બૌદ્ધ ભિખ્ખુઓની હજારો કિ.મી.ની પદયાત્રામાં ‘કૂતરું’ આકર્ષણનું કેન્દ્ર બન્યું

અમેરિકામાં બૌદ્ધ ભિખ્ખુઓની 2300 માઈલની પદયાત્રામાં ભિખ્ખુઓ સાથેનું દોડતું ભારતીય કૂતરું સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
trek of Buddhist monks

અમેરિકામાં હાલ બૌદ્ધ ભિખ્ખુઓની 2300 કિમીની શાંતિ પદયાત્રા ચર્ચામાં છે. સેંકડો બૌદ્ધ ભિખ્ખુઓ દરરોજ સવારથી જ પદયાત્રા પર નીકળી જાય છે. 120 દિવસ સુધી ચાલનારી આ શાંતિ, સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપતી આ પદયાત્રા વોશિંગ્ટન ડીસી થઈને બીજા 10 રાજ્યોમાંથી પસાર થશે.

આ શાંતિ પદયાત્રામાં જો કે, સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર એક ભારતીય કૂતરું બન્યું છે. બૌદ્ધ ભિખ્ખુઓએ તેને લોકા નામ આપ્યું છે. આ કૂતરાના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થયા છે. વીડિયોમાં તે બૌદ્ધ ભિખ્ખુઓ સાથે પદયાત્રા કરતું જોવા મળે છે.

હાલ બૌદ્ધ સાધુઓનું એક જૂથ દુનિયામાં શાંતિ, સદ્દભાવના અને ભાઈચારાને પ્રોત્સાહન માટે અમેરિકામાં શાંતિ પદયાત્રા પર નીકળ્યું છે. તેમની સાથે લોકા નામનું એક કૂતરું પણ જોડાયું છે, જેણે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધાં છે.

આ પણ વાંચો: થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓ બુદ્ધના અસ્થિઓના દર્શન કરવા વડોદરા આવ્યા

આ શાંતિ પદયાત્રા હાલ જ્યોર્જિયામાંથી પસાર થઈ રહી છે, અને ‘લોકા’ રસ્તામાં સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે. સોશિયલ મીડિયા પર તેને પ્રેમથી ‘ડોગ ઓફ પીસ’ કહેવામાં આવી રહી છે. અલોકા માથા પર દિલના આકારનું નિશાન લઈને સતત બૌદ્ધ ભિખ્ખુઓની સાથે ચૂપચાપ ચાલતી જોવા મળે છે. ક્યારેક તે આત્મવિશ્વાસથી સૌની આગળ નીકળીને જાણે નેતૃત્વ કરતી હોય તેમ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Willow Turner (@willoredamancy)

ફ્રી પ્રેસ જર્નલના એક અહેવાલ મુજબ, ‘અલોકા’ની  કહાની ભારતમાં શરૂ થઈ હતી, જ્યાં તે શેરીમાં કૂતરા  તરીકે રહેતી હતી અને શાંતિ યાત્રામાં બૌદ્ધ ભિખ્ખુઓ સાથે ચાલતા લાગી હતી. એ પછી તે સતત તેમની સાથે ચાલતી રહી અને શાંતિ પદયાત્રાનો અભિન્ન હિસ્સો બની ગઈ. હવે તેની વફાદારી અમેરિકામાં માઈલો સુધી ફેલાયેલી છે.

આ પણ વાંચો: વડોદરામાં 14 લોકોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

2300 કિમીની પદયાત્રામાં અલોકા છવાઈ ગઈ

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં આ શાંતિ યાત્રા 120 દિવસ ચાલશે અને લગભગ 2300 માઈલનું અંતર કાપશે. હાલ બૌદ્ધ સાધુઓનું જૂથ વોશિંગ્ટન ડી.સી. તરફ આગળ વધી રહ્યું છે, ત્યાંથી તે 10 રાજ્યોને આવરી લેશે. જ્યોર્જિયા પછી, સાધુઓ અને ‘અલોક’ જ્યોર્જિયાના એથેન્સમાંથી અથવા તેની નજીકથી પસાર થશે. આ શાંતિ યાત્રાએ સોશિયલ મીડિયામાં જબરજસ્ત લોકપ્રિયતા મેળવી છે, ફેસબૂક પર તેના 50,0000 થી વધુ ફોલોઅર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર 6,10,000 ફોલોઅર્સ છે. અલોક માટે એક ખાસ હેશટેગ પણ છે, #AlokathePeaceDog.

 

View this post on Instagram

 

A post shared by Fantar Phetsalath (@smiles_tatar)

આ પણ વાંચો: બે બૌદ્ધ દેશો એક શિવ મંદિર માટે કેમ લોહી વહેવડાવી રહ્યાં છે?

અનેક લોકોએ અલોકાના ફોટા, વીડિયો શેર કર્યા

અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં અલોકા માટે સોશિયલ મીડિયા યૂઝર્સ પોસ્ટ કરી રહ્યા છે. સૌ કોઈ માટે તે ફેવરિટ બની ગઈ છે. walkforpeace.usa હેન્ડલ પરથી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. તેમાં લખ્યું હતું, “નવા વર્ષના પહેલા દિવસે એક સીમાચિહ્નરૂપ! અમને એ જણાવતા ખૂબ જ આનંદ અને કૃતજ્ઞતા થાય છે કે અમારા વોક ફોર પીસ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર આજે 2026 ના પહેલા દિવસે 5,00,000 ફોલોઅર્સનો આંકડો વટાવી ગયા છે!”

 

View this post on Instagram

 

A post shared by Walk for Peace (@walkforpeace.usa)

આ ગ્રુપને સ્થાનિકો તરફથી ઘણું પ્રોત્સાહન મળ્યું છે અને તેમનો શાંતિનો સંદેશ ઓનલાઈન ખૂબ લોકપ્રિય બન્યો છે. સાથે જ સૌ કોઈ અલોકાના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x