વડગામના નળાસરમાં આદિવાસી યુવકને હડકવા ઉપડતા કરડવા દોડ્યો

નળાસરના આદિવાસી યુવકને હડકવા ઉપડતા કૂતરાંની જેમ ચાર પગે ચાલી ભસવા લાગ્યો. યુવકની દયનિત હાલતનો વીડિયો વાયરલ.
Rabies Nalasar Vadgam
પ્રતિકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નળાસર ગામમાં એક ખેતમજૂર યુવકને હડકવા ઉપડતા તેની દયનિય સ્થિતિએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે. યુવકને ત્રણ મહિના પહેલા હડકાયું કૂતરું કરડી ગયું હતું. એ પછી તેને હડકવા ઉપડતા તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. યુવક કૂતરાંની જેમ ઘૂરકીયા કરતો ચાર પગે ચાલવા લાગ્યો હતો. અડધી રાત્રે તેને રસ્તા પર ચાર પગે ભટકતો જોઈને લોકો ભયમાં મૂકાયા હતા. તેની દયનિય હાલત ગામલોકોથી સહન ન થતા આખરે તેને દોરડાથી બાંધી દીધો હતો. જો કે તેણે દોરડાં પણ તોડી નાખ્યા હતા.

તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા ત્યાં હોસ્પિટલમાં પણ તેણે ધમાલ મચાવતા તેને રૂમમાં બંધ કરી દઈને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આ ઘટનાએ હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

યુવક શ્વાનની જેમ ચાર પગે ચાલી લોકોને કરડવા દોડ્યો

કૂતરું કરડવાથી કેવી ભયાનક સ્થિતિ થઈ શકે છે તેનો આ ઘટના એક સ્તબ્ધ કરી દેતો પુરાવો છે. જો કોઈને સાદું અથવા હડકાયું કૂતરું કરડે એ પછી જો સમયસર સારવાર ન લઈએ તો કેવી દયનિય પરિસ્થિતિ પેદા થઈ શકે છે તેનો પુરાવો આ ઘટના છે. વડગામના નળાસર ગામે ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા ગરીબ મજૂરને ત્રણ મહિના પહેલા હડકાયું કૂતરું કરડ્યું હતું, એ પછી તેને સમયસર યોગ્ય સારવાર ન મળતા હડકવા ઉપડ્યો હતો. યુવકમાં શ્વાનના લક્ષણો જોવા મળ્યાં હતાં અને તે શ્વાનની જેમ ભસવાની સાથે રાત્રિ દરમિયાન ચાર પગે ચાલીને લોકોને કરડવા દોડવા લાગ્યો હતો. લોકોએ દોરડાની મદદથી તેને કાબુમાં લઈને બાંધી દીધો હતો.

આ પણ વાંચો: ‘આરોપી મુખ્યમંત્રીની જાતિનો છે એટલે કાર્યવાહી નથી થતી’

જે બાદ તેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જો કે ત્યાં પણ તેણે દોરડા તોડી દેતા તેને રૂમમાં બંધ કરવાની ફરજ પડી હતી. ભારે મથામણ બાદ ફરી તેને તારથી બાંધી ફરી બેભાન કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.

Rabies Nalasar Vadgam

યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ લાવ્યા તો પણ કાબૂમાં ન રહ્યો

વડગામના નળાસર ગામે ભાગિયા તરીકે કામ કરી મજૂરી કરતા યુવકને અચાનક હડકવા ઉપાડતા તેમાં સંપૂર્ણ શ્વાનના લક્ષણો આવી ગયા હતા. સૌપ્રથમ તે પોતાના પરિવારમાં પત્નીને મારવા માટે દોડ્યો હતો. જોકે પરિવારને હડકવાની જાણ થતા ગામ લોકો સાથે મળીને તેને દોરડાઓ વડે ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો હતો અને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પણ યુવકે દોરડા તોડી દેતા તેને એક રૂમમાં પૂરી દેવામાં આવ્યો હતો. કાચના રૂમમાં યુવકે તોફાન મચાવતા સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા જિલ્લા પોલીસ વડાને ફોન કરીને જાણ કરતા પોલીસ કાફલો પણ યુવકને કાબુ કરવા જાળ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. બાદમાં મહામહેનતે યુવકને જાળી સાથે તાર વડે બાંધી દઈ બેભાન કરી દેવામાં આવ્યો હતો અને ફરી તેને બેડ પર દોરડાથી બાંધી સારવાર શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: હડકાયા બકરા’ની બલિ આપી ગામલોકોએ માંસ આરોગતા ચકચાર

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ શું કહ્યું?

આ અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. સુનિલ જોશીએ જણાવ્યું કે, આ યુવક વડગામ તાલુકાના નળાસર ગામે ભાગિયા તરીકે મજૂરી કરે છે. મૂળ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ભગોરી ગામનો છે જેનું નામ દેવાભાઈ ડુંગરી છે. યુવકની ઉંમર 23 વર્ષની ઉમર છે અને તેને ત્રણ મહિના પહેલા હડકાયું કૂતરું કરડ્યું હતું. ગઈકાલે તેણે તેની પત્ની ઉપર અચાનક હુમલો કર્યો હતો ત્યારે તેના પિતાને ખબર પડી હતી કે તેને હડકવા ઉપડ્યો છે. એ પછી દોરડાથી બાંધીને તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ તેણે દોરડાં તોડી દેતા અહીંયા એક રૂમમાં બંધ કરી દેવાયો હતો અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આખરે ભારે મથામણ બાદ તેને ઇન્જેક્શન આપી બેભાન કરી ફરીથી સારવાર શરૂ કરવામાં આવી છે.

કૂતરાં પાળતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો

આ ઘટનાએ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે. હાલ યુવકની સારવાર ચાલી રહી છે પરંતુ આ ઘટનાએ હડકાયા કૂતરાં કરડવાની ઘટનાની ગંભીરતા અંગે લોકોને વિચારતા કરી મૂક્યા છે. હાલ સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરાંને લઈને સુનાવણી ચાલી રહી છે. લોકો કૂતરાં કરડે તેને ગંભીરતાથી નથી લેતા. ત્યારે આ ઘટના તેમના માટે લાલબત્તી સમાન છે.

આ પણ વાંચો: ગેંગરેપ પીડિતા આદિવાસી યુવતી ન્યાયની રાહમાં મોતને ભેટી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x