RJD ને BJP કરતા 15 લાખ વધુ મત મળ્યાં છતાં 25 સીટ જ મળી?

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં RJD ને ભાજપ કરતા 15 લાખ મત વધુ મળ્યા હોવા છતાં માત્ર 25 સીટોમાં કેમ સમેટાઈ ગઈ.
rjd bihar election results 2025

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સૌથી વધુ બેઠકો જીતવા મામલે ભાજપ પ્રથમ નંબરે છે. બીજા નંબરે જેડીયુ છે, ત્યારબાદ ત્રીજા ક્રમે આરજેડી છે. પરંતુ એક બાબતે તે ભાજપ કરતા પણ આગળ રહી છે અને તે છે વોટ શેરનો મામલો. આ ચૂંટણીમાં આરજેડીને ભાજપ કરતા 15 લાખ વધુ મત મળ્યા છે, જે તેના મજબૂત જનાધારની સાબિતી છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો પર નજર કરતા ખ્યાલ આવે છે કે, આ વખતે ફરી એકવાર NDA જંગી બહુમતી સાથે સરકાર બનાવશે. ભાજપ, જેડીયુ અને લોકજનશક્તિ-રામવિલાસ (LJP-RV)ના શાનદાર પ્રદર્શનથી NDA ગઠબંધન 202 બેઠકો જીતવામાં સફળ રહ્યું. બીજી તરફ, આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો અને તે માત્ર 35 બેઠકો પર જ સમેટાઈ ગયું. તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ (RJD) પણ માત્ર 25 બેઠકો જ જીતી શકી. જોકે, આટલી મોટી હાર છતાં, બે આંકડાકીય મામલાઓમાં RJD બિહારની નંબર વન પાર્ટી બની છે, જે તેના મજબૂત જનાધાર તરફ ઈશારો કરે છે.

આ પણ વાંચો: ‘દેશની સૌથી મોટી લઘુમતી મહિલાઓ છે, અનામત લાગુ કરો’

વોટ શેરના મામલે RJD સૌથી આગળ રહ્યો

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મળેલા કુલ મતોની ટકાવારીની દ્રષ્ટિએ, RJD આ ચૂંટણીમાં સૌથી આગળ રહી છે. RJDને કુલ 23 ટકા વોટ મળ્યા છે, જે કોઈપણ પક્ષ કરતાં સૌથી વધુ છે. તેની સરખામણીમાં, ભાજપ લગભગ 3 ટકા પાછળ રહી, જેને 20.08 ટકા વોટ મળ્યા. નીતીશ કુમારની પાર્ટી જેડીયુ 19.25 ટકા વોટ શેર સાથે ત્રીજા સ્થાને રહી, જ્યારે કોંગ્રેસને માત્ર 8.71 ટકા મતદારોએ જ પસંદ કરી.

1.15 લાખ લોકોએ આરજેડીને મત આપ્યો

કુલ મળેલા મતોની સંખ્યામાં પણ RJD સૌથી આગળ છે. ચૂંટણીમાં 1 કરોડ 15 લાખ 46 હજાર 55 મતદારોએ RJDના ચૂંટણી ચિહ્ન ‘લાલટેન’નું બટન દબાવ્યું. આ આંકડો કોઈ એક પક્ષને મળેલા મતોમાં સૌથી વધુ છે.

ભાજપને 1.81 હજાર લોકોએ મત આપ્યો?

બીજી તરફ, ભાજપને RJD કરતાં લગભગ 15 લાખ ઓછા, એટલે કે 1 કરોડ 81 હજાર 143 મત મળ્યા. જોકે, આટલા ઓછા મત મળવા છતાં, ભાજપ 89 બેઠકો જીતવામાં સફળ રહ્યું, જ્યારે RJD માત્ર 25 બેઠકો પર જ જીતી શકી. જેડીયુને 96 લાખ 67 હજાર 118 મત મળ્યા, જેનાથી તે 85 બેઠકો જીતી શકી. આ આંકડા દર્શાવે છે કે ભલે NDAએ બેઠકોની સુનામી સર્જી હોય, પરંતુ જમીની સ્તરે RJDનો વોટબેંક હજુ પણ બિહારમાં સૌથી મોટો છે.

આ પણ વાંચો: બિહારના OBC, દલિત અને મુસ્લિમોએ કોને મત આપ્યા?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Navinbhai Becharbhai parmar
Navinbhai Becharbhai parmar
3 months ago

આમાં સરકાર તરફથી કંઈક ગોટાળો થયો હોય તેવું જણાય છે

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x