ભેંસાણમાં તલાટી,વહીવટદારે સફાઈકર્મીને ધમકાવી ગટરમાં ઉતાર્યો?

જૂનાગઢના ભેંસાણમાં સફાઈકર્મીને ભૂર્ગભ ગટરમાં ઉતારાયોનો વીડિયો વાયરલ થતાં કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં છે.
junagadh bhesan news

જૂનાગઢના ભેંસાણમાં એક સફાઈકર્મીને ભૂગર્ભ ગટરમાં ઉતારીને સફાઈ કરાવાઈ હોવાનો વીડિયો વાયરલ થતા હોબાળો થયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ અમાનવીય કામગીરી પર પ્રતિબંધ ફરમાવાયો હોવા છતાં સ્થાનિક તલાટી અને વહીવટદાર દ્વારા સફાઈકર્મીને ધમકી આપીને ભૂગર્ભ ગટરમાં ઉતારાયો હોવાનો આક્ષેપ થયો છે. હવે જૂનાગઢ કલેક્ટરે સમગ્ર મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને કાર્યવાહી કરવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, સરકારના વર્ષ 2013ના કાયદા મુજબ કોઈપણ ગટર કે સેપ્ટિક ટેન્કની સફાઈ મશીનરી દ્વારા જ કરાવવાની હોય છે, નહીંતર જવાબદાર અધિકારી સામે કાયદેસર કાર્યવાહી થાય. તેમ છતાં સફાઈકર્મીને ગટરમાં ઉતારાયો હતો.

વાયરલ આ વીડિયોને લઈને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરીને સરકારની ઝાટકણી કાઢી હતી. મેવાણીએ લખ્યું હતું કે, ‘ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ભેંસાણ નગરપાલિકામાં સફાઈ કર્મચારીને ગટરમાં ઉતારવામાં આવ્યો છે. મોદીએ કહ્યું હતું કે, સફાઈ કર્મચારીઓને આધ્યાત્મિક આનંદ મળે છે. શું રાજ્યની ભાજપ સરકાર ઇચ્છે છે કે, દલિત સમાજના લોકો ગટરમાં ઉતરે અને આધ્યાત્મિક આનંદ લે? આ શર્મનાક છે.’

આ પણ વાંચો: ભરબજારે ધોળા દિવસે દલિત યુવકની ગોળી મારી હત્યા

જિગ્નેશ મેવાણીની ટ્વિટ બાદ તેમના સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ અજય વાણવી સફાઈ કર્મચારીઓ સાથે ભેંસાણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પીડિત પાસેથી જાણવા મળ્યું કે, સફાઈ કર્મીઓને પગાર ન આપવાની ધમકી આપી ગટરમાં ઉતારવામાં આવ્યાં હતા. અજય વાણવીએ જણાવ્યું કે, અમે પોલીસમાં ફરિયાદ કરવા ગયા, ત્યારે પરત ફરતી વખતે આરોપીઓએ અમારી કાર અટકાવી હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો.

આ મામલે વિસાવદરના પ્રાંત અધિકારી ચિરાગ હીરવાણીયાએ જણાવ્યું કે, વીડીયો સામે આવતાં તાત્કાલિક સફાઈ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા. કોના દબાણથી સફાઈ કામદારો ગટરમાં ઉતર્યા તેની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે, સફાઈકર્મી દિનેશ ચૌહાણે ફરિયાદ આપી છે કે, ભેંસાણ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને વહીવટદારે દબાણ કર્યું હતું. સરકારના નિયમ પ્રમાણે ગટરની સફાઈ મશીનરીથી જ કરવાની હોય છે, છતાં તેમનો ભંગ થયો છે. બંને સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે. આ મામલે ઊંડી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: જામનગરમાં રેલવેકર્મીએ વ્યાજખોરોના ત્રાસથી દવા પી લીધી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
5 months ago

દેશ માં દરરોજ આતંકવાદ નો શિકાર બનતો દલિત…

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x