PM મોદીના જન્મદિવસ પાછળ જનતાના કરોડો રૂપિયાનું આંધણ

PM મોદીના જન્મદિવસ અને 'વિકાસ સપ્તાહ'ના નામે ભાજપ સરકારોએ કરોડો રૂપિયાનો ધુમાડો કરી સરકારી તિજોરી લૂંટી.
pm-modi-birthday-publicity-expense-bjp-gujarat
pm-modi-birthday-publicity-expense-bjp-gujarat

PM મોદીના જન્મદિવસના નામે લોકોને કરકસર કરવાની સલાહ આપતી ભાજપ સરકાર જનતાના પરસેવાની કમાણીમાંથી આવેલા ટેક્સના નાણાં પોતાના રાજકીય પ્રચાર પાછળ પાણીની જેમ વહાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ, સત્તામાં અમુક વર્ષો પૂર્ણ થવાના ઉત્સવો અને ‘વિકાસ સપ્તાહ’ જેવા તહેવારોના નામે કરોડો રૂપિયા જાહેરાતો અને પબ્લિસિટીમાં વેડફી દેવાયા છે. વિરોધ પક્ષો અને RTI રિપોર્ટમાં સામે આવેલા આંકડાઓએ ભાજપ સરકારના ભ્રામક પ્રચાર અને સરકારી તિજોરી ખૂલ્લી મૂકી દેવાની પોલ ખોલી નાખી છે. ગરીબી, બેરોજગારી અને મોંઘવારી જેવા મોટો પ્રશ્નો વચ્ચે પ્રજાના પૈસે નેતાઓની છબી ચમકાવવાના આ રાજકારણ સામે હવે જનતા આકરા સવાલો પૂછી રહી છે.

ગુજરાત સરકારનો 9 દિવસમાં 14 કરોડથી વધુનો ધુમાડો

કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સામે આવેલી વિગતો મુજબ, ગયા વર્ષે ઓક્ટોબરમાં PM મોદીના સત્તાકાળના 24 વર્ષ પૂરા થવા પર યોજાયેલા 9 દિવસના ‘વિકાસ સપ્તાહ’ માટે ગુજરાત સરકારે 14.05 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. એટલે કે પ્રતિદિન કરોડો રૂપિયા માત્ર નેતાના ગુણગાન ગાય તેવા કાર્યક્રમો અને જાહેરાતો પાછળ વહાવી દેવાયા.

આ કોઈ પહેલી વાર નથી બન્યું. વર્ષ 2024માં પણ PM મોદીના 23 વર્ષના શાસનની ઉજવણીના નામે BBCની RTI અરજીના જવાબ મુજબ ગુજરાતના માહિતી વિભાગે માત્ર જાહેરાતો પાછળ 8.81 કરોડ રૂપિયા ઉડાવી દીધા હતા. શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ અને ખેડૂતો પોતાના હકની માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે સરકારી ખજાનામાંથી પોતાની વાહવાહી લૂંટવા આટલો મોટો ખર્ચ કરવો એ જનતા સાથે ક્રૂર મજાક સમાન છે.

આ પણ વાંચોઃ મોદી સરકારની લેબર પોલિસી મનુસ્મૃતિના નિયમો પ્રમાણે બનાવાઈ છે?

ચૂંટણી વર્ષમાં પબ્લિસિટી પાછળ 305 કરોડનો જંગી ખર્ચ

લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે વર્ષ 2022-23ના વિધાનસભા ચૂંટણીના વર્ષમાં ગુજરાતના માહિતી અને પ્રસારણ વિભાગે 305.37 કરોડ રૂપિયા વહાવી દીધા હતા. આ ખર્ચ દૈનિક ધોરણે 83.66 લાખ રૂપિયા જેટલો થવા જાય છે. જ્યારે તેના આગલા વર્ષે 2021-22માં આ ખર્ચ 163.43 કરોડ રૂપિયા હતો. એટલે કે ચૂંટણી જીતવા માટે અને ભાજપના પ્રચાર માટે સરકારી તિજોરીમાંથી ખર્ચમાં સીધો 87% નો ઉછાળો નોંધાયો હતો.

વર્ષ 2025ના આંકડા પણ ઓછા આંચકાજનક નથી. ડૉ. કિરીટકુમાર પટેલના સવાલ પર આપેલા જવાબ મુજબ ડિસેમ્બર 2025 સુધીમાં જ માત્ર પબ્લિસિટી માટે 108.80 કરોડ રૂપિયા વાપરી નાખવામાં આવ્યા, જે રોજનો 29.8 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવે છે.

દેશભરમાં સેવા સંકલ્પ અને ઉત્સવોના નામે તિજોરીની લૂંટ

માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ભાજપ શાસિત રાજ્યો અને કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ. મોદીના નામે વિવિધ બ્રાન્ડિંગ ઝુંબેશ ચલાવવામાં આવે છે. દિલ્હીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ નામે એક આખો મહિનો ઉજવણી થાય છે, તો હરિયાણામાં ભાજપ સરકારે દરેક ડેપ્યુટી કમિશનરને આ અભિયાન માટે 10 લાખ રૂપિયા ફાળવી દીધા.

કેન્દ્ર સ્તરે પણ ‘9 વર્ષ સેવા, સુશાસન’, ‘GST બચત ઉત્સવ’ અને ‘મન કી બાત’ ના 100મા એપિસોડ જેવા કાર્યક્રમોને સ્પેસ મિશન જેવા મોટા ઉત્સવ બનાવી દેવાયા. દર્શાવવામાં આવ્યું કે જીએસટી બચત ઉત્સવની જાહેરાતો પાછળ જ 22 કરોડ રૂપિયા વપરાયા હતા. જે જીએસટીના દરમાં રાહત આપવાની વાત હતી, તેની જાહેરાતનો બોજ પણ જનતાના જ પૈસા પર નાખવામાં આવ્યો.

આ પણ વાંચોઃ મોદી સરકારે 11 વર્ષમાં જાહેરાત પાછળ ₹5,987 કરોડનો ખર્ચ કર્યો

પ્રજાના પ્રશ્નો વિસરાયા, મોદીની છબી ચમકાવવાને પ્રાથમિકતા

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારે 2014-15થી 2024-25 સુધીમાં જાહેરાતો પાછળ કુલ 5,987 કરોડ રૂપિયા વાપરી નાખ્યા છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે 6,811.94 કરોડ રૂપિયા અને ઉત્તરાખંડમાં 1,001 કરોડ રૂપિયા પબ્લિસિટી પાછળ હોમી દીધા.

જે નાણાંનો ઉપયોગ સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ સુધારવા, શાળાઓના માળખાકીય વિકાસ માટે, ખેડૂતોની દેવામાફી કે યુવાનોની રોજગારી માટે થઈ શક્યો હોત, તે નાણાં માત્ર સત્તાધારી પક્ષના વડાનું કદ મોટું બતાવવા અને હોર્ડિંગ્સ-અખબારોના પાના રંગવા માટે વાપરવામાં આવી રહ્યા છે. સરકારી નાણાંનો આ ઉડાઉ ઉપયોગ સ્પષ્ટ કરે છે કે ભાજપ માટે જનતાનું કલ્યાણ નહીં પણ ‘બ્રાન્ડ મોદી’નું પ્રોમોશન જ સર્વોપરી છે.

આ પણ વાંચોઃ PM મોદીના મત વિસ્તારમાં વણકરો બેહાલ: 10 વર્ષમાં 80% ઘટ્યા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x