અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા સંબંધિત સલાહકાર ક્ષેત્રના આયોગ (USCIRF) દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને તેના વડા મોહન ભાગવત સામે ટાર્ગેટેડ સેંક્શન્સ અને વિઝા રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર અને વૈશ્વિક સંસ્થાઓ બાદ હવે અમેરિકી આયોગે પણ ભારતમાં વધતા દલિત અને અલ્પસંખ્યક વિરોધી અત્યાચારો અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે. RSS ના શતાબ્દી વર્ષ નિમિત્તે મોહન ભાગવત 25 ઓગસ્ટથી અમેરિકા, કેનેડા અને યુકેના પ્રવાસે છે, જ્યાં 29 ઓગસ્ટના રોજ ન્યૂયોર્ક ખાતે યોજાનારા કાર્યક્રમ સામે ભારે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે.
આંતરરાષ્ટ્રીય મંચ પર RSS ની છબી એક અસહિષ્ણુ અને બિનસાંપ્રદાયિક સંગઠન તરીકે ઉઘાડી પડી ગઈ છે. ગઈકાલે ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાનીએ પણ આરએસએસ વડાના કાર્યક્રમને રદ કરવાની માંગ કરી હતી.

મનુસ્મૃતિ આધારિત બ્રાહ્મણવાદી એજન્ડા પર પ્રહાર
RSS ની સ્થાપનાથી લઈને આજ સુધીનો તેનો ઈતિહાસ મનુસ્મૃતિ આધારિત બ્રાહ્મણવાદી વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે. આ બંધારણ વિરોધી અને જાતિવાદી માનસિકતાએ ભારતના મૂળનિવાસી એવા દલિત, આદિવાસી અને OBC સમાજોને સદીઓથી ગુલામી અને સામાજિક અન્યાયની ખાઈમાં ધકેલી દીધા છે. સંઘ અને તેના સંગઠનો દલિતો સાથે સામાજિક સમરસતાના નામે માત્ર દેખાડો કરે છે, પરંતુ વાસ્તવિકતામાં તેઓ સમાનતા અને સામાજિક ન્યાયના સખત વિરોધી છે. સંઘની નીતિઓ દલિતો અને આદિવાસીઓને તેમના બંધારણીય અધિકારો અને અનામતથી વંચિત રાખીને માત્ર ઉચ્ચ વર્ગીય સત્તાને મજબૂત કરવાનું કામ કરે છે.
આ પણ વાંચો: AAP નેતાએ દલિત કાર્યકરનું મકાન-પ્લોટ પચાવી પાડ્યું
દલિતો અને લઘુમતીઓ પર વધતી હિંસા
USCIRF ના ચેરમેન આસિફ મહમૂદ અને રિપોર્ટના તારણો મુજબ, RSS સંલગ્ન સંગઠનોએ દેશમાં દલિતો, ખ્રિસ્તીઓ, મુસ્લિમો અને સિખો સામેના હિંસક હુમલાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. દેશમાં બુલડોઝર કાર્યવાહી, મોબ લિંચિંગ, ધર્માંતરણ વિરોધી કાયદાઓ અને એસસી-એસટી અત્યાચાર નિવારણ કાયદાને નબળો પાડવાના પ્રયાસો સંઘીય વિચારધારાનું જ પરિણામ છે. ભારતમાં લોકશાહી અને બંધારણીય સમાનતાને ખતમ કરીને મનુવાદી સોશિયલ ઓર્ડર લાદવાનો અવિરત પ્રયાસ થઈ રહ્યો છે, જેના કારણે દલિતો પર ભયાનક અત્યાચારો વધી રહ્યા છે.
આ પણ વાંચો: ઝોહરાન મમદાનીએ RSS-મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ કર્યો

વિદેશી ધરતી પર વિરોધ અને ખરડાતી છબી
અમેરિકામાં ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાની તેમજ અનેક આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ મોહન ભાગવતના કાર્યક્રમનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. સિખ અને અન્ય ભારતીય-અમેરિકન સમુદાયોએ અમેરિકી પ્રશાસનને પત્ર લખીને ભાગવતના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા દબાણ કર્યું છે. માર્ચ 2026 ની વાર્ષિક રિપોર્ટમાં પણ USCIRF એ ભારતને “Country of Particular Concern (CPC)” જાહેર કરવાની અને RSS તથા ગુપ્તચર સંસ્થાઓ પર મિલકત ફ્રીઝ કરવા જેવા કડક આર્થિક પ્રતિબંધો મૂકવાની ભલામણ કરી હતી.
જોકે ભારત સરકારે આ રિપોર્ટને “પક્ષપાતી” અને “દુર્ભાવનાપૂર્ણ” ગણાવીને ફગાવી દીધી છે અને USCIRF ના સૂચનો અમેરિકી સરકાર માટે બાધ્યકારી નથી, છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે RSS ની કટ્ટરપંથી માનસિકતા ખુલ્લી પડી ગઈ છે. મનુવાદી અને વિભાજનકારી એજન્ડાથી ચાલતું આ સંગઠન હવે વૈશ્વિક સ્તરે માનવાધિકાર અને લોકશાહી માટે મોટો પડકાર બની ગયું છે.
આ પણ વાંચો: RSSએ દલિતોનું 400 વર્ષ જૂનું મંદિર હડપી લેતા મોહન ભાગવતને ફરિયાદ











