16 વર્ષની દલિત દીકરીનું અપહરણ કરી ચાલતી કારમાં બળાત્કાર

કચરો ફેંકવા માટે ઘરની બહાર ગયેલી દલિત સગીરાને યુવકે કારમાં ખેંચી લઈ ચાલતી સ્કોર્પિયોમાં તેના પર બળાત્કાર ગુજાર્યો. આરોપીએ દીકરીના અશ્લીલ ફોટા પણ પાડ્યા.
Dalit Minor Girl Raped in Moradabad UP

મનુવાદ અને જાતિવાદના ગઢ ગણાતા ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) માંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના મોરાદાબાદ (Moradabad) માં કચરો ફેંકવા માટે ઘરની બહાર ગયેલી એક દલિત સગીરા (Dalit Minor Girl) નું એક યુવકે અપહરણ કરી ચાલતી સ્કોર્પિયોમાં તેના પર બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. આરોપીએ દીકરીના અશ્લીલ ફોટા પણ પાડ્યા હતા. ઠાકુરદ્વારા વિસ્તારમાં બનેલી આ સનસનાટીભરી ઘટનામાં પીડિતાના પિતાની ફરિયાદ પર પોલીસે નામજોગ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસની ટીમ હાલ આરોપીને શોધવામાં વ્યસ્ત છે.

મોરાદાબાદના શરીફનગર પોલીસ સ્ટેશનની ઘટના
ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશનના શરીફનગર ચોકી વિસ્તારના એક ગામની રહેવાસી 16 વર્ષની એક છોકરી ગઈકાલે સવારે લગભગ 10 વાગ્યે કચરો ફેંકવા માટે તેના ઘરની બહાર ગઈ હતી. પિતાની ફરિયાદ મુજબ, તે દરમિયાન પાનુવાલાનો રહેવાસી રાશિદ સ્કોર્પિયો લઈને ત્યાં પહોંચ્યો હતો. તેણે સગીરાને કારની અંદર ખેંચી લીધી હતી અને પછી સ્કોર્પિયો લઈને ત્યાંથી ચાલ્યો ગયો. સ્કોર્પિયોમાં બીજા કેટલાક લોકો પણ હતા. આરોપ છે કે રાશિદે ચાલતી કારમાં સગીરા પર બળાત્કાર કર્યો હતો. ઉપરાંત, જાતિસૂચક અપશબ્દોનો ઉપયોગ કરીને સગીરાના અશ્લીલ ફોટા પાડ્યા હતા. આરોપીઓએ પીડિતાને લગભગ બે કલાક સુધી સ્કોર્પિયોમાં બંધક બનાવી રાખી. બાદમાં, તેને રામવાલા ગામના સ્મશાન પાસે ધક્કો મારી કારમાંથી બહાર ફેંકીને ભાગી ગયા હતા.

આ પણ વાંચોઃ દલિતવાસમાં ભીષણ આગ લાગી, 50થી વધુ ઘરો બળીને રાખ

આરોપીના વિઝિટીંગ કાર્ડે પોલ ખોલી
પીડિતાના પિતાના જણાવ્યા મુજબ, તેમની પુત્રીએ સ્કોર્પિયોમાં આરોપીનું વિઝિટિંગ કાર્ડ જોયું હતું, જેના પર આબિદ હુસૈનનો પુત્ર રાશિદ લખેલું હતું. બાદમાં પીડિતા કોઈક રીતે વ્યથિત હાલતમાં ઘરે પહોંચી, તે સમયે ઘરે કોઈ નહોતું. જ્યારે માતા શેરડીના ખેતરમાંથી ઘરે પાછી આવી ત્યારે પીડિતાએ તેને પોતાની દુર્ઘટના કહી.

પોલીસ શું કહે છે?
ઠાકુરદ્વારાના એસએચઓ વિવેક શર્માએ જણાવ્યું હતું કે ફરિયાદના આધારે, નામાંકિત આરોપી રાશિદ સામે અપહરણ, બળાત્કાર, ધમકી, એસસી/એસટી અને પોક્સો એક્ટના આરોપો પણ લાદવામાં આવ્યા છે.

આ પણ વાંચો: દેવદાસી પ્રથાઃ ભગવાનના નામે શૂદ્ર દીકરીઓના શરીરનો સોદો

ઠાકુરદ્વારા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એસપી કુંવર આકાશ સિંહે જણાવ્યું હતું કે, એક ગામના રહેવાસીએ પોતાની પુત્રીનું અપહરણ કરીને કારમાં બળાત્કાર ગુજારવાની ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર અને અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ ગાદલવાડામાં પોલીસ સુરક્ષા વચ્ચે દલિત યુવકનો વરઘોડો નીકળ્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
2 months ago

*ભારતને જંગલ-રાજથી કોણ મુક્ત કરાવશે? જ્યાં જોવો ત્યાં જાતિવાદને જાતિવાદ! એટલે જ બીજેપીની
જાતિવાદી ધર્મનીતિને મુળમાંથી ખતમ કરો! ખતમ કરો!
જયભીમ જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર!

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x