દલિત સગીરાએ બ્રાહ્મણ યુવક સાથે પ્રેમમાં ઝેર પી લેતા મોત

દલિત સગીરાએ બ્રાહ્મણ યુવક સાથે પ્રેમમાં ઝેર પી લેતા મોત; યુવકની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ.
dalit minor girl death lover

દલિત સમાજની યુવતીઓ, સગીર દીકરીઓના મોતનો સિલસિલો યથાવત છે. ઉજ્જૈનમાં દલિત દીકરી પર પાંચ યુવકોના ગેંગરેપની ઘટના ચર્ચામાં છે ત્યારે યુપીના શાહજહાંપુરમાં એક દલિત સગીરાએ બ્રાહ્મણ યુવક સાથે ભાગીને લગ્ન કર્યા બાદ ઝેર પી જીવન ટૂંકાવી દીધું છે.

ધોરણ 11 માં અભ્યાસ કરતી 16 વર્ષીય દલિત સગીરા ગત તા. 24 ઓક્ટોબરના રોજ પોતાની શાળાએ ગઈ હતી પરંતુ ત્યારબાદ તે અચાનક ગુમ થઈ ગઈ હતી. સગીરા ઘરે પરત ન ફરતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંતે કોઈ પત્તો ન લાગતાં પરિવારજનોએ તિલહર પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસ તપાસમાં નૈનીતાલ અને બરેલીનું કનેક્શન

તિલહર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સર્વેલન્સ અને ટેકનિકલ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે સગીરા શાહજહાંપુર જિલ્લાના જ પુવાયાંના રહેવાસી સંદીપ મિશ્રા નામના યુવક સાથે ગઈ હતી. પોલીસ તપાસમાં એ બાબત પણ ખૂલી હતી કે બંને જણા ઉત્તરાખંડના નૈનીતાલ પહોંચ્યા હતા અને ત્યાં બંનેએ કથિત રીતે લગ્ન કરી લીધા હતા. આ માહિતી મળતાં જ શાહજહાંપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એક ખાસ ટીમ નૈનીતાલ ખાતે રવાના કરી હતી. જોકે, પોલીસ ટીમ નૈનીતાલ પહોંચે તે પહેલાં જ બંને જણા ત્યાંથી નીકળીને ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં આવી પહોંચ્યા હતા.

આ પણ વાંચો: શું AI માનવજાત માટે સૌથી મોટું જળસંકટ સર્જશે?

ઝેર ગટગટાવતાં સગીરાનું મોત, યુવક હોસ્પિટલમાં

પોલીસ ટીમ બરેલી ખાતે બંનેના લોકેશન સુધી પહોંચે તે પહેલાં જ બંનેએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ બંનેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ 16 વર્ષીય દલિત સગીરાને મૃત જાહેર કરી હતી, જ્યારે યુવક સંદીપ મિશ્રાની શારીરિક સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને આઈસીયુમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે.

પોલીસની સત્તાવાર સ્પષ્ટતા અને તપાસના પાસાઓ

આ સમગ્ર મામલે શાહજહાંપુરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (SP) સૌરભ દીક્ષિતે માહિતી આપતાં જણાવ્યું છે કે સમગ્ર ઘટનાક્રમની ઊંડાણપૂર્વક કાયદેસર તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના પાછળ પ્રેમપ્રકરણ અને લગ્ન બાદ ઊભા થયેલા સામાજિક કે કૌટુંબિક દબાણને કારણે કરાયેલો આપઘાતનો પ્રયાસ છે કે પછી તેની પાછળ અન્ય કોઈ ગંભીર કારણો જવાબદાર છે, તે દિશામાં વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચલાવવામાં આવી રહી છે. હાલમાં યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી અને તેની સ્થિતિ ગંભીર હોવાથી પોલીસ તેના ભાનમાં આવવાની રાહ જોઈ રહી છે. યુવકનું સત્તાવાર નિવેદન નોંધાયા બાદ જ ઘટના પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

આ પણ વાંચો:  ‘અમે કુંનબી પાટીલ છીએ, તમે અમારું શું કરી લેવાના..’

કાયદાકીય પ્રક્રિયા અને આગળની કાર્યવાહી

હાલ પોલીસે મૃતક દલિત સગીરાના મૃદદેહને કબ્જે કરીને પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ અને સમય જાણી શકાશે. આ ઉપરાંત બંને પરિવારો, સગીરાના શાળાના સહાધ્યાયીઓ અને સ્થાનિક લોકોના નિવેદનો પણ પોલીસ દ્વારા નોંધવામાં આવી રહ્યા છે. આ ઘટના સ્વૈચ્છિક આત્મહત્યા છે કે પછી કોઈ અનિચ્છનીય સામાજિક દબાણનું પરિણામ છે, તે તમામ વિગતો પોલીસની કાયદેસરની તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર રીતે સામે આવશે.

આ પણ વાંચો: RSS પ્રચારકને પોલીસે પોલીસ સ્ટેશનમાં નગ્ન કરી ફટકાર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x