BAPS સ્વામીનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી (Mahant Swami Maharaj)સહિતના સાધુઓએ ફ્રાંસના એફિલ ટાવરની લીધેલી મુલાકાતે વૈશ્વિક સ્તરે ભારતની છબિ ખરડી હતી. વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા એફિલ ટાવર (Eiffel Tower) ની મુલાકાતે ગયેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ના સાધુઓ અને પ્રતિનિધિ મંડળની મહિલાવિરોધી અને મનુવાદી કડક શરતોને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ ઊભો થયો છે. આ ઘટનાને પગલે એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની Société d’Exploitation de la Tour Eiffel (SETE) ના જનરલ ડિરેક્ટર પેટ્રિક બ્રાન્કો રૂઇવો (Patrick Branco Ruivo) ને 2026 ના અંત સુધીમાં પોતાના પદ પરથી હટાવવાની ફરજ પડી છે.
શું હતો સમગ્ર વિવાદ?
ગત 5 સપ્ટેમ્બરના રોજ BAPS સંસ્થાનું 100 થી વધુ લોકોનું એક પ્રતિનિધિ મંડળ એફિલ ટાવરની ખાનગી મુલાકાતે પહોંચ્યું હતું. આ મુલાકાત પેરિસ નજીક બુસી-સેન્ટ-જ્યોર્જિસ (Bussy-Saint-Georges) માં BAPS ના નવા ભવ્ય મંદિરના ઉદ્ઘાટન પ્રસંગ સાથે જોડાયેલી હતી. પરંતુ આ પ્રવાસ દરમિયાન સંસ્થાના સાધુઓની “મહિલાઓથી દૂર રહેવાની” ધાર્મિક પરંપરા અને શરતોને કારણે એફિલ ટાવરમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને તેમની જગ્યા પરથી હટાવી દેવામાં આવી હતી.

મહિલા કર્મચારીઓને કેટલાક ભાગોમાં પ્રવેશવા કે અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને તૈનાત કરાયા હતા. આ ઘટનાથી લિંગ આધારિત ભેદભાવ થતાં મહિલા કર્મચારીઓએ ભારે અપમાન અનુભવ્યું હતું.
આ પણ વાંચોઃ રાજકોટના સરધારમાં ડૉ.આંબેડકરની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાતા રોષ
Глава оператора Эйфелевой башни покинет пост из-за того, что на день решил избавиться от сотрудников-женщин.
Причиной отставки называют результаты внутренней проверки его решения. Патрик Бранко Руво удалил из башни сотрудников-женщин на время посещения ее представителями pic.twitter.com/aow9kYkJOM— Olegatr s neba 1244 (@OlegatrN) September 30, 2026
એફિલ ટાવરમાં હડતાળ અને 1 દિવસનું કામકાજ ઠપ
આ મનુવાદી અને લિંગ-આધારિત ભેદભાવ સામે એફિલ ટાવરના કર્મચારીઓની યુનિયન પ્રતિનિધિ ડાયને દાવોઆન અને અન્ય સ્ટાફે સખત વિરોધ નોંધાવ્યો હતો. 7 સપ્ટેમ્બરના રોજ તમામ કર્મચારીઓએ વૉકઆઉટ કરીને હડતાળ પાડી હતી, જેના કારણે પ્રતિ વર્ષ 70 લાખ જેટલા પ્રવાસીઓને આકર્ષિત કરતું આ વૈશ્વિક સ્મારક આખો દિવસ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું.
આ ઘટનાથી ફ્રાન્સના લોકતાંત્રિક અને મહિલા સમાનતાના મૂલ્યો પર મોટો પ્રહાર થયો હતો. પેરિસના મેયર કાર્યાલય અને SETE ના પ્રમુખ એરિયલ વીલે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા અને જાહેર કર્યું હતું કે ધાર્મિક શરતોના નામે લિંગ-આધારિત ભેદભાવ સહન કરી શકાય નહીં.

આ પણ વાંચોઃ ‘હું દલિત હોવાથી સ્વામિનારાયણની દીક્ષા ન આપી!’
તપાસ કમિટીનો અહેવાલ અને કડક કાર્યવાહી
તપાસ અહેવાલમાં સામે આવ્યું કે 5 સપ્ટેમ્બરની આ મુલાકાતમાં ગંભીર ઓપરેશનલ ખામીઓ હતી, જેના કારણે મહિલા કર્મચારીઓને અલગ રાખવામાં આવી હતી. કંપનીએ આ પરિસ્થિતિને “અસ્વીકાર્ય” ગણાવી હતી અને તેના પરિણામ સ્વરૂપે નવેમ્બર 2018 થી સેવા આપતા જનરલ ડિરેક્ટર રૂઇવોને પદ પરથી હટાવવાનો આકરો નિર્ણય લીધો હતો.
BAPS એ સ્પષ્ટતા કરી, ભારત સરકારે બચાવ કર્યો
વિવાદ વધતાં BAPS સંસ્થાએ ખુલાસો કરતા દાવો કર્યો હતો કે તેમનો હેતુ મહિલાઓ પ્રત્યે ભેદભાવ કરવાનો નહોતો પરંતુ સંસ્થાના સાધુઓની ધાર્મિક મર્યાદાઓ અનુસાર વ્યવસ્થા કરવાનો હતો. તેમણે કોઈની પણ લાગણી દુભાઈ હોય તો માફી માંગી હતી. બીજી તરફ, 8 સપ્ટેમ્બરના રોજ ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જૈસવાલે સ્પષ્ટતા કરી હતી કે ભારત સરકાર પેરિસમાં BAPS મંદિરના ઉદ્ઘાટનથી વાકેફ છે, પરંતુ એફિલ ટાવરનો આ કિસ્સો સંબંધિત સંસ્થાઓ વચ્ચેનો આંતરિક મામલો છે.
મહિલાવિરોધી માનસિકતાએ વૈશ્વિક હોબાળો મચાવ્યો
21 મી સદીમાં જ્યારે સમગ્ર વિશ્વ મહિલા સમાનતા અને માનવ અધિકારોની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે ધર્મના નામે મહિલાઓને ગૌણ ગણવાની અને તેમને નજરોથી દૂર કરવાની આવી મનુવાદી માનસિકતાથી વિશ્વભરમાં ભારતની છબી ખરડાઈ છે. વિદેશની ધરતી પર ભારતીય ધાર્મિક સંસ્થાઓ દ્વારા પોતાની સંકુચિત અને મહિલાવિરોધી પરંપરાઓ બીજા દેશના સાર્વજનિક ક્ષેત્રો પર લાદવાનો પ્રયાસ અત્યંત શરમજનક છે. ફ્રાન્સ જેવા બિનસાંપ્રદાયિક અને સમાનતાવાદી દેશમાં બનેલી આ ઘટનાએ સાબિત કર્યું છે કે કાયદો અને સ્ત્રી સમાનતાના મૂલ્યો કોઈપણ ધાર્મિક કટ્ટરતાથી ઉપર છે.
આ પણ વાંચોઃ સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, ઈસ્કોન વગેરે ફ્રોડ સંપ્રદાયો છે : શંકરાચાર્ય











