મીતલીમાં દલિતોના કૂવામાં મળ ફેંકવા મુદ્દે કલેક્ટર-SPને હાજર થવા આદેશ

dalit news

આણંદ જિલ્લાના મીતલી ગામમાં મહિના પહેલા અનુ.જાતિ સમાજના લોકોના પીવાના પાણીના એક માત્ર કૂવામાં જાતિવાદી ગુંડાઓ દ્વારા મળ ફેંકવામાં આવ્યું હતું. જેના કારણે 100થી પણ વધુ પરિવારો પીવાના પાણીથી વંચિત રહ્યા હતા. આ ઘટનાને લઈને રાજ્યભરમાં ભારે હોબાળો મચી ગયો હતો.

 

સ્થાનિક ધારાસભ્યથી લઈને અન્ય નેતાઓ આ મામલે મીતલીમાં પહોંચી ગયા હતા. આ મામલે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી. જેને લઈને હવે આયોગે આણંદ જિલ્લા કલેક્ટર અને એસપીને એક્શન ટેકન રિપોર્ટ સાથે હાજર થવા ફરમાન કર્યું છે.

આ પણ વાંચો: ધોળકાના સાથળમાં દલિતોને સ્મશાન માટે જમીન ફાળવાશે કે નહીં?

આણંદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને મીતલી ગામમાં અનુસૂચિત જાતિના પરિવારોના પીવાના પાણીના કૂવામાં શૌચક્રિયા કરવાના બનાવમાં ફોજદારી કાર્યવાહી કરવા અંગે તેમજ માનવ અધિકાર ભંગના મુદ્દે એક્શન ટેકન રિપોર્ટ સાથે રૂબરૂ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની પિટિશનના આધારે માનવ અધિકાર આયોગે આ પગલું લીધું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને આ મુદ્દે શું કામગીરી કરી તેના અહેવાલ સાથે તા. 25/07/2025 ના રોજ આયોગ સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મિતલી ગામમાં અનુસૂચિત જાતિના પીવાના પાણીના કુવામાં ગામના અસામાજિક તત્વ દ્વારા શૌચક્રિયા કરવામાં આવતા ભરઉનાળે ગામના 100 અનુસૂચિત જાતિના પરિવારોને પીવાના પાણીની મુશ્કેલી સર્જાઈ હતી. જેને લઈને કાંતિલાલ પરમારે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ ગાંધીનગરમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: મીતલીમાં દલિતોના કૂવા પાસે પોલીસ પહેરો ગોઠવોઃ મેવાણી

3.3 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Soma parmar
Soma parmar
11 months ago

Hindu jatankvadi loko che tene kadak ,, ma kadak saja thai joi,, e

1
0
Would love your thoughts, please comment.x
()
x