ સર્વિસ કમિશન' બનાવી દીધું હોવાનો આક્ષેપ લાગ્યો.
GPSC Chairman Hasmukh Patel

GPSC ના ચેરમેન હસમુખ પટેલ સામે ગુજરાતની સરકારી ભરતી પ્રક્રિયાઓમાં સતત વધી રહેલા જાતિવાદી વલણ અને બહુજન સમાજના યુવાનોના ભવિષ્ય સાથે થઈ રહેલા ચેડાં સામે હવે વિરોધનો વંટોળ ઊઠ્યો છે. પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે OBC, SC, ST અને લઘુમતી સમાજના અગ્રણીઓ તથા પીડિત યુવાનોએ એકઠા થઈને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) અને ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ની પરીક્ષાઓમાં થઈ રહેલી ગંભીર ગેરરીતિઓ, અન્યાય અને ચોક્કસ જ્ઞાતિ પ્રત્યેના પક્ષપાત સામે કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર દ્વારા GPSCના ચેરમેન હસમુખ પટેલના તાત્કાલિક રાજીનામાની ઉગ્ર માગ કરવામાં આવી છે અને જો આ અન્યાય બંધ નહીં થાય તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન અને ધરણા કરવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.

GPSC બની ગયું ‘ગુજરાત પટેલ સર્વિસ કમિશન!’

ગુજરાતમાં સરકારી નોકરીઓની તૈયારી કરતા લાખો બહુજન યુવાનોમાં અત્યારે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિરોધ કરી રહેલા આગેવાનો અને યુવાનોનો ખુલ્લો આક્ષેપ છે કે હસમુખ પટેલે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) જેવી બંધારણીય સંસ્થાને ‘ગુજરાત પટેલ સર્વિસ કમિશન’ બનાવી દીધું છે. GPSC દ્વારા લેવાતી વર્ગ 1 અને 2 સહિતની તમામ મહત્વની પરીક્ષાઓમાં EWS અનામતના ઓથાર હેઠળ માત્ર એક ચોક્કસ જ્ઞાતિના યુવાનોને જ પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાનો સણસણતો આરોપ લાગ્યો છે.

આ પણ વાંચો: GPSC માં OBC ને અન્યાય કરનાર હસમુખ પટેલને હટાવો!

ભરતીના પરિણામો અને તેના આંકડા પણ આ વાતની સાબિતી પૂરે છે કે કઈ રીતે નીતિ-નિયમોને કોરાણે મૂકીને માત્ર EWS કેટેગરી અને સવર્ણોમા પણ પટેલ જાતિના જ યુવાનોને નોકરીઓમાં ગોઠવવામાં આવી રહ્યા છે, જ્યારે SC, ST, OBC અને લઘુમતી સમાજના અત્યંત તેજસ્વી ઉમેદવારોને કાવતરાપૂર્વક બહાર ફેંકી દેવાય છે.

લેખિતમાં 280 માર્ક્સ લાવનારને 100 માંથી માત્ર 14 ગુણ!

સામાજિક આગેવાન બાબુજી ઠાકોરે મીડિયા સમક્ષ ચોંકાવનારા આંકડા રજૂ કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના શાસનમાં ગૌણ સેવા પસંદગી મંડળ અને GPSC ના માધ્યમથી શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે બહુજન યુવાનોનું આયોજનબદ્ધ શોષણ થઈ રહ્યું છે. મૌખિક પરીક્ષા (ઇન્ટરવ્યૂ)ના નામે ચાલતી ગેરરીતિનો પર્દાફાશ કરતા તેમણે કહ્યું કે, SC, ST, OBC અને લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની મુખ્ય લેખિત પરીક્ષામાં 300 માંથી 260 થી 280 જેટલા ઊંચા ગુણ મેળવે છે. પરંતુ ઇન્ટરવ્યૂમાં હસમુખ પટેલ અને તેમની પેનલ દ્વારા આ જ હોંશિયાર યુવાનોને 100 માંથી માત્ર 20, 19, 14 કે 15 જેવા સાવ નીચા ગુણ આપીને નાપાસ કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો: CM ‘પટેલ’ GPSC ચેરમેન ‘પટેલ’ ઈન્ટરવ્યૂ લેનાર ‘પટેલ’, કંઈ સમજાયું?

બીજી તરફ, ચોક્કસ જ્ઞાતિના ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં અતિશય ઊંચા ગુણ આપીને મેરિટમાં ઉપર લાવી દેવાય છે. હવે તો સરકાર ઇન્ટરવ્યૂના ગુણ 100 થી વધારીને 150 કરવાની તૈયારી કરી રહી છે, જેથી કરીને બહુજન સમાજના યુવાનોને વધુ પ્રમાણમાં કાપી શકાય અને ભેદભાવ આચરી શકાય.

યુવાનોના ભવિષ્યની સુરક્ષા માટે હસમુખ પટેલને હોદ્દા પરથી હટાવવા જરૂરી

પાટણ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરતા ગઢવી મેહુલદાન અને અન્ય વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું હતું કે, ભૂતકાળથી લઈને અત્યાર સુધી સતત પછાત સમાજના યુવાનો સાથે અન્યાય થતો આવ્યો છે. GPSC કે પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ જેવી સંસ્થાઓમાં બેઠેલા જાતિવાદી માનસિકતા ધરાવતા અધિકારીઓ સરકારી નોકરીઓમાં OBC, SC, ST અને લઘુમતીના યુવાનોનું પ્રતિનિધિત્વ શૂન્ય કરવા માંગે છે.

યોગ્ય લાયકાત અને સખત મહેનત કરવા છતાં જ્યારે પરિણામોમાં જાતિવાદ આડો આવે છે ત્યારે યુવાનોનો વ્યવસ્થા પરથી વિશ્વાસ ઊઠી જાય છે. આ અન્યાયી નીતિઓ સામે જો હસમુખ પટેલનું રાજીનામું લેવામાં નહીં આવે, તો પાટણ જિલ્લાના હજારો યુવાનો ગાંધીનગર સુધી લડત લંબાવશે અને અહિંસક ધરણા પર બેસશે. બહુજન સમાજના હક અને અધિકાર માટે આ લડાઈ આરપારના મોરચે લડવાની તૈયારી બતાવાઈ છે.

આ પણ વાંચો: GPSC કે ‘પટેલ સેવા આયોગ’? હસમુખ પટેલે ફરી SC-OBCના હકો છીનવ્યા?

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Jeshingbhai Vadher
Jeshingbhai Vadher
2 hours ago

Absolutely right

GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x