INDIA TV ના જ્યોતિષાચાર્યની પત્ની ચૂંટણી હારી ગઈ

બીજાનું ભવિષ્ય ભાખવાનો દાવો કરનાર કથિત જ્યોતિષાચાર્ય પોતાની પત્નીની ચૂંટણી હારી જશે તે ન બતાવી શક્યા. લોકોએ બરાબરના ટ્રોલ કર્યા.
લોકોનું ભવિષ્ય જોનાર જ્યોતિષાચાર્યની પત્ની ચૂંટણી હારી ગઈ

INDIA TV પર લોકોના ભવિષ્ય જોવાનો દાવો કરતા કથિત આચાર્ય ઈન્દુ પ્રકાશ શર્માની પત્ની ચૂંટણી હારી જતા લોકોએ તેમને બરાબરના ટ્રોલ કર્યા હતા. આ ઘટનાએ જ્યોતિષના નામે ચાલતી દુકાનોની પોલ ખોલી નાખી છે. લખનૌ ખંડ સ્નાતક એમએલસી (MLC) ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે ભવિષ્યના દાવા કરનારાઓ માત્ર ભોળા લોકોને માનસિક ગુલામ બનાવીને પોતાનો સ્વાર્થ સાધે છે. પ્રખ્યાત જ્યોતિષાચાર્ય(astrologer) તરીકે ઓળખાતા આચાર્ય ઇન્દુ પ્રકાશ મિશ્રા(indu prakash mishra)ની પત્ની સ્મિતા મિશ્રા(smita mishra)એ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ તેમને 300 મત પણ મળ્યા નહોતા અને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારે તે કથિત જ્યોતિષાચાર્યોના મોં પર મોટો તમાચો માર્યો છે જેઓ દાવો કરે છે કે તેઓ ગ્રહો અને તારાઓની ચાલ જોઈને આખી દુનિયાનું ભવિષ્ય વાંચી શકે છે. જે વ્યક્તિ પોતાની જ પત્નીનું રાજકીય ભવિષ્ય કે ચૂંટણી પરિણામ ન જાણી શક્યા, તે બીજાના જીવનની દિશા બદલવાના દાવા કેવી રીતે કરી શકે? આ ઘટના સ્પષ્ટ કરે છે કે જ્યોતિષ એ વિજ્ઞાન નથી, પરંતુ એક મોટું પ્રપંચ અને છેતરપિંડી છે.

કોણ છે કથિત જ્યોતિષાચાર્ય ઈન્દુ પ્રકાશ મિશ્રા

ઈન્દુ પર્કાશ મિશ્રા ગોદી મીડિયા તરીકે કુખ્યાત INDIA TV પર પ્રસારિત થતા દૈનિક જ્યોતિષ કાર્યક્રમ ‘ભવિષ્યવાણી’ અને ‘આચાર્ય કી 99% ગેરંટી’ જેવા શોઝના માધ્યમથી જાણીતા છે. તેઓ વર્ષ 2007થી આ ચેનલ સાથે જોડાયેલા છે અને તેના લાખો દર્શકો છે.

જ્યોતિષાચાર્ય પોતાની પત્નીનું રાજકીય ભવિષ્ય ન જોઈ શક્યા

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સ્મિતા મિશ્રા અને તેમના સમર્થકો દ્વારા પ્રચાર-પ્રસારમાં કોઈ કસર છોડવામાં આવી ન હતી. તા. 28 સપ્ટેમ્બર 2026ના રોજ તેમણે કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડ્યો હતો અને ટિકિટ મેળવવાના અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ જ્યારે પાર્ટીએ ટિકિટ ન આપી ત્યારે તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. સ્નાતકો, યુવાનો અને શૈક્ષણિક સંસ્થાઓના મતદારોને આકર્ષવા માટે ન્યૂઝપેપરોમાં ફુલ-પેજ જાહેરાતો આપવામાં આવી હતી. નવ યુવક દળ, કરણી સેના અને સ્થાનિક બ્રહ્મ સમાજ જેવા સંગઠનોનું સમર્થન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, જનતાએ આ પ્રકારના પ્રપંચોને નકારી દીધા અને બુદ્ધિજીવી મતદારોએ અંધશ્રદ્ધાના પૂજારીઓને ભૂંડી હાર આપી હતી. હાર બાદ સ્મિતા મિશ્રાએ મતદાન પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા એવો દાવો કર્યો હતો કે તેમના પોલિંગ એજન્ટોને બેસવા દીધા નહોતા અને ફોર્મ ભરવા છતાં નામ વોટર લિસ્ટમાં નહોતા આવ્યા. પરંતુ વાસ્તવિકતા એ છે કે જનતા હવે આ બધી વાતોથી વાકેફ થઈ ચૂકી છે અને ઢોંગ-ધતિંગને બદલે વિજ્ઞાનની સાથે ઊભી છે.

આ પણ વાંચોઃ નેતાઓનું ભવિષ્ય જોનાર જ્યોતિષની રેપમાં ધરપકડ, 58 વાંધાજનક વીડિયો મળ્યાં

જ્યોતિષઃ મનુવાદી વ્યવસ્થા અને શોષણનું સાધન

ઐતિહાસિક અને સામાજિક વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ થાય છે કે જ્યોતિષશાસ્ત્ર અને મનુવાદી ગ્રંથોની રચના કોઈ દૈવી શક્તિ કે વૈજ્ઞાનિક સત્ય પર આધારિત નથી, પરંતુ તે ખાસ વર્ગ દ્વારા સમાજ પર આધિપત્ય જમાવવા માટેનું એક ષડયંત્ર છે. બ્રાહ્મણવાદી વ્યવસ્થાએ સદીઓથી ભોળા અને અશિક્ષિત લોકોને નસીબ અને ભાગ્યના ચક્કરમાં ફસાવીને તેમનું આર્થિક અને માનસિક શોષણ કર્યું છે. સમાજમાં એવો ભય ઊભો કરવામાં આવ્યો કે ગ્રહોની દશા બગાડવાથી જીવન બરબાદ થઈ જશે અને તેના નિવારણ માટે માત્ર વિશેષ પૂજા-પાઠ અને અનુષ્ઠાન જ એકમાત્ર રસ્તો છે, જેનાથી માત્ર એ જ વર્ગને ફાયદો થયો જેણે આ ધંધો વિકસાવ્યો છે. આજે જ્યારે વિજ્ઞાને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી લીધી છે અને અંતરિક્ષ સુધી માનવી પહોંચી ગયો છે, ત્યારે આવા પાખંડોને નકારી કાઢવાનો સમય આવી ગયો છે. ઇન્દુ પ્રકાશ મિશ્રા જેવા લોકો આ જ જૂની માનસિકતાના વાહકો છે જેઓ વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રદ્ધાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ બીજાનું ભવિષ્ય ભાખનારા જ્યોતિષીઓ ખુદ દુબઈમાં ફસાઈ ગયા!

વિજ્ઞાન જ સર્વોપરી છે: અંધશ્રદ્ધાનો અંત અનિવાર્ય

કોઈપણ સમાજના વિકાસ માટે વિજ્ઞાન અને તર્કવાદ (Rationalism) પાયાની જરૂરિયાત છે. જ્યોતિષ કે વાસ્તુના નામે ભ્રમ ફેલાવનારાઓનું અસલી ચરિત્ર ત્યારે જ બહાર આવે જ્યારે તેમની પોતાની પરીક્ષા કરવાનો સમય આવે. જે લોકો લોકોને નસીબના ભરોસે બેસી રહેવાનું શીખવે છે, તેઓ વાસ્તવિક મહેનત અને વૈજ્ઞાનિક અભિગમના દુશ્મન છે. માનવજીવન ગ્રહોની ચાલથી નહીં, પરંતુ તેની પોતાની મહેનત, કૌશલ્ય અને વૈજ્ઞાનિક સૂઝબૂઝથી આગળ વધે છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જ્યોતિષશાસ્ત્ર માત્ર એક ધંધો છે જેનો હેતુ માત્ર ભોળા લોકોને ગેરમાર્ગે દોરીને પોતાનું હિત સાધવાનો છે. સમય આવી ગયો છે કે સમાજ આ પ્રકારના ઢોંગ અને પાખંડમાંથી બહાર નીકળીને શુદ્ધ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવે, કારણ કે ભવિષ્ય માત્ર અંધશ્રદ્ધાથી નહીં પરંતુ વિજ્ઞાન અને સત્યથી જ ઘડાય છે.

આ પણ વાંચોઃ  અકસ્માત વધે તો સરકાર શું કરે? ગ્રહોની ચાલ જોઈને ઘરેથી નીકળો?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x