દલિતોએ અંતિમક્રિયા માટે સવર્ણોના પગ પકડી માફી માંગવી પડી

દલિત વ્રુદ્ધના અંતિમ સંસ્કાર અટકાવી સવર્ણોએ દલિતોને પગ પકડી માફી માંગવા મજબૂર કર્યા. ડર અને બહિષ્કારની ધમકી સામે દલિતોએ ઝૂકવું પડ્યું.
dalits-forced-to-fall-at-feet-burial-dispute
dalits-forced-to-fall-at-feet-burial-dispute

દલિત સમાજ માટે આઝાદીના દાયકાઓ વીતી ગયા પછી અને આધુનિકતાના દાવાઓ વચ્ચે પણ સામાજિક સમાનતા અને ન્યાય જોજનો દૂર હોય તેમ જણાય છે. એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક ગામમાં સવર્ણ હિંદુઓએ એક દલિત વૃદ્ધની અંતિમક્રિયા અટકાવી દઈ દલિતો પાસે પગ પકડાવી માફી મગાવી હતી.

ઘટના પેરિયારની ભૂમિ તમિલનાડુની છે. ઇરોડ જિલ્લાના પેરૂમપલ્લી ગામમાં પ્રભાવશાળી અને અહંકારી સવર્ણ જાતિના લોકોએ એક 90 વર્ષીય દલિત વ્રુદ્ધના મૃતદેહને સ્મશાનમાં દફનાવવાની ક્રિયા અટકાવી દીધી અને બીક તથા આર્થિક બહિષ્કારની ધમકી આપીને દલિત સમાજના બે યુવકોને પોતાના પગમાં પડવા મજબૂર કર્યા હતા.

જાતિવાદી તત્વોએ મૃતદેહની અંતિમક્રિયા અટકાવી

ઘટનાની શરૂઆત 5 ઓક્ટોબરના રોજ થઈ હતી, જ્યારે પેરૂમપલ્લી ગામમાં 90 વર્ષીય એક વ્રુદ્ધનું વયસંબંધિત બીમારીઓને કારણે અવસાન થયું હતું. શોકમગ્ન પરિવાર અને અનુસૂચિત જાતિ (Dalit) સમાજના લોકો જ્યારે આ વ્રુદ્ધના મૃતદેહને દફનાવવા માટે સ્મશાનભૂમિ અથવા નિર્ધારિત જગ્યા પર લઈને પહોંચ્યા, ત્યારે ગામના કહેવાતા ઉચ્ચ અને પ્રભાવશાળી જાતિના લોકો ત્યાં આવી ગયા.
આ અહંકારી તત્વોએ દલિત વૃદ્ધના અંતિમ સંસ્કાર અટકાવી દીધા. આ વિવાદ જ્યારે ઉગ્ર બન્યો ત્યારે સવર્ણોએ દાદાગીરી કરી દલિતોને ધમકાવતા કહ્યું કે, જો તેઓ તેમનું કહ્યું નહીં માને તો તેમને આખા વિસ્તારમાં ક્યાંય રોજગાર નહીં મળે અને તેમને સામાજિક-આર્થિક રીતે પાયમાલ કરી દેવામાં આવશે.

આ દબાણ અને આજીવિકા છીનવાઈ જવાના ડર હેઠળ, ગામના બે દલિત યુવકોને અપમાનના ઘૂંટ પીવા પડ્યા અને તેમને જાતિવાદી તત્વોના પગ પકડીને માફી માગવી પડી. આ દ્રશ્ય માત્ર તે બે વ્યક્તિઓનું અપમાન નહોતું, પરંતુ આખા દેશના સ્વાભિમાની દલિત સમાજના આત્મસન્માન પર સીધો ઘા હતો.

આ પણ વાંચોઃ સ્મશાનનો રસ્તો ન અપાતા દલિત વૃદ્ધાની ચોકમાં અંતિમવિધિ કરાઈ

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા કાર્યવાહી

આ ઘૃણાસ્પદ ઘટનાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે કેવી રીતે દલિતોને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. મામલો જોર પકડતા તિનગલુર પોલીસ સ્ટેશન દ્વારા સક્રિયતા દાખવવામાં આવી હતી.

પેરૂંદુરઈના મામલતદારની સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે ગુરુવાર રાત્રે કડક પગલાં લેતા બે મુખ્ય આરોપીઓ વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 (SC/ST Atrocities Act) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ સુરક્ષામાં અંતિમ સંસ્કાર અને કડક સવાલો

આ વિવાદ અને તણાવ વચ્ચે વ્રુદ્ધના અંતિમ સંસ્કાર આખરે સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં અને ચુસ્ત પોલીસ સુરક્ષા હેઠળ કરવા પડ્યા હતા. સવર્ણોના વિરોધ વચ્ચે પોલીસ બંદોબસ્તમાં અંતિમ સંસ્કાર કરાવવા પડે તે દર્શાવે છે કે આપણા સામાજિક તાણાવાણામાં ઝેર કેટલું ઊંડે સુધી વ્યાપેલું છે.

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કાયદાઓ બનવા છતાં જમીની હકીકત બદલાઈ નથી. જ્યાં સુધી કથિત સવર્ણોમાંથી જાતિવાદનો અહંકાર નહીં મટે, ત્યાં સુધી દેશમાં સાચી સમાનતા અને સ્વતંત્રતા અધૂરી જ રહેશે. આ કેસમાં માત્ર બે લોકોની ધરપકડ કે ગુનો નોંધવાથી ઉકેલ નહીં આવે, પરંતુ આવા જાતિવાદી માનસિકતા ધરાવતા તમામ તત્વો સામે દાખલારૂપ અને કડકમાં કડક કાનૂની કાર્યવાહી થવી અનિવાર્ય છે, જેથી ભવિષ્યમાં કોઈ દલિતોના સ્વાભિમાન સાથે રમત ન કરી શકે.

આ પણ વાંચોઃ નેતાઓ માટે રસ્તો ખોલ્યો, પણ માતાનો મૃતદેહ લઈ પુત્રે 1 કિમી ચાલવું પડ્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x