દલિત યુવક દૂધના કેનને અડી જતા 6 લોકોએ કુહાડીથી હુમલો કર્યો
દલિત યુવક ભૂલથી દૂધના કેનને અડી જતા જાતિવાદી તત્વોએ તેના માથામાં કુહાડી મારી દીધી. યુવક લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો.
દલિત યુવક ભૂલથી દૂધના કેનને અડી જતા જાતિવાદી તત્વોએ તેના માથામાં કુહાડી મારી દીધી. યુવક લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો.
‘જય ભીમ’ નો નારો લગાવવા બદલ કોલેજમાં ભણતા 5 દલિત વિદ્યાર્થીઓને ત્રણ શિક્ષકોએ રૂમમાં પુરી, મુર્ગા બનાવી માર માર્યો. પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરી.
11 વર્ષના દલિત કિશોરને બે યુવકોએ માર મારીને થૂંક ચાટવા મજબૂર કર્યો. આરોપીઓ તેને ખેતરમાં લઈ ગયા અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો.
દલિત સગીરાને ગળું દબાવી ચાર યુવકો અપહરણ કરી જંગલમાં ખેંચી ગયા. જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી ગેંગરેપ કર્યો.
દલિત મહિલા સાંસદને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની સભામાં હાજરી આપતા અટકાવવામાં આવ્યા. પોલીસ અને સાંસદ વચ્ચે બોલાચાલી થઈ.
દલિત યુવક ખેતરેથી કામ કરીને પરત ફરી રહ્યો હતો. બ્રાહ્મણોએ તેનો રસ્તો રોકી ગામ વચ્ચે લઈ જઈ જાતિસૂચક અપશબ્દો બોલી જાહેરમાં માર માર્યો.
ભાજપના જિલ્લા મંત્રીની કારને દલિત પરિવારે સાઈડ આપવામાં વાર કરતા ભાઈ સાથે મળી હુમલો કર્યો, મહિલાઓના કપડાં પણ ફાડી નાખ્યા.
દલિત વિદ્યાર્થીને અન્ય બે વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં લોખંડનો સળિયો ગરમ કરીને પેટ અને હાથ પર ડામ દીધાં. વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો.
અડાલજના દલિત વૃદ્ધ મરેલાં ઢોરનું ચામડું ઉતારવા ગયા હતા. ચાર યુવકોએ તેમને જાતિસૂચક અપશબ્દો કહી છરી-લોખંડના પાઈપથી હુમલો કર્યો.
બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવક પર તેના સસરા સહિત 12 લોકોએ મળી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.