ડૉ. લક્ષ્મણ યાદવ આવતીકાલે અમદાવાદમાં, બહુજન લડતને મળશે નવું બળ

ડૉ. લક્ષ્મણ યાદવ અનામત વિરોધી આંદોલનો વચ્ચે પ્રથમવાર અમદાવાદ આવી રહ્યાં છે. તેમના 'પ્રોફેસરની ડાયરી' અને 'જાતિ વસ્તી ગણતરી' પુસ્તકોનું થશે વિમોચન.
Dr Laxman Yadav Ahmedabad visit

દેશના પ્રખ્યાત વિચારક, લેખક અને સામાજિક કાર્યકર ડો. લક્ષ્મણ યાદવ પ્રથમવાર અમદાવાદ આવી રહ્યા છે. દેશભરમાં જ્યારે કહેવાતા સવર્ણ સમાજો દ્વારા SC, ST અને OBC સમાજને મળેલા બંધારણીય અનામતને નાબૂદ કરવા માટે આંદોલનો ચાલી રહ્યા છે, ત્યારે સામાજિક ન્યાય, બંધારણીય અધિકારો અને સમાનતાના મુદ્દે બહુજન સમાજના અવાજને બુલંદ કરવા માટે 9 સપ્ટેમ્બર 2026 ના રોજ અમદાવાદના ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે એક વિચારપ્રેરક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ડો. લક્ષ્મણ યાદવની આ પહેલી ગુજરાત મુલાકાતને લઈને રાજ્યના SC, ST, OBC અને લઘુમતી સમાજના યુવાનો તથા બુદ્ધિજીવીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શરૂઆત પબ્લિકેશન દ્વારા બે ક્રાંતિકારી પુસ્તકોનું ગુજરાતીમાં વિમોચન

આ ખાસ પ્રસંગે ડો. લક્ષ્મણ યાદવના બે અત્યંત ચર્ચિત અને મહત્વપૂર્ણ હિન્દી પુસ્તકોનો ગુજરાતી અનુવાદ ‘શરૂઆત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત કરીને ગુજરાત સમક્ષ મૂકવામાં આવશે. પ્રથમ પુસ્તક ‘પ્રોફેસરની ડાયરી’ છે, જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં દલિત અને પછાત વર્ગના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સાથે થતા નીતિગત જાતિવાદ અને ભેદભાવના કડવા અનુભવોને ઉજાગર કરે છે. જ્યારે બીજું પુસ્તક ‘જાતિ વસ્તી ગણતરી કેમ જરૂરી છે?’ દેશમાં બહુજન સમાજને વસ્તીના ધોરણે સાચું પ્રતિનિધિત્વ આપવા માટે જાતિ આધારિત સર્વેની અનિવાર્યતા સમજાવે છે. આ બંને પુસ્તકો અનામત અને સામાજિક ન્યાયની લડાઈમાં વૈચારિક શસ્ત્ર સાબિત થશે.

આ પણ વાંચો: શરૂઆત પબ્લિકેશનના પાંચ પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ યોજાયો

અનામત નાબૂદીના ષડયંત્રો સામે બંધારણીય મૂલ્યોનું રક્ષણ

વર્તમાન સમયમાં જ્યારે સવર્ણ જ્ઞાતિઓ દ્વારા અનામત હટાવવાના નામે બંધારણ વિરોધી વાતાવરણ ઊભું કરાઈ રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમ માત્ર એક પુસ્તક વિમોચન પૂરતો સીમિત ન રહેતાં સામાજિક જાગૃતિનું મોટું મંચ બનશે. લોકશાહી અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે યોજાનાર આ સંવાદમાં દેશ અને રાજ્યના અગ્રણી વિદ્વાનો અને સામાજિક આગેવાનો એકઠા થશે. વિખ્યાત અભિનેત્રી અને એક્ટિવિસ્ટ મલ્લિકા સારાભાઈ, અનહદના મેનેજિંગ ટ્રસ્ટી દેવ દેસાઈ, OSSM ના રઘુભાઈ કે. રબારી, શરૂઆત પબ્લિકેશનના કૌશિક શરૂઆત, કવિ સાહિલ પરમાર અને યુટ્યુબર જ્યોત્સના આહિર ઉપસ્થિત રહીને બહુજન સમાજના હક અને સન્માન અંગે વિચારો રજૂ કરશે.

આ પણ વાંચો: શું રામાયણ મહિલાઓની વિરુદ્ધ છે? જાણો પેરિયારના ધારદાર તર્ક

ક્રાંતિકારી ગીતો દ્વારા સામાજિક ચેતનાનો સંચાર કરાશે

સાંજે 3:30 વાગ્યે આશ્રમ રોડ સ્થિત ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં અતીશ ઇન્દ્રેકર, મહેન્દ્ર સોલંકી, કૃષ્ણકાંત છારા, કૃણાલ અને હોઝેફા ઉજ્જૈની દ્વારા સામાજિક પરિવર્તનના ક્રાંતિકારી ગીતો રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત જાણીતા કલાકાર રાજુભાઈ આહિર દ્વારા ડાયરાના માધ્યમથી બંધારણીય જાગૃતિ ફેલાવાશે. ANHAD, OSSM, શરૂઆત પબ્લિકેશન અને ગુજરાત સર્વોદય મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં જોડાવા માટે એડવાન્સ સીટ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. દલિત-પછાત સમાજ સામે વધી રહેલા આક્રમણ સામે ડો. લક્ષ્મણ યાદવનું આ વક્તવ્ય ગુજરાતના બહુજન આંદોલનને એક નવી દિશા આપશે.

આ પણ વાંચો: શરૂઆત બુકસ્ટોર : જ્ઞાન અને જાગૃતિનું એક અનોખું સ્થળ

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x