આણંદ જિલ્લાના ખંભાતના સોખડા સ્થિત એકતા ફ્રેશફૂડ કંપનીમાં ઝેરી ગેસની અસરથી 2 શ્રમિકોના મોત થયાં છે. જ્યારે અન્ય બે ની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ખંભાતના સોખડા ખાતે એકતા ફ્રેશફૂડ કંપની આવેલી છે. તેમાં કામ કરતાં બે શ્રમિકો ETP (એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ટાંકી સાફ કરવા માટે ઉતર્યાં હતાં. એ દરમિયાન ઝેરી ગેસના ગળતરને કારણે બંનેના મોત થયા હતા. દુર્ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી માટે ગયેલા અન્ય બે શ્રમિકો પણ ઝેરી ગેસની ઝપેટમાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક શ્રમિકોના પરિવારજએ કાર્ડિયાક કેર હોસ્પિટલ બહાર આક્રંદ કર્યું છે.
વહેલી સવારે 9.30 વાગ્યે ઘટના બની
સવાસે સાડા નવ વાગ્યે પીટીપીની ટાંકી બ્લોક થતાં 27 વર્ષીય કિશન બારૈયા બ્લોક ખોલવા અંદર ઉતર્યા હતા, જેમને ઝેરી ગેસની અસર થતાં તેઓ બેભાન થયા હતા. જેમને બચાવવા 63 વર્ષીય અરવિંદ બાબુભાઇ ટાંકીમાં ઉતર્યા હતા, જેમને પણ ઝેરી ગેસની અસર થતાં તેઓ ટાંકીમાં બેસી ગયા બાદ બેભાન થયા હતા. આ બાદ 39 વર્ષીય રમેશભાઇ ભોઇ ટાંકીમાં ઉતર્યા હતા પણ તેઓ બહાર આવી ગયા હતા. જે બાદ કિશન પઢિયાર ટાંકીમાં ઉતર્યા હતા તેમને ઝેરી ગેસની અસર થતાં તેઓને બીજા મજુરોએ બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટના પીડિતોએ કહ્યું, ‘અમારો વિશ્વાસ તૂટી ગયો છે’
મૃતકના સગાએ કહ્યું, અમારે ન્યાય જોઈએ છે
આ અંગે મૃતકના સગા ધરમેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારો છોકરો એકતા કંપનીનો નોકરીએ જતો હતો, એને એ કામ કરતો હતો એની જગ્યાએ ગટરના કામમાં નાખ્યો અને અમારા છોકરાનો જીવ લીધો. અમને એકતા કંપનીવાળા સરખો જવાબ નથી આપતા, અમને ન્યાય જોઇએ.
કંપનીમાં સેફ્ટીના કોઈ સાધનો નથી રાખતા
આ અંગે એકતા કંપનીના ઇજાગ્રસ્ત મજૂર રમેશભાઇ ભોઇએ જણાવ્યું કે, સાફ સફાઇ કરવા માટે એક માણસ ઉતર્યો હતો, જેને શ્વાસ લેવામાં તકલીફ પડતાં બેભાન થઇ ગયો હતો. જેને બચાવવા હું પણ ઉતર્યો હતો. સાફ સફાઇના સેફ્ટીના સાધનો અંગે રમેશભાઇએ જણાવ્યું કે, કોઇક વાર જ સાફ કરવાનું હોય એટલે કોઇ સાધનો નથી. મોટાભાગે સાફ સફાઇ કરવા માટે બહારથી માણસો આવતા હોય છે.
કંપનીના ડિરેક્ટર જિગ્નેશ પટેલે શું કહ્યું
એકતા ફ્રેશફૂડના ડિરેક્ટર જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, કંપનીના પીટીપીના એક ટાંકામાં બ્લોક થઇ જતાં કિશનભાઇ ઉતર્યા હતા એ બેહોશ થતાં તેમને બચાવવા જતાં અરવિંદભાઇ ગયા હતા. જે બંનેને મોત થયા છે. બાકીના ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સેફ્ટીના સાધનો અંગે તેમણે જણાવ્યું કે, કંપની તરફથી સેફ્ટીના સાધનો નહોતા કારણ કે બ્લોક હતું એના માટે ગયા હતા, આ કોઇ કેમિકલનો ગેસ નથી, પાણીના ટાંકીનો ગેસ હશે. આ વિષે વધુ માહિતી મને નથી. બે લોકોના મોત થયા એ ખુબ દુ:ખની વાત છે.
આ પણ વાંચો: શું તમે પણ તમારા બાળકોને ક્રીમ બિસ્કિટ ખવડાવો છો? તો ચેતી જજો














Users Today : 1193
દેશમાં સફાઈ કામદાર નાં નામ પર લોકો શહીદ થાય છે પરંતુ દેશમાં જાતિવાદ મૌત ની કિંમત પણ નફરત તરાજુ માં તોલે છે….