CJI ચંદ્રચૂડ મોદી સરકાર સામે ‘નરમ’ કેમ હતા? કોનું દબાણ હતું?

CJI ચંદ્રચૂડ સામે મોદી સરકાર સામે નમતું જોખવાનો પૂર્વ જજ સંજય કિશન કૌલના અપ્રકાશિત પુસ્તકમાં દાવો. ન્યાયતંત્રની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠ્યાં.
દલિત સમાચાર

CJI નું પદ દેશની ન્યાય વ્યવસ્થામાં સર્વોચ્ચ ગણાય છે. દેશનો સામાન્ય નાગરિક જ્યારે સરકાર અને સિસ્ટમની દાદાગીરીથી હારી જાય છે ત્યારે તેને ન્યાયની એકમાત્ર આશા સુપ્રીમ કોર્ટ હોય છે. તે અપેક્ષા રાખતો હોય છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સરકાર અને સિસ્ટમની પરવા કર્યા વિના ન્યાય તોળશે. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસોએ જે રીતે મોદી સરકાર સામે હથિયાર હેઠાં મૂકી દીધાં છે તેના કારણે સમગ્ર ન્યાયતંત્ર પર સવાલો ઉભા થયા છે. આવો જ વધુ એક ભડકો હાલ પૂર્વ ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડને લઈને થયો છે.

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ સંજય કિશન કૌલના અપ્રકાશિત પુસ્તક ‘વિધાઉટ ફિયર ઓર ફેવર’ (Without Fear or Favour) ની હસ્તપ્રતના હવાલેથી જ્યુડિશિયલ અપોઈન્ટમેન્ટ અને પીએમએલએ (PMLA) કેસની બેંચ બદલવા પર સવાલો ઉઠ્યા છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ન્યાયપાલિકાને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો.

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ સંજય કિશન કૌલનું એક પુસ્તક છે જે હજુ સુધી પ્રકાશિત થયું નથી. પરંતુ તેના કેટલાક ભાગોને લઈને રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં આ પુસ્તકના કેટલાક ભાગોનો હવાલો આપતા કોંગ્રેસે મોદી સરકારમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસે ભારપૂર્વક કહ્યું કે બંધારણની રક્ષા કરવાની જવાબદારી વાળી સંસ્થા સત્તામાં બેઠેલા લોકોના પ્રભાવ અને દબાણથી મુક્ત રહેવી જોઈએ. કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કર્યો. જેમાં જસ્ટિસ કૌલના સંસ્મરણો ‘વિધાઉટ ફિયર ઓર ફેવર’ (Without Fear or Favour) ની હસ્તપ્રતના કેટલાક અંશ છે.

સરકાર પ્રત્યે નરમ હતા CJI ડી.વાય. ચંદ્રચૂડ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હસ્તપ્રતમાં કહેવામાં આવ્યું છે કે ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ (CJI) ડી.વાય. ચંદ્રચૂડ ન્યાયિક નિયુક્તિઓના મામલે સરકાર પ્રત્યે ખૂબ જ વધુ નરમ રહેતા હતા. એક્સ (X) પર કરવામાં આવેલી એક પોસ્ટમાં જયરામ રમેશે લખ્યું,
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ સંજય કિશન કૌલના એક પુસ્તકે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ન્યાયપાલિકાની સ્વતંત્રતાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચોઃ દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ વિરુદ્ધ 8,630 ફરિયાદો મળી

રમેશે લખ્યું કે જસ્ટિસ કૌલે પોતાના મેમાઇરમાં અનેક ચિંતાજનક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. આમાં ન્યાયિક નિયુક્તિઓમાં સરકારનો કથિત હસ્તક્ષેપ, કોલેજિયમની બેઠકો પહેલાં સરકારની મંજૂરી લેવાના પ્રયત્નો અને લઘુમતી સમાજમાંથી આવતા એક જજની જાતિ વિશે સરકાર દ્વારા સવાલ પૂછવાની ઘટનાઓ સામેલ છે. તેમણે કહ્યું કે જે મુદ્દાઓ પર પહેલાં લોકો ખુલ્લેઆમ વાત કરવાથી ખચકાતા હતા, તેમને હવે જસ્ટિસ કૌલે ખૂબ જ સીધા અને વિચારીને પસંદ કરેલા શબ્દોમાં નોંધ્યા છે. જયરામ રમેશે પોસ્ટમાં આગળ લખ્યું,

નવાઈની વાત છે કે ભારતના એક પૂર્વ સીજેઆઈએ આ વાતથી ઇનકાર કર્યો નથી કે ન્યાયિક નિયુક્તિઓ પહેલાં સરકાર સાથે વાતચીત થાય છે. જ્યારે પૂર્વ સીજેઆઈ જસ્ટિસ ચંદ્રચૂડ ખુદ આ સ્વીકારે છે કે સરકાર સીજેઆઈ સાથે વાતચીત કરે છે અને નિયુક્તિ પ્રક્રિયામાં ભૂમિકા ભજવે છે તો ન્યાયપાલિકાની સ્વતંત્રતાને લઈને ચિંતાઓ વધુ ઘેરી થઈ જાય છે.

આ પણ વાંચોઃ ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં સવર્ણ હિંદુઓએ CJI ગવઈનો વિરોધ કર્યો

વગર સલાહે બીજી બેંચને સોંપ્યો મામલો

જયરામ રમેશે જસ્ટિસ કૌલના એક અનુભવનો ઉલ્લેખ કર્યો. જેમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) સાથે જોડાયેલા એક મામલામાં જસ્ટિસ કૌલની અધ્યક્ષતાવાળી બેંચે અદાલતના એક નિર્ણયોના કેટલાક ભાગો પર ફેરવિચાર કરવાની સંભાવના વ્યક્ત કરી હતી. પરંતુ તેમની સાથે સલાહ લીધા વગર જ તે મામલાને કોઈ બીજી બેંચને સોંપી દેવામાં આવ્યો.

જયરામ રમેશે લખ્યું, આ બતાવે છે કે સુપ્રીમ કોર્ટના કામકાજમાં સરકારનો રોજિંદો હસ્તક્ષેપ કઈ હદ સુધી છે. જ્યારે ન્યાયિક નિયુક્તિઓ માટે સરકારી મંજૂરી મેળવવાનું દબાણ હોય અને જ્યારે સંવેદનશીલ કેસોની સુનાવણી કરનાર બેંચોને બદલી દેવામાં આવે ત્યારે લોકશાહીની રક્ષા માટે આ સવાલ જરૂર પૂછવો જોઈએ કે જો આ ન્યાયપાલિકા પર દબાણ અને તેની સ્વતંત્રતાને નબળી પાડવાનું નથી તો પછી બીજું શું છે?

જયરામ રમેશે કહ્યું કે બંધારણની રક્ષા કરનાર સંસ્થા સત્તામાં બેઠેલા લોકોના દબાણથી મુક્ત રહેવી જોઈએ. તેમણે કહ્યું કે લોકશાહીમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતા કોઈ વિકલ્પ નહીં પરંતુ એક ફરજિયાત આવશ્યકતા છે. કોંગ્રેસનું આ નિવેદન જસ્ટિસ કૌલના પ્રકાશિત ન થયેલા પુસ્તકમાં ન્યાયિક નિયુક્તિઓ અને એક મામલાને બીજી બેંચને સોંપવાના દાવાઓ પર કેન્દ્રિત હતું.

આ પણ વાંચોઃ CJI સૂર્યકાંત શર્માના હાથે ડિગ્રી લેવા કાયદાના વિદ્યાર્થીઓનો ઈનકાર

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x