આઝાદીના 78 વર્ષમાં પહેલીવાર આ ગામમાં દલિત વરરાજા ઘોડીએ ચઢશે
આઝાદીના 78 વર્ષ બાદ પહેલીવાર દલિત વરરાજા ઘોડી પર સવાર થઈ જાન લઈને આવશે. જાતિવાદી ગુંડાઓ તોફાન મચાવે તેવી શક્યતાને પગલે પરિવારે પોલીસ રક્ષણની માંગ કરી છે.
આઝાદીના 78 વર્ષ બાદ પહેલીવાર દલિત વરરાજા ઘોડી પર સવાર થઈ જાન લઈને આવશે. જાતિવાદી ગુંડાઓ તોફાન મચાવે તેવી શક્યતાને પગલે પરિવારે પોલીસ રક્ષણની માંગ કરી છે.
લગ્નના રિસેપ્શનમાં ડીજે વગાડતા દલિત યુવકો પર પાણી પીવા જેવી સામાન્ય બાબતે વિવાદ વકરતા જ્ઞાતિસૂચક અપશબ્દો બોલી જીવલેણ હુમલો કરાયો. બંને યુવકોની હાલત ગંભીર.
કર્ણાટકના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં દલિત પોલીસ કર્મચારીઓને જાતિના કારણે ભાડે ઘર નથી મળતું. અનેક કિસ્સાઓ સામે આવતા રાજ્યના ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા.
2 વીઘા જમીનના વર્ષો જૂના વિવાદમાં ઠાકુર અને દલિત સમાજ વચ્ચે પથ્થરમારો અને હિંસા ફાટી નીકળી. ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. 300 પોલીસ જવાનો તૈનાત કરાયા.
રસ્તા વચ્ચે ઉભેલી કાર હટાવવા મામલે વિવાદ થતા જાતિવાદી શખ્સે દલિત બાળકી અને તેના પિતા પર ગોળીબાર કર્યો. પિતા બચી ગયા, પણ 10 વર્ષની બાળકીને ગોળી વાગી ગઈ.
Honor Killing: દલિત યુવકે તેની સવર્ણ પ્રેમિકા સાથે કોર્ટ મેરેજ કરી લેતા યુવતીના પરિવારજનોએ ઈજ્જત બચાવવાના બહાને યુવકને એક્સપ્રેસ ટ્રેનની સામે ફેંકી હત્યા કરી નાખી.
દલિત મહિલાના નિધન બાદ સ્મશાનમાં ટીન શેડ હોવા છતાં ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી. ગામના સરપંચ અને તલાટી સામે કાર્યવાહીની માંગ ઉઠી.
ગરીબ દલિત પરિવાર મંદિર માટે 2 ક્વિન્ટલ ઘઉં દાન આપી શકતા સવર્ણોએ લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યો. મહિલાઓ અને બાળકો સહિત પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ.
દલિત યુવકનું 24 જેટલા સવર્ણોએ અપહરણ કર્યું. બંદૂકના નાળચે ગામ વચ્ચે ઢોર માર માર્યો. જૂતાનો હાર પહેરાવી અર્ધ નગ્ન હાલતમાં બે ગામમાં ફેરવ્યો. બીએસપી, ભીમ આર્મી મેદાનમાં.
ભાજપના જાતિવાદી ધારાસભ્યે દલિત આસિસ્ટન્ટ એન્જિનિયરને ઓફિસે બોલાવી ઢીંકાપાટુ અને પાઈપ વડે ઢોર માર માર્યો. એન્જિનિયરે પોલીસ ફરિયાદ નોંધાવી.