આઝાદીના 76 વર્ષમાં ગામમાં પહેલીવાર છોકરી મેટ્રીક પાસ થઈ

Chand Muni Kumari Success Story: આઝાદીના 76 વર્ષમાં ગામમાંથી કોઈ મેટ્રીક પાસ થયું નહોતું. પણ ચાંદ મુનિ કુમારીએ ઈતિહાસ રચી દીધો.
Chand-Muni-Kumari

Chand Muni Kumari Success Story: શિક્ષણ સિંહણનું દૂધ છે, જે પીશે એ ત્રાડ નાખશે-ડો.આંબેડકરનું આ વાક્ય આજે શિક્ષણ માટે સંઘર્ષ કરતી દરેક વ્યક્તિ માટે યાદગાર બની ગયું છે. પરંતુ આદિવાસી સમાજની બહુમતી ધરાવતા ઝારખંડના એક ગામમાં આઝાદીના 76 વર્ષમાં હમણાં સુધી કોઈ મેટ્રીક પાસ નહોતું. હવે એક આદિવાસી દીકરીએ આ મેણું ભાંગ્યું છે અને તે આ ગામમાં મેટ્રિક પાસ કરનાર પહેલી વ્યક્તિ બની ગઈ છે. દીકરીની આ સફળતાથી આખા ગામમાં ખુશીનો માહોલ છે.

આઝાદીના 76 વર્ષ પછી પહેલીવાર ઝારખંડના બોકારો જિલ્લાના ગોમિયા તાલુકાના પંચમ પંચાયતમાં આવેલા ઝુમરાપહાડ નજીકના ગામમાં એક આદિવાસી છોકરીએ મેટ્રિક પરીક્ષા પાસ કરી છે. ગામની આદિવાસી દીકરી ચાંદ મુનિ કુમારીએ મેટ્રિક પરીક્ષા પાસ કરી છે.

આ પણ વાંચોઃ આદિવાસી યુવકને માર મારી, મોં પર થૂંકી, પેશાબ પીવડાવ્યો

સન્માન મળતા દીકરી ખુશીથી રડી પડી

ગોમિયાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ભણતી ચાંદ મુનિ કુમારી(Chand Muni Kumari) એ આ વર્ષે મેટ્રિકની પરીક્ષા આપી હતી. તેણે સેકન્ડ ક્લાસ સાથે મેટ્રિકની પરીક્ષા પાસ કરી છે. આ સાથે જ તેણે ઈતિહાસ રચી દીધો હતો. કેમ કે, તેના ગામમાં હજુ સુધી કોઈ મેટ્રિક સુધી ભણી શક્યું નથી. એ પછી ગામના આગેવાનો અને જાગૃત નાગરિકોએ ચાંદ મુનિ કુમારીનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ સન્માન મેળવ્યા પછી ચાંદ મુનિની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. તેના પિતા અરજલાલ કિસ્કુ દર વર્ષે મજૂર કરવા માટે ગામ છોડીને નજીકના શહેરમાં સ્થળાંતર કરે છે. તેની માતા ગૃહિણી છે.

આ પણ વાંચોઃ અંબાજીના છાપરીમાં આદિવાસી બાળકો જીવના જોખમે ભણવા મજબૂર

ચાંદ મુનિ કુમારી શિક્ષક બનીને બાળકોનું ભવિષ્ય સુધારવા માંગે છે

ચાંદ મુનિ કુમારી(Chand Muni Kumari)એ આગળ અભ્યાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે તે અભ્યાસ કર્યા પછી શિક્ષક બનવા માંગે છે, જેથી તેના વિસ્તારના બાળકોને શિક્ષિત કરી શકે અને તેમને આગળ લઈ જઈ શકે. તેણીએ કહ્યું કે તે તેના વિસ્તારમાં પછાતપણું દૂર કરવા માંગે છે. આ વિસ્તારમાં લગભગ 40-50 સો ટકા આદિવાસી વસ્તી ધરાવતા ગામો આવેલા છે. શિક્ષણના અભાવે આ બધા ગામો ખૂબ જ પછાત છે.

મંત્રી યોગેન્દ્ર પ્રસાદે ચાંદ મુનિ કુમારીનું સન્માન કર્યું

ચાંદ મુનિ કુમારી(Chand Muni Kumari)ની આ સફળતા પર હેમંત સોરેન સરકારના મંત્રી યોગેન્દ્ર પ્રસાદે તેણીને મળીને તેનું તથા તેના માતાપિતાનું સન્માન કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવા વિશે વાત કરી હતી. ગોમિયાના ટીડીઓ મહાદેવ કુમાર મહતોએ જણાવ્યું હતું કે આ વર્ષે 15મી ઓગસ્ટે શાળામાં ચાંદ મુનિ કુમારીનું સન્માન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ઉમરપાડામાં ચાલુ વરસાદમાં આદિવાસી અધિકાર બચાવો રેલી યોજાઈ

3.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Sandipkumar Mukeshbhai Parmar

जय मूलनिवासी 💙

Gyan Prakash
Gyan Prakash
6 months ago

टेक्नोलॉजी का युग, आधार और पान कार्ड लिंकिंग,आधार linked based Voter list,mobile,AI टेक्नोलॉजी के जमाने में भी आज हमारे देश में ऐसा गांव भी है जहा पहली कोई मैट्रिक पास लड़की है….. ये देश के लिए सोचने का विषय है… ना की मंदिर Vs मस्जिद, Hindu Vs Muslim, सवर्ण Vs शुद्व।

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
2
0
Would love your thoughts, please comment.x
()
x