આદિવાસી મહિલા પર ગેંગરેપ કરી એસિડ એટેક કરનાર 2 BSF જવાનોને 42 વર્ષની કેદ

Mizoram tribal woman gangraped

આદિવાસી મહિલા પર ગેંગરેપ કરી એસિડ એટેક કરનારા બે BSF જવાનોને કોર્ટે 42 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. જાણો શું હતો મામલો.

આદિવાસીની રૂ. 6.60 કરોડની જમીન અધિકારીઓએ માત્ર 6 લાખમાં પડાવી

Tribal land scam

આદિવાસી પરિવારની રૂ. 6.60 કરોડની પૈતૃક જમીન મહેસૂલ અધિકારીઓએ મિલીભગત કરી માત્ર રૂ. 6 લાખમાં પડાવી લીધી. કલેક્ટરે તપાસના આદેશ આપ્યા.

આદિવાસી સિક્યોરિટી ગાર્ડનો પુત્ર ઈશાન કિશન કરતા ઉંચી કિંમતે ખરીદાયો

Robin Minz most expensive cricketer

ઝારખંડની રાજધાની રાંચીમાં 10 જૂનથી શરૂ થઈ રહેલી ઝારખંડ પ્રીમિયર લીગ (JPL) માં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આ લીગમાં દેશના પ્રથમ આદિવાસી આઈપીએલ (IPL) ક્રિકેટર રોબિન મિંઝે(Robin Minz) નવો ઈતિહાસ રચી દીધો છે.

JPL(Jharkhand Premier League) ની હરાજીમાં કોલાંચલની ટીમે આ યુવા વિકેટકીપર બેટ્સમેનને 15.4 લાખ રૂપિયાની ભારે-ભરખમ બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

આ કિંમત સાથે રોબિન મિંઝે ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર ઈશાન કિશનને પણ પાછળ છોડી દીધો છે, જેને હરાજીમાં 14.7 લાખ રૂપિયા મળ્યા છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમનો હિસ્સો રહી ચૂકેલો રોબિન મિંઝ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.

આ પણ વાંચો: સિનિયર ક્રિકેટરે મને કહ્યું, ‘મારે તારી સાથે સૂવું છે’

રોબિનના પિતા સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે

રોબિન મિંઝની આ સફળતા પાછળ ભારે સંઘર્ષની કહાની છુપાયેલી છે. તેના પિતા ફ્રાન્સિસ મિંઝ રાંચી એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. એક સમય એવો હતો જ્યારે પરિવાર પાસે રોબિન માટે ક્રિકેટ બેટ ખરીદવાના પણ પૈસા નહોતા. પિતાના જણાવ્યા અનુસાર, રોબિનને માત્ર પાંચ વર્ષની ઉંમરથી જ ક્રિકેટનો ભારે જુનૂન હતો અને તે નાનપણમાં પ્લાસ્ટિકના બેટથી પણ લાંબી સિક્સરો ફટકારતો હતો. ઘરની આર્થિક તંગીને સમજીને રોબિને ક્યારેય પોતાના પિતા પાસે કોઈ બિનજરૂરી માંગણી કરી નહોતી.

બાળપણથી જ રોબિન પોતાનો અભ્યાસ અને દૈનિક 8 થી 9 કલાકની ક્રિકેટ પ્રેક્ટિસ એકલો જ સંતુલિત કરતો હતો. ખાવામાં માત્ર ચિકન-ભાતનો શોખીન આ ખેલાડી આજે પોતાની સખત મહેનત અને સમર્પણના બળે આ મુકામ પર પહોંચ્યો છે.

મહેન્દ્રસિંહ ધોનીએ પણ રોબિનના વખાણ કર્યા છે

ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ પણ રોબિન મિંઝની પ્રતિભાના વખાણ કરી ચૂક્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રોબિનના રોલ મોડેલ અને પ્રેરણાસ્ત્રોત છે. ધોનીએ એક સમયે રોબિનના પિતાને ભરોસો આપતા કહ્યું હતું કે જો આઈપીએલની હરાજીમાં રોબિનને કોઈ ટીમ નહીં ખરીદે, તો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તેને ચોક્કસ ખરીદશે. ધોનીનો આ સપોર્ટ રોબિન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ વંશીય ભેદભાવના આરોપ લગાવ્યા

આ ઉપરાંત, વર્તમાન સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ જેવા મોટા ખેલાડીઓ પણ જ્યારે રાંચી એરપોર્ટ પર આવે છે, ત્યારે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ફ્રાન્સિસ મિંઝ પાસે જાતે રોકાઈને રોબિનના વખાણ કરે છે અને તેમની સાથે તસવીરો પણ ખેંચાવે છે.

રોબિન આઈપીએલમાં પણ રમી ચૂક્યો છે

દીકરાની આ ઐતિહાસિક સફળતાથી પિતા ફ્રાન્સિસ મિંઝ અત્યંત ગર્વ અનુભવી રહ્યા છે. તેમનું કહેવું છે કે રોબિનનું ઈશાન કિશન કરતાં પણ વધુ કિંમતે વેચાવું એ આખા આદિવાસી સમાજ અને પરિવાર માટે ગર્વની વાત છે, પરંતુ ક્રિકેટર તરીકે હજુ તેણે ઘણું શીખવાનું બાકી છે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સ્થાન મેળવી ચૂકેલો રોબિન મિંઝ આઈપીએલના ઈતિહાસમાં હરાજી દરમિયાન વેચાનારો પ્રથમ આદિવાસી ક્રિકેટર બન્યો હતો, જોકે તેને હજુ સુધી આઈપીએલની કોઈ સત્તાવાર મેચ રમવાની તક મળી નથી. હવે ઝારખંડ પ્રીમિયર લીગમાં કોલાંચલ ટીમ તરફથી રમતી વખતે તે પોતાની વિસ્ફોટક બેટિંગથી સ્થાનિક સ્તરે મોટો પ્રભાવ છોડવા માટે સંપૂર્ણ તૈયાર છે.

આ પણ વાંચો: વડોદરાના અમિત પાસીએ પહેલી જ T20 માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

નેતાઓએ વાયદો ન પાળ્યો, આદિવાસીઓએ જાતે પહાડ કાપી રસ્તો બનાવ્યો

Aadivasi news

ભાજપના નેતાઓ રસ્તો બનાવી આપવાનું કહી ફરી જતા આદિવાસીઓએ દશરથ માંઝીની જેમ આખો પહાડ કાપીને પોતાના માટે રસ્તો બનાવ્યો.

19 વર્ષની આદિવાસી યુવતીએ નક્સલી તરીકે સરેન્ડર કરતા વિવાદ

Mugadi Honhaga surrender controversy

Mugadi Honhaga surrender controversy: રાઉરકેલાના સારંડાની 19 વર્ષીય આદિવાસી યુવતીએ માઓવાદી તરીકે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરતા મોટો વિવાદ ઉભો થયો છે. જાણો શું છે મામલો.

નશામાં ધૂત શખ્સે રસ્તે જતા આદિવાસી વૃદ્ધની હત્યા કરી નાખી

Drunk man kills tribal elder

નશામાં ધૂત ઠાકુર શખ્સે નિર્દોષ આદિવાસી વૃદ્ધને લાકડીઓથી ફટકારી મોતને ઘાટ ઉતાર્યા. વૃદ્ધની દીકરીના આવતા મહિને લગ્ન હતા. દીકરીએ લગ્ન પહેલા પિતાની છત્રછાયા ગુમાવી.

આદિવાસી હોસ્ટેલમાં ત્રણ વિદ્યાર્થીનીઓ ગર્ભવતી બનતા ખળભળાટ

Aadivasi news

આદિવાસી હોસ્ટેલોમાં સગીર દીકરીઓના જાતીય શોષણનો ભાંડો ફૂટ્યો. ધોરણ 12ની બે અનો ધોરણ 11ની એક આદિવાસી વિદ્યાર્થીની ગર્ભવતી નીકળતા ખળભળાટ.

અંતિમવિધિના પૈસા ન હોવાથી મૃતદેહ હોસ્પિટલમાં તરછોડી દીધો

Aadivasi News

Aadivasi News: અંકલેશ્વરની આદિવાસી યુવતીનું સુરત સિવિલમાં મોત થયું. પરિવાર પાસે અંતિમવિધિના પૈસા નહોતા, મૃતદેહ તરછોડી દીધો.

વડોદરામાં BJP નેતાનો પુત્ર 30 લાખ આપી ‘આદિવાસી’ બન્યો?

Fake st certificate case vadodara

વડોદરામાં BJP નેતાના પુત્ર સહિત 22 લોકો પાસે નકલી આદિવાસી સર્ટિફિકેટ હોવાનો આરોપ ખુદ ભાજપ શહેર OBC મોરચાના મંત્રીએ લગાવ્યો છે.

આદિવાસી બાળકીને જંગલમાં ખેંચી જઈ બે નરાધમોએ ગેંગરેપ કર્યો

adivasi news

આદિવાસી બાળકી ઘરેથી રાશન લેવા નીકળી હતી. બે યુવકોએ તેને જંગલમાં ખેંચી જઈ ગેંગરેપ ગુજાર્યો. બાળકીની સ્થિતિ ગંભીર.